Search This Blog

Showing posts with label ચીઝ ચીલી. Show all posts
Showing posts with label ચીઝ ચીલી. Show all posts

Wednesday, 16 September 2015

Cheeze Chily Potli


ચીઝ ચીલી પોટલી 

સામગ્રી:

  1. હળદર અને મીઠું નાંખીને રાખેલું કોબીજનું છીણ  1 કપ, 
  2. તેલ 1 ટેબલસ્પૂન 
  3. લીલા મરચાં ની પેસ્ટ 1 યેબ્લ્સ્પૂન 
  4. ગરમ મસાલો ચપટી 
  5. ચીઝ 30 ગ્રામ 
અન્ય સામગ્રી: 

  1. બાંધેલી કણક 1 કપ   (રોટલીના લોટના લોટ કરતાં સહેજ કઠણ લોટ બાંધવો.)
  2. તેલ તળવા માટે 
સર્વ કરવા માટે :

  1. કેચપ 
રીત : 

  1. સૌ પ્રથમ હળદર, મીઠું નાંખેલા કોબીજના છીણને હાથેથી દબાવીને નીતારી લો.    
  2. એક પેન અથવા કઢાઈમાં 1 ટેબલસ્પૂન તેલ લઈ તેમાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળો      
  3. તેમાં નીતરેલી કોબીજનું છીણ લઇ તેમાં ગરમ મસાલો ઉમેરી સાંતળી લો.  
  4. હવે  મિશ્રણને એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દો, 
  5. મિશ્રણ ઠંડુ થયા બાદ જ તેમાં ચીઝને છીણી મિક્સ કરી તેના નાના ગોળા વાળી લો. 
  6. બાંધેલી કણકમાંથી પૂરી વણી લો 
  7. પુરીની વચ્ચે બનાવેલા ગોળમાંથી દરેકમાં એક એક ગોળો મૂકી પોટલી જેવું બનાવીને દરેક પો લી તૈયાર  કરીલો.
  8. પોટલીને ગરમ તેલમાં બ્રાઉન રંગની થાય એવી તળી લો. 
  9. કેચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો. 

= window.adsbygoogle || []).push({});