વેજ કઢાઈ
સામગ્રી :
ગ્રેવી બનાવવા માટે:
- કઢાઈ મસાલો: ( 1 ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં 2 ટેબલસ્પૂન સુકા ધાણા લઇ શેકી લો. અને ગેસ બંધ કરી પછી 5 થી 6 લાલ આખાં સૂકાં મરચાં લઇ બધું સાથે જ મિક્સરમાં વાટીને પાવડર તૈયાર કરો આ રીતે કઢાઈ મસાલો તૈયાર કરવો.)
- ઝીણાં સમારેલા ટામેટાં 400 ગ્રામ
- ઘી 2 ટેબલસ્પૂન
- તેલ 2 ટેબલસ્પૂન
- બનાવેલો કઢાઈ મસાલો 2 ટેબલસ્પૂન
- ક્સુરીમેથી 1 ટીસ્પૂન
- લાલ મરચાની પેસ્ટ 2 ટેબલસ્પૂન
- પંજાબી ગરમ મસાલો 1/4 ટીસ્પૂન
- ઝીણાં સમારેલાં આદુ, મરચાં, લસણ 1 ટીસ્પૂન
- મીઠું
- બાફેલી ફણસી, ગાજર અને વટાણા 1 1/2 કપ
- તેલ 1 ટેબલસ્પૂન
- ઘી 1 તેબ્લ્સ્પૂન
- જીરું 1/4 ટીસ્પૂન
- ઝીણી સમારેલી ડુંગળી 3 થી 4 ટેબલસ્પૂન
- ઝીણાં સમારેલાં આદુ, મરચાં, લસણ 1 ટેબલસ્પૂન
- સમારેલું કેપ્સીકમ 2 ટેબલસ્પૂન
- કઢાઈ મસાલો 1 ટીસ્પૂન
- કિચનકિંગ મસાલો 1/4 ટીસ્પૂન
- હળદર 1/4 ટીસ્પૂન
- પંજાબી ગરમ મસાલો 1/4 ટીસ્પૂન
- મીઠું
- ક્સુરીમેથી 1 ટીસ્પૂન
- લાલ મરચાં ની પેસ્ટ 1 ટીસ્પૂન
- પનીર 1/2 કપ (છીણેલું+સમારેલું)
- પાણી
- ખાંડ ચપટી
- ક્રીમ 2 ટેબલસ્પૂન
- ચીઝ 1 ટીસ્પૂન
- બટર 1 ટીસ્પૂન
- કોથમીર સમારેલી
રીત:
- એક કઢાઈ માં 2 ટેબલસ્પૂન તેલ અને 2 ટેબલસ્પૂન ઘી લો.
- તેમાં 1 ટેબલસ્પૂન ઝીણાં સમારેલાં આદુ ,મરચાં અને લસણ ઉમરો,
- થોડું થાય પછી ચાર નંગ ઝીણાં સમારેલાં ટામેટાં (લગભગ 400 ગ્રામ જેટલાં ) ઉમેરો. તેની સાથે બનાવેલો કઢાઈ મસાલો 2 ટેબલસ્પૂન ઉમેરો. અને ટામેટાં નું પાણી બળી જાય ત્યાં સુધી (10 થી 12 મિનીટ) કુક થવા દો
- હવે તેમાં 1 ટીસ્પૂન કસૂરીમેથી (હાથથી મસળીને ),2 ટીસ્પૂન લાલ મરચાની પેસ્ટ (લાલ મરચું પાવડર પણ લઇ શકાય), મીઠું, પંજાબી ગરમ મસાલો 1/4 ટીસ્પૂન ઉમેરો અને હલાવી થોડી વાર પછી ગેસ બંધ કરો (તેલ છુટું પડી જશે ) આ રીતે ગ્રેવી તૈયાર થઇ.
- બીજી કઢાઈમાં 1 ટેબલસ્પૂન તેલ અને 1 ટેબલસ્પૂન ઘી લો.
- તેમાં 1/4 ટીસ્પૂન જીરું, 3 થી 4 ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી, 1 ટીસ્પૂન ઝીણા સમારેલાં આદું મરચાં અને લસણ ઉમેરો, અને થોડું સાંતળો
- 2 ટેબલસ્પૂન મોટું સમારેલું કેપ્સીકમ, 1 1/2 કપ જેટલાં બાફેલાં ગાજર, ફણસી અને વટાણા ઉમેરો.અને થોડા સાંતળો.
- તેમાં 1 ટીસ્પૂન બનાવેલો કઢાઈ મસાલો, 1/2 ટીસ્પૂન કિચનકિંગ મસાલો, 1/4 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન પંજાબી ગરમમસાલો અને મીઠું ઉમેરો.અને બનાવેલી ગ્રેવી (અડધા ભાગની) ઉમેરો
- થોડું પાણી ઉમેરી હલાવી 1 ટીસ્પૂન ક્સુરીમેથી, 1 ટીસ્પૂન લાલ મરચાની પેસ્ટ, 1/2 કપ પનીર, 1/4 ટીસ્પૂન ખાંડ અને 2 ટેબલસ્પૂન, ક્રીમ, 1 ટીસ્પૂન છીણેલું ચીઝ અને છેલ્લે બટર ઉમેરી હલાવી ગેસ બંધ કરી દો
- કોથમીર ઉમેરી સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment