વેજ ખડા મસાલા
સામગ્રી :
- ખડા મસાલા નાંખીને બાફેલા ગાજર, ફણસી,વટાણા અને બટાટા 200 ગ્રામ ( કુકરમાં 1 થી 1 1/2 કપ પાણી લઇ તેમાં તજ,લવિંગ,મરી, બાદીયું, એલચી, એલચો, જાવંત્રી, દરેક 4 નંગ લઇ પહેલાં 2 થી 3 મિનીટ મસાલાને ઉકાળો પછી તેમાં ઉપરના શાકભાજી અને મીઠું નાંખો અને માત્ર એકજ વ્હીસલ વગાડીને તરત જ ખોલી નાંખવું ખોલીને પાણી અને શાકભાજી અલગ કરી દેવાં જેમાંથી વેજી.સ્ટોક પણ તૈયાર થશે. જે સબ્જીમાં વાપરવા માટે લઇ શકાશે. આખા મસાલા પણ કાઢી લેવા )
- તેલ 3 ટેબલસ્પૂન
- જીરું 1/2 ટીસ્પૂન
- તમાલપત્ર 2 નંગ,
- બાદીયા 1 નંગ
- તજ 1 નંગ
- એલચા 2 નંગ
- ઈલાયચી 2 નંગ
- જાવંત્રી 1 નંગ
- લવિંગ 3 નંગ
- આદુની પેસ્ટ 1 ટીસ્પૂન
- લસણની પેસ્ટ 1 ટીસ્પૂન
- ટોમેટો પ્યુરી 1/2 કપ (બ્લાન્ચ કરેલા ટામેટા ને છાલ કાઢીને ક્રશ કરવું
- હળદર 1/4 ટીસ્પૂન
- લાલ આખા મરચાંની પાણીમાં પલાળીને બનાવેલી પેસ્ટ 1 ટેબલસ્પૂન
- ધાણા પાવડર 1 ટીસ્પૂન
- જીરું પાવડર 1/2 ટીસ્પૂન
- ગરમ મસાલો 1 ટીસ્પૂન
- તળેલી ડુંગળીની સહેજ પાણી નાંખીને વાટેલી પેસ્ટ 2 ટેબલસ્પૂન
- મીઠું
- કોથમીર 1 ટેબલસ્પૂન
- એક કઢાઈ અથવા પેનમાં તેલ લઇ તેમાં જીરું, તમાલપત્ર, બાદીયા, તજ, એલચા, ઈલાયચી, જાવંત્રી, લવિંગ, આદુની પેસ્ટ, અને લસણની પેસ્ટ ઉમેરી ધીમા તાપે સાંતળો.
- પછી તેમાં ટોમેટો પ્યુરી ઉમેરી પ્યુરીનું પાણી બળી જાય એટલે તેમાં હળદર, લાલ મરચાની પેસ્ટ, ધાણાપાવડર, જીરું પાવડર, ગરમમસાલો, તળેલી ડુંગળીની પેસ્ટ, મીઠું, ઉમેરી સાંતળો
- વેજીટેબલ સ્ટોક, અને બ્લાંચ કરેલા શાકભાજી ઉમેરી હલાવી જરૂર પડેતો વધુ સ્ટોક ઉમેરી હલાવી 2 મિનીટ ચઢવા દો.(જો કેપ્સીકમ ઉમેરવા હોય તો સમારીને કઢાઈમાં સાંતળીને ઉમેરવાં)
- થીક ગ્રેવીવાળી સબ્જી રાખવી.
- ત્યારબાદ તેમાં કોથમીર ઉમેરી થોડીવાર પછી સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment