Search This Blog

Showing posts with label vada. Show all posts
Showing posts with label vada. Show all posts

Thursday, 10 December 2015

Bajari Vada

બાજરી વડાં 

સામગ્રી 

  1. બાજરીનો લોટ પોણો કપ (3/4 કપ )
  2. ઘઉંનો લોટ 1/4 કપ 
  3. તલ 2 ટીસ્પૂન 
  4. હળદર 1/4 ટીસ્પૂન 
  5. લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન 
  6. આદું મરચાની પેસ્ટ 1 ટેબલસ્પૂન 
  7. મીઠું 
  8. દળેલી ખાંડ  2 ટેબલસ્પૂન 
  9. દહીં 3 ટેબલસ્પૂન 
  10. તેલ મોણ માટે 2 ટેબલસ્પૂન 
અન્ય સામગ્રી:

  1. તેલ તળવા માટે 
  2. સર્વ કરવા માટે ચા અને લીલી ચટણી
રીત: 

  1. એક બાઉલમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ લઇ તેમાં તલ, હળદર, લાલ મરચું પાવડર, આદુમરચાંની પેસ્ટ, મીઠું, દળેલી ખાંડ, દહીં અને તેલ ઉમેરી મિક્સ કરી પુરીના લોટ જેવી કણક  તૈયાર કરો 
  2. કણક ના ગોળા વળી થેપીને વડા તૈયાર કરો. 
  3. વડાને ગરમ તેલમાં ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો. 
  4. લીલી ચટણી અને ચા સાથે સર્વ કરો. 

Masala Vada


મસાલા વડાં 

સામગ્રી 

  1. ચણાનો કકરો લોટ 1/2 કપ 
  2. ઘઉંનો કકરો લોટ 1/2 કપ 
  3. મોણ માટે તેલ 2 થી 3 ટેબલસ્પૂન 
  4. હિંગ 1/4 ટીસ્પૂન 
  5. મીઠું 
  6. દહીં 2 થી 3 ટેબલસ્પૂન 
  7. પાણી લોટ બાંધવા માટે 
  8. તલ 1 1/2 ટીસ્પૂન 
  9. હળદર ચપટી 
  10. આદું મરચાં ની પેસ્ટ 1 1/2 ટેબલસ્પૂન 
અન્ય સામગ્રી:

  1. તેલ તળવા માટે 
  2. સર્વ કરવા માટે લસણની ચટણી  
રીત: 

  1. એક બાઉલમાં ચણાનો કકરો લોટ, ઘઉંનો કકરો લોટ લઇ તેમાં તેલનું મોણ, હિંગ, સહેજ જ મીઠું અને દહીં ઉમેરી મિક્સ કરી લો. 
  2. જરૂર પડેતો પાણી ઉમેરી કણક તૈયાર કરો.
  3. કણક પુરીના લોટ જેવી થવી જોઈએ.  
  4. કણકને બરાબર કેળવી લઇ ઢાંકણ ઢાંકી 4 થી 5 કલાક માટે આથો આવવા દો.
  5. આથો આવ્યા બાદ તેમાં તલ, બાકીનું મીઠું, હળદર અને આદુમરચાંની પેસ્ટ લઇ બરાબર મિક્સ કરી લો. 
  6. હવે પાણી વાળો હાથ કરી કણક ના ગોળા વાળી ગ્રીઝ કરેલી પ્લાસ્ટીક શીટ ની મદદથી (પ્લાસ્ટીકની વચ્ચે દબાવી )થેપી લઇ વડા તૈયાર કરો.
  7. વડાને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. 
  8. લસણની ચટણી  સાથે સર્વ કરો. 

Monday, 17 August 2015

Crispy Idli Vada

ક્રિસ્પી ઈડલી વડાં 


ખીરું બનાવવા માટે :
સામગ્રી:
  1. 3 થી  4 કલાક  પલાળીને લીલાં મરચાં નાખીને વાટેલી ચણાની દાળ  1 કપ (કરકરી વાટવી) 
  2. ઝીણી સમારેલી ડુંગળી 1 નંગ
  3. લીલાં  મરચાં  2 નંગ 
  4. કોથમીર 2 ટેબલસ્પૂન 
  5. મીઠું 
  6. પાણી 
  7. સુકા ધાણા 1 ટીસ્પૂન 
  8. વરીયાળી 1 ટીસ્પૂન 
  9. આખાં મરી 10 થી 12 નંગ 
વઘાર માટે:
  1. તેલ 1 ટેબલસ્પૂન  
  2. લાલ સુકું મરચું 1 નંગ 
  3. અડદની દાળ  1 ટીસ્પૂન 
  4. ચણાની દાળ 1/2 ટીસ્પૂન 
  5. લીમડાનાં પાન  4 થી 5 નંગ 
  6. હિંગ 1/2 ટીસ્પૂન 
  7. રાઈ 1/2 ટીસ્પૂન 
  8. તેલ તળવા માટે 
સર્વિંગ માટે:
  1. દહીં
  2. ડુંગળીની સ્લાઈસ 
રીત:
  1. એક બાઉલમાં વાટેલી ચણાની દાળ, સમારેલી ડુંગળી, લીલાં  મરચાં અને કોથમીર સમારેલી મિક્સ કરી થોડું મીઠું ઉમેરી પાણી વડે  ઈડલી અથવા દાળવડા જેવું  ખીરું બનાવો.
  2. હવે તેમાં ઉપર જ  સુકા ધાણા,વરીયાળી અને આખાં મરી ઉમેરી દો. અને એમજ રહેવા દેવું. હલાવવું નહિ. 
  3. વઘારિયામાં તેલ લઇ તેમાં લાલ આખું મરચું, અડદની દાળ, ચણાની દાળ, રાઈ, લીમડાનાં પાન, હિંગ નો વઘાર કરી મિશ્રણ પર ઉમેરી મિક્સ કરી લો 
  4. તેને ઈડલીના કુકરમાં તેલ લગાવી ઈડલીની જેમ ખીરું ભરી 7 થી 8 મિનીટ  બાફીલો. 
  5. આ રીતે બધી ઈડલી તૈયાર કરીલો.
  6. કઢાઈમાં તેલ ગરમ કરીને બધી તૈયાર કરેલી ઈડલી એકદમ બ્રાઉન રંગની તળીલો, ( ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી) 
  7. ચા અથવા દહીં અથવા ડુંગળીની સ્લાઈસ સાથે સર્વ કરો.

Monday, 3 August 2015

Dahi Vada



દહીં વડાં



સામગ્રી:
  1. આખા અડદ (1/2 કપ ) અને મગની મોગરદાળ (2 ટેબલસ્પૂન)નું ખીરું 1 કપ (બંને સામગ્રીને 7 થી 8 કલાક પાણીમાં પલાળી,અડદનાં ફોતરાં કાઢી થોડું પાણી લઇ વાટી લેવું)  
  2. પાણી 
  3. લીલાં મરચાં 2 નંગ 
  4. આદું1 ટુકડો 
  5. મીઠું 
  6. તેલ તળવા માટે 
પીરસવા માટે :
  1. દહીં 
  2. સંચળ 
  3. આમલીનીચટણી   
  4. લીલી (ચાટની) ચટણી
  5. શેકેલું જીરું પાવડર 
  6. લાલ મરચું પાવડર 
  7. કોથમીર 
  8. ઝીણી સેવ (ઓપ્શનલ )
દહીંવડાં બનાવવા માટેની રીત :
  1. એક બાઉલમાં ખીરું લઇ તેમા થોડો પાણી વાળો હાથ કરી ખીરાને બરાબર ફીણવું. આ રીતે પાણીથી ફીણતાં જઈ એકદમ હલકુ થાય ત્યાં સુધી ખુબ ફીણવું (ખીરાનું એક ટપકું પાણીમાં પાડવું અને જો તે પાણીમાં તરે તો થઇ ગયું કહેવાય)
  2. ત્યારબાદ તેમાં લીલાં મરચાં,આદું અને મીઠું ઉમેરી બરાબર મિકસ કરી ખીરું તૈયાર કરો.
  3. પાણીવાળો હાથ કરી ખીરાના ગરમ તેલમાં ડપકાં મૂકી તળી લો. આ રીતે વડા તૈયાર થશે. 
  4. તળેલાં વડાં ને સીધાં જ હિંગ અને મીઠું નાંખેલા પાણીમાં નાંખો.
  5. થોડી વાર એમજ રાખી પોચાં થઇ જાય પછી બહાર કાઢી હાથેથી દબાવી પાણી નીતરી લો 
  6. એક પ્લેટમાં દહીં લઇ તેની ઉપર નીતારેલાં વડાં મૂકી ઉપરથી થોડું દહીં, આમલીની ચટણી, લીલી ચટણી, સંચળ પાવડર, શેકેલું જીરું પાવડર, લાલ મરચું પાવડર, કોથમીર અને ઝીણી સેવ ભભરાવી સર્વ કરો. 
= window.adsbygoogle || []).push({});