બર્ગર માટેની પેટીસ
સામગ્રી :
- વરાળે બાફેલા બટાટા 2 નંગ મોટા
- ગાજરનું છીણ 1/2 કપ
- સમારેલી ડુંગળી 1/4 કપ
- સમારેલી કોથમીર 1/4 કપ
- લીલાં મરચાં ની પેસ્ટ 1 ટીસ્પૂન
- આદુંની પેસ્ટ 1 ટીસ્પૂન
- લસણની પેસ્ટ 1 ટીસ્પૂન (ઓપ્શનલ)
- લાલ મરચું પાવડર 2 ટીસ્પૂન
- ગરમ મસાલો 1 ટેબલસ્પૂન
- ચાટમસાલો 1/2 ટીસ્પૂન
- આમચૂર પાવડર 1 ટીસ્પૂન
- મીઠું
- ફ્રેશ બ્રેડક્રમ્સ 1/2 કપ
- ચણાના લોટની સ્લરી એકદમ પાતળી મીઠું,મરચું નાખેલી
- ડ્રાય બ્રેડક્રમ્સ કોટિંગ માટે
- તેલ તળવા માટે
- બર્ગર બન્સ
- કેચપ
- મેયોનીઝ
- ડુંગળીની સ્લાઈસ
- ચીઝ સ્લાઈસ
- ટામેટાની સ્લાઈસ
- લેટટ્સ ના પાન અથવા કોબીજના પાન સમારેલાં
- કાકડીની સ્લાઈસ
પેટીસ ની રીત :
- એક બાઉલમાં બાફેલા બટાકાનો માવો, ગાજરની છીણ, સમારેલી ડુંગળી, કોથમીર, મરચાંની પેસ્ટ, આદુંની પેસ્ટ, લસણની પેસ્ટ(ઓપ્શનલ), લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, આમચુર પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરો.
- હવે તેમાં ફ્રેશ બ્રેડ ક્રમ્સ ઉમેરી મિક્સ કરી ગોળા વાળી લો,
- આ ગોળાને ચણાના લોટની સ્લરીમાં ડીપ કરી ડ્રાય બ્રેડક્રમ્સમાં રગદોળી હાથેથી જ શેપ આપી દો.
- હવે આ ટિક્કીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. આ રીતે પેટીસ તૈયાર થશે.
- બર્ગર બનને વચ્ચેથી કાપી તેલમાં કે બટરમાં શેકી (શેકવું ઓપ્શનલ છે) કેચપ લગાવી બનાવેલી પેટીસ મૂકી ઉપર ફરીથી કેચપ લગાવી ઉપર થોડું મેયોનીઝ, ડુંગળીની સ્લાઈસ, કાકડીની સ્લાઈસ, ટામેટાની સ્લાઈસ, કોબીજનાં પાન, ચીઝ સ્લાઇસ, અને બર્ગરની સ્લાઈસ મૂકી સહેજ ઉપરથી દબાવી સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment