Search This Blog

Showing posts with label કબાબ. Show all posts
Showing posts with label કબાબ. Show all posts

Thursday, 8 October 2015

Veg Moglai Kabab

વેજ મોગલાઈ કબાબ                                                   


સામગ્રી 
  1. બાફેલા બટાટા 2 નંગ  
  2. બાફેલું સૂરણ 100 ગ્રામ     
  3. બાફેલી મેથીની ભાજી 50 ગ્રામ (બાફતી વખતે થોડું મીઠું અને ખાંડ ઉમેરીને બાફવું નીતારીને લેવું.)  
  4. ફુદીનો 1 ટેબલસ્પૂન  
  5. કોથમીર 2 ટેબલસ્પૂન 
  6. લીલાં મરચાં 3 થી 4 નંગ  
  7. વાટેલું આદુ અને લસણ 1 1/2 ટીસ્પૂન  
  8. બદામ પાવડર 2 ટેબલસ્પૂન  
  9. પનીર 1 ટેબલસ્પૂન  
  10. ચીઝ 1 ક્યુબ  
  11. દહીં 1 ટીસ્પૂન  
  12. લીંબુનો રસ 1 ટીસ્પૂન  
  13. ગરમ મસાલો 1 ટીસ્પૂન  
  14. જીરું 1 ટીસ્પૂન  
  15. મીઠું  
  16. ઘીમાં શેકેલો ચણાનો લોટ 3 ટેબલસ્પૂન  
  17. કોર્નફલોર 2 ટેબલસ્પૂન  
  18. ફ્રેશ બ્રેડક્રમ્સ જરૂર મુજબ  
  19. તેલ 1 ટીસ્પૂન  
  20. ઘી 1 ટીસ્પૂન  
સર્વિંગ માટે   

કેચપ અને ફુદીનાની ચટણી  

રીત   

  1. એક મિક્સર જારમાં બાફેલા બટાટા, સૂરણ, મેથીની ભાજી, ફુદીનો, કોથમીર, લીલાં મરચાં, આદુ લસણ, બદામનો પાવડર, પનીર ભૂકો કરીને, ચીઝ ટુકડા કરીને, દહીં, લીંબુનો રસ, ગરમ મસાલો, જીરું અને મીઠું લઇ ક્રશ કરી લો.   
  2. હવે તેમાં ચણાનો લોટ અને કોર્નફ્લોર ઉમેરી ક્રશ કરો.    
  3. બાઉલમાં કાઢી તેમાં ફ્રેશ બ્રેડક્રમ્સ ઉમેરી મિક્સ કરી તેલથી કેળવી લો. 
  4. તેના ગોળા વાળી કબાબનો શેપ આપી દો.  
  5. ફ્રાઈંગ પેન કે તવી મૂકી તેલ અને ઘી ઉમેરીને ધીમા તાપે બંને બાજુ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો.  
  6. કેચપ અને ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.                      

Monday, 13 July 2015

Hara Bhara Kabab

હરા ભરા કબાબ 




સામગ્રી:
  1. પાલક સમારેલી 2 કપ, 
  2. બટાટા મધ્યમ સાઈઝનાં 2 નંગ 
  3. વટાણા  3/4 કપ(પોણો  કપ)ફ્રેશ અથવા ફ્રોઝન 
  4. ચાટ મસાલો 1 ટીસ્પૂન
  5. આમચુર પાવડર 1 ટી સ્પૂન 
  6. આદુંમરચાંની પેસ્ટ 2 ટીસ્પૂન 
  7. બેસન (ચણાનો લોટ) 2  1/2 ટેબલસ્પૂન
  8. મીઠું 
  9. તળવા માટે તેલ 
રીત: 
  1. તપેલીમાં પાણી અને મીઠું નાંખી  પાલકને 2 થી 3 મિનીટ બ્લાન્ચ કરી લો. અને ઠંડા પાણીમાં નાંખી બહાર કાઢી છૂટી પાડી દો. 
  2. કઢાઈ અથવા પેનમાં ચણાના લોટને હલકો શેકી લો.
  3. બટાટા અને વટાણા ને બાફી લો. 
  4. એક બાઉલમાં પાલક, બટાટા, વટાણા, આદુમરચાંની પેસ્ટ, આમચુર પાવડર, ચાટ મસાલો, શેકેલો ચણાનો લોટ, મીઠું ઉમેરી હલકા હાથે મસળો.અને ગોળ કબાબ વાળી લો.
  5. કઢાઈમાં તેલ મુકીને તળી લો અથવા શેલો ફ્રાય કરીદો.
  6. લીલી ચટણી સાથે સર્વ કરો 
  7. (ફુદીનાને કોથમીરની ચટણીમાં થોડું દહીં ઉમેરી મિક્સ કરીને લેવાથી સારું લાગે છે.)
= window.adsbygoogle || []).push({});