Search This Blog

Wednesday, 23 December 2015

Nawabi aalu

નવાબી આલું 

સામગ્રી:

  1. નાના બટાકા  250 ગ્રામ (બે ભાગમાં કાપી લેવા )
  2. તેલ 1 ટેબલસ્પૂન 
  3. ઘી   1 1/2 ટેબલસ્પૂન 
  4. સમારેલી ડુંગળી 1 નંગ  
  5. આદુ લસણની પેસ્ટ 2 ટીસ્પૂન 
  6. લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન 
  7. મીઠું 
  8. ગરમ મસાલો 1 ટીસ્પૂન 
  9. કાજુ અને ખસખસની દુધમાં બનાવેલી પેસ્ટ 2 ટેબલસ્પૂન 
  10. પાણી 
  11. ટોમેટો પ્યુરી 1/2 કપ 
  12. ક્રીમ 1 1/2 ટેબલસ્પૂન 
  13. તેલ તળવા માટે
  14. ગાર્નીશિંગ માટે ડ્રાયફ્રુટ્સની કતરણ (ઓપ્શનલ)
રીત 

  1. બટાટાને ફાસ્ટ ગેસ પર ગુલાબી થાય ત્યાં સુધી તળી લો.(ધીમા તાપે ન તળવા)
  2. કુકરમાં તેલ અને ઘી લઇ તેમાં ડુંગળી ઉમેરી સાંતળી લો. 
  3. ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો.
  4. તેમાં લાલ મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો, કાજુ અને ખસખસની પેસ્ટ, અને 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી પાણી બળે ત્યાં સુધી કુક કરો. 
  5. હવે તેમાં ટોમેટો પ્યુરી, તળેલા બટાટા અને થોડું પાણી (1/2 કપ) ઉમેરી ઢાંકણ ઢાંકી 1 વ્હીસલ વાગે ત્યાં સુધી થવા દો
  6. ઢાંકણ ખોલી તેમાં ક્રીમ મિક્સ કરી સબ્જીને ડ્રાયફ્રુટ્સથી ગાર્નીશ કરી સર્વ કરો. 
                                         

No comments:

Post a Comment

= window.adsbygoogle || []).push({});