Search This Blog

Friday, 11 December 2015

Methi Matar Malai

મેથી મટર  મલાઈ 

સામગ્રી:

પેસ્ટ માટે :

  1. ડુંગળી 2 નંગ 
  2. કાજુ 8 થી 10 નંગ 
  3. લીલા મરચાં  3 નંગ 
  4. આદુ નો ટુકડો  1 નંગ 
  5. મોળો માવો છીણીને 2 ટેબલસ્પૂન 
સબ્જી માટે :

  1. ઘી 2 ટેબલસ્પૂન 
  2. છીણેલો મોળો માવો 2 ટેબલસ્પૂન 
  3. દૂધ 1 1/2 કપ 
  4. ક્રીમ અથવા મલાઈ 2 ટેબલસ્પૂન 
  5. મેથીના પાન સમારીને  2 કપ 
  6. સોડા ચપટી 
  7. ખાંડ 2 ટીસ્પૂન  
  8. મીઠું 
  9. કસુરીમેથી 1 ટીસ્પૂન 
  10. પાણી 
  11. વટાણા 1 1/2 કપ 
રીત:

  1. ઉકળતા પાણીમાં કાજુ, ડુંગળી, લીલા મરચાં અને આદુંનો ટુકડો ઉમેરીને 3 થી 4 મિનીટ ઉકળવા દઈ સોફ્ટ થઇ જાય પછી ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઇ મોળો માવો ઉમેરી વાટીને પેસ્ટ બનાવવી. આ રીતે વ્હાઈટ પેસ્ટ તૈયાર થઇ. 
  2. મેથીના પાનને ઉકળતા પાણીમાં મીઠું અને ચપટી સોડા ઉમેરી 4 થી 5 મિનીટ ઉકાળી નીતારી દબાવીને પાણી કાઢી નાંખવું.
  3. વટાણાને ઉકળતા પાણીમાં મીઠું નાંખી બાફી લેવા.
  4. એક કઢાઈમાં ઘી લઇ તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી 2 થી 3 મિનીટ સાંતળવું.
  5. હવે એમાં છીણેલો મોળો માવો 2 ટેબલસ્પૂન ઉમેરીને ફરીથી સાંતળો.
  6. થોડું ડ્રાય થઇ જાય પછી દૂધ ઉમેરી હલાવી 2 થી 3 મિનીટ થવા દો.
  7. હવે એમાં ઘરની મલાઈ અથવા ક્રીમ ઉમેરો. 
  8. નીતારીને રાખેલા મેથીના પાન ઉમેરી હલાવો.
  9. સારી રીતે હલાવી લીધા પછી એમાં ખાંડ, ક્સુરીમેથી (હાથથી મસળીને) અને મીઠું ઉમેરો.
  10. જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરવું અને હલાવવું,
  11. બાફેલા વટાણા ઉમેરો અને હલાવો. 2 મિનીટ થવા દો  અને સર્વ કરો   

No comments:

Post a Comment

= window.adsbygoogle || []).push({});