Search This Blog

Wednesday, 29 July 2015

Popcorn Bhel


પોપકોર્ન ભેળ :




સામગ્રી:
  1. મીઠું નાંખી ને વઘારેલા પોપકોર્ન એક મોટો બાઉલ 
  2. બાફેલાં બટાટા સમારીને 2 નંગ 
  3. સમારેલી ડુંગળી 1 ટેબલસ્પૂન 
  4. સમારેલાં  ટામેટાં  2 ટેબલસ્પૂન 
  5. કેપ્સીકમ 1 ટેબલસ્પૂન 
ચટણી  બનાવવા માટે :
  1. સમારેલાં  ટામેટાં  2 નંગ 
  2. ડાઇસ કરેલી ડુંગળી 1 કપ 
  3. લસણ 2 કળી  
  4. તેલ 1 ટેબલસ્પૂન 
  5. લાલમરચું પાવડર 1/2 ટેબલસ્પૂન 
  6. ઓરેગાનો 1/2 ટીસ્પૂન 
  7. મીઠું 
  8. ટોમેટો કેચપ 2 ટેબલસ્પૂન 
  9. ચીઝ સ્પ્રેડ 3 ટેબલસ્પૂન 
  10. ચીલી ફ્લેક્સ 1/2 ટીસ્પૂન 
રીત : ચટણી માટે :
  1. એક પેન અથવા કઢાઈમાં તેલ, લસણની કળી, ડાઈસ કરેલી ડુંગળી ઉમેરી તેને સાંતળી લો.
  2. ત્યારબાદ તેમાં સમારેલાં ટામેટાં ઉમેરી કુક કરી લો. 
  3. તેમાં મીઠું, મરચુંપાવડર, ઓરેગાનો, અને ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરી દો.
  4. થોડું જ ઠંડુ થાય એટલે (થોડું ગરમ હોય એવું રાખવું.) તેને મિક્સર જારમાં લઇ ક્રશ કરી લો. અને બાઉલમાં કાઢી લો. 
  5. હવે તેમાં ટોમેટો કેચપ અને ચીઝ સ્પ્રેડ ઉમેરી હલાવી ચટણી તૈયાર કરો.
      (આ ચટણી  પીઝા, ચિપ્સ,પરાઠા સાથે પણ સારી લાગે છે.)

ભેળ માટે:
  1. બીજા એક બાઉલમાં મીઠું નાંખીને વઘારેલા પોપકોર્ન, બાફેલાં  બટાટાના ટુકડાં, સમારેલી ડુંગળી, સમારેલાં ટામેટાં, સમારેલાં  કેપ્સીક્મ ઉમેરી મિક્સ કરી દો.
  2. ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ચટણી ઉમેરી બરાબર મિક્સ કરીલો.
  3. બાઉલમાં કાઢી ઉપર થોડી ડુંગળી અને ઓરેગાનો છાંટી સર્વ કરો.

Saturday, 25 July 2015

Home made Masala Soda


હોમમેડ મસાલા સોડા 





સામગ્રી:
  1. સુગર સીરપ પોણો કપ (આશરે 5થી 6 ટી સ્પૂન)
  2. 1 લીંબુનો રસ (6 ટી સ્પૂન)
  3. સંચળ પાવડર 2 ટીસ્પૂન 
  4. ચાટ મસાલો 2 ટીસ્પૂન   
  5. કાળામરી નો તાજો વાટેલો પાવડર 1 ટીસ્પૂન  
  6. બરફનો ભૂકો
  7. એરેટેડ ડ્રિન્ક (સાદી સોડાની બોટલ)
 રીત:
  1. એક ગ્લાસમાં સુગર સીરપ, લીંબુનો રસ, સંચળ પાવડર, ચાટ  મસાલો, કાળામરીનો તાજો પાવડર ઉમેરી ચમચી વડે હલાવી લેવું 
  2. હવે તેમાં બરફનો ભૂકો ઉમેરી ફરીથી હલાવી લેવું.
  3. તેમા સાદી સોડાની બોટલ ખોલી રેડીને ચમચી વડે સહેજ હલાવી તરતજ સર્વ કરવું

Thursday, 23 July 2015

Rastorant Style Chhole


છોલે રેસ્ટોરન્ટ સ્ટાઈલ 




સામગ્રી:
પેસ્ટ બનાવવા માટે: 
  1. સમારેલી ડુંગળી 1 નંગ 
  2. લસણ 2 કળી 
  3. આદુ 1 ટુકડો 
  4. લીલાં  મરચાં 1 1/2 નંગ 
  5. ફુદીનો 10 થી 12  પાન  
છોલે  બનાવવા માટે: 
  1. મોટો એલચો, તમાલપત્ર અને ટી બેગ નાંખીને બાફેલા કાબુલી ચણા 1 કપ 
  2. તેલ 2 ટેબલસ્પૂન 
  3. વનસ્પતિ ઘી 3 થી 4 ટેબલસ્પૂન 
  4. જીરું 1/2 ટેબલસ્પૂન 
  5. ક્રશ કરેલાં ટામેટાં 2 નંગ   
  6. ગરમ મસાલો 1 ટીસ્પૂન 
  7. ધાણાજીરું 1 ટેબલસ્પૂન 
  8. લાલ મરચું 1/2 ટીસ્પૂન
  9. બાફીને સ્મેશ કરેલાં બટાટા 2 ટેબલસ્પૂન 
  10. પાણી 
  11. કિચનકિંગ મસાલો 1/2 ટીસ્પૂન
  12. મીઠું 
  13. લીંબુનો રસ 1 ટીસ્પૂન 
રીત;
પેસ્ટ બનાવવા માટે:
  1. એક મિક્સર જારમાં ડુંગળી, લસણ, આદું, લીલાં મરચાં અને ફુદીનો લઇ બરાબર ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરો. 
છોલે માટેની રીત:
  1. એક પેન કે કઢાઈ માં તેલ, વનસ્પતિ ઘી લઇ ગરમ થાય એટલે જીરું ઉમેરી સાંતળો.  
  2. ત્યારબાદ તેમાં ટામેટાં ની પ્યુરી અને થોડુંજ મીઠું ઉમેરી ઢાંકીને 5 મિનીટ માટે કુક થવા દો.
  3. હવે તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી થોડું ગરમ થવા દો.
  4. થઇ જાય એટલે તેમાં ગરમ મસાલો, ધાણાજીરું, લાલ મરચું પાવડર, બાફીને સ્મેશ કરેલા બટાટા અને થોડું પાણી ઉમેરી ઢાંકીને કુક થવા દો. 
  5. થઇ જાય પછી તેમાં બાફેલા ચણા (તમાલપત્ર, એલચો અને ટી  બેગ કાઢી લઈને લેવાં) અને ફરીથી થોડું વનસ્પતિ ઘી અને કિચનકિંગ મસાલો ઉમેરી ઢાંકી દઈને કુક થવા દો.
  6. છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી લો. 
  7. ઉપર ડુંગળીની સ્લાઈસ અને તળેલાં મરચાં મૂકી સર્વ કરો.

Tuesday, 21 July 2015

Strawberry Ice Cream


સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ



સામગ્રી:
  1. વ્હીપીંગ ક્રીમ 1 1/2 કપ 
  2. દૂધ 1 કપ 
  3. સ્ટ્રોબેરી પ્યુરી અથવા ફ્રોજન કરેલી સ્ટ્રોબેરીના ટુકડા 1/2 કપ 
  4. મિલ્ક પાવડર 1/4 કપ 
  5. કન્ડેન્સ્ડ મિલ્ક 1/3 કપ 
  6. દળેલી ખાંડ 1/2 કપ 
રીત:
  1. બાઉલમાં વ્હીપીંગ ક્રીમ લઇ બિટર વડે બીટ કરો. હલકું થઇ જશે. 
  2. હલકું થઇ જાય પછી જ તેમાં દળેલી ખાંડ ઉમેરી હલાવો.
  3. તેમાં સ્ટ્રોબેરી પલ્પ, મિલ્ક પાવડર, કન્ડેન્સ્ડ મિલ્ક અને દૂધ ઉમેરી ચમચા વડે હલાવીને ફ્રીજમાં 6 થી 7 કલાક સેટ થવા મુકો. 
  4. બહાર કાઢી સર્વ કરો.

Mango Ice Cream


મેંગો આઈસક્રીમ
  


સામગ્રી:
  1. વ્હીપીંગ ક્રીમ 3/4 (પોણો) કપ 
  2. મેંગો પલ્પ 3/4 કપ 
  3. દળેલી ખાંડ 1/4 કપ 
  4. મિલ્કપાવડર 1/4 કપ 
  5. દૂધ 1/2 કપ 
રીત: 
  1. બાઉલમાં વ્હીપીંગ ક્રીમ લઇ બિટર વડે બીટ કરો એકદમ હલકું થઇ જશે
  2. વ્હીપ થઇ જાય પછી એમાં દળેલી ખાંડ, મેંગો પલ્પ, દૂધ, મિલ્ક પાવડર ઉમેરી ચમચા વડે હલાવી લો. 
  3. ફીજમાં 6 થી 7 કલાક સેટ થવા મુકો.
  4. સેટ થાય પછી સર્વ કરો

Oreo Ice Cream

ઓરીઓ  બિસ્કીટ આઈસક્રીમ 

સામગ્રી:
  1. વ્હીપીંગ ક્રીમ 1 કપ,
  2. દૂધ 1 કપ, 
  3. ઓરીઓ બિસ્કીટ 4 થી 5 ટુકડામાં 
  4. મિલ્ક પાવડર 1/4 કપ 
  5. દળેલી  ખાંડ  1/4 કપ 
  6. કન્ડેન્સ્ડ  મિલ્ક 1/4 કપ 
  7. વેનીલા એસેન્સ 2 ટીંપા (ઓપ્શનલ)
રીત:
  1. બાઉલમાં વ્હીપીંગ ક્રીમ લઇ તેને બીટર વડે બીટ કરો. 
  2. તેમાં દૂધ, દળેલી ખાંડ,મિલ્ક પાવડર, કન્ડેન્સ્ડ મિલ્ક, અને ઓરીઓ બિસ્કીટ ઉમેરી ચમચા વડે મિક્સ કરો
  3. છેલ્લે વેનીલા એસેન્સ ઉમેરી મિક્સ કરો. 
  4. (બિસ્કીટ ઉમેર્યા પછી ખુબ હલાવવું નહિ.  વધારે હલાવવાથી  બિસ્કીટ નો બારીક ભૂકો થઇ જશે.)
  5. ફીજમાં 6 થી 7 કલાક ઠંડુ થવા મુકો.
  6. બહાર કાઢી સર્વ કરો
 

Eggless Venilaa Ice cream


એગલેસ વેનીલા આઈસક્રીમ



સામગ્રી: 
  1. વ્હીપીંગ ક્રીમ  1 1/2 કપ, 
  2. દૂધ 1 કપ, 
  3. વેનીલા એસેન્સ 1 1/2 ટીસ્પૂન, 
  4. મિલ્ક પાવડર 1/4 કપ 
  5. કન્ડેન્સ્ડ મિલ્ક 1/4 કપ 
  6. દળેલી ખાંડ  1/4 કપ 
રીત :  
  1. એક કઢાઈ  અથવા પેનમાં દૂધ અને દુધનો પાવડર ઉમેરી હલાવીને માત્ર ઉકળે ત્યાં સુધી થવા દો.
  2. તેને બીજા બાઉલમાં કાઢી લઇ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એમજ ઠંડુ થવા દો,
  3. બીજા એક બાઉલમાં વ્હીપીંગ ક્રીમ લઇ બીટર વડે બીટ કરો.
  4. હલકું થાય એટલે દળેલી ખાંડ ઉમેરી ફરીથી બીટ  કરો.
  5. અગાઉના મિલ્ક અને મિલ્ક પાવડરવાળા બાઉલમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને વેનીલા એસન્સ ઉમેરી મિક્સ કરો 
  6. હવે આ મિશ્રણ વ્હીપ્ડક્રીમ અને દળેલી ખાંડ વાળા બાઉલમાં ઉમેરો
  7. મિક્સ કરી ફ્રીજમાં 6 થી 7 કલાક માટે ઠંડુ થવા મુકો.અને પછી સ્કૂપ વડે સર્વ કરો

Friday, 17 July 2015

Chat Puri


ચાટપૂરી 



સામગ્રી:
  1. બાફેલા બટાટા 2 નંગ સમારીને 
  2. ફુદીનો અને કોથમીર સમારેલાં 1 ટેબલસ્પૂન,
  3. સંચળ 1/4 ટીસ્પૂન, 
  4. લાલ મરચું ચપટી,
  5. પાણીપુરીની પૂરી અથવા ચાટ પૂરી 
  6. સમારેલી ડુંગળી 
  7. સમારેલી કાચી કેરી 
  8. ખજુર આમલીની ચટણી 
  9. લીલી ચટણી 
  10. લસણની ચટણી 
  11. શેકેલું જીરું,મરી, સંચળ, 1 લવિંગ અને મીઠું નાખી વાટીને બનાવેલો મસાલો 
  12. ઝીણી સેવ
  13. ટામેટાં સમારેલાં ,
  14. કોથમીર 
રીત : 
  1. બાઉલમાં બાફીને સમારેલાં બટાટા લઇ તેમાં ફૂદીનો, કોથમીર, સંચળ અને લાલ મરચું ઉમેરી હલાવી લો. 
  2. હવે એક ડીશ માં પૂરું ગોઠવી (જો પાણીપુરીની પૂરી હોય તો ઉપરથી કાણાં પડી દેવાં) 
  3. તેની ઉપર બટાટા,સમારેલી ડુંગળી, કાચી કેરી, ખજુર  આમલીની ચટણી, લીલી ચટણી, લાલ ચટણી, બનાવેલો મસાલો, ઝીણી સેવ, અને ટામેટા સમારેલા મુકો 
  4. ઉપર બનાવેલો મસાલો છાંટી કોથ્મીર ભભરાવી સર્વ કરો.

Khajur Amlini chutney (date & temeriind chutney)


ખજુર આમલીની ગળી ચટણી :


સામગ્રી:
  1. ખજુરનો પલ્પ 200 ગ્રામ  (250 ગ્રામ ખજૂરને બી કાઢી લઇ ધોઈ તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરી કુકરમાં બાફી લો, 2 થી 3 વ્હીસ્લમાં થઇ જશેપછી તેને મિક્સરમાં ક્રશ કરી ગાળી લઇ પલ્પ તૈયાર થશે.)
  2. ગોળ 100 ગ્રામ
  3. લાલ મરચું 1 ટીસ્પૂન 
  4. શેકેલું જીરું પાવડર 1 ટીસ્પૂન,  
  5. આમલીનો પલ્પ 2 ટેબલસ્પૂન
  6. સંચળ 1/2 ટીસ્પૂન 
  7. મીઠું 1/2 ટીસ્પૂન
  8. પાણી 
રીત :
  1. એક પેન અથવા કઢાઈ માં ખજુરનો પલ્પ લો  
  2. તેમાં ગોળ, લાલ મરચું,   શેકેલું જીરું પાવડર, 2 ટેબલસ્પૂન પાણી, આમલીનો પલ્પ, સંચળઅને મીઠું ઉમેરી કુક થવા દો. 
  3. ખદખદે ત્યાં સુધી થવા દો, અને સર્વ કરો.

Lal chutney (Garlic chutney)


લસણની ચટણી :



સામગ્રી:
  1. લસણની કળી 18 થી 20 નંગ,
  2. લાલ મરચું પાવડર 1 1/2 ટેબલસ્પૂન 
  3. મીઠું, 
  4. ટમેટું નાનું 1 નંગ,  
રીત :
  1. મિક્સર જારમાં ટમેટું સમારીને, લાલ મરચું પાવડર, મીઠું અને લસણની કળી લઇ પેસ્ટ બનાવી લો. 
  2. જરૂર પડે તો 1 થી 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી ક્રશ કરવું.

Green chutney


ગ્રીનચટણી  (ચાટ, ભેળ માટેની )




સામગ્રી :
  1. દાંડી સાથેની કોથમીર 2 કપ,
  2. લીલા મરચાં  8 થી 9 નંગ, 
  3. દાળિયા 2 ટીસ્પૂન, 
  4. આદુ 1 ટુકડો, 
  5. વરીયાળી 1/2 ટીસ્પૂન,
  6. જીરું 1/2 ટીસ્પૂન, 
  7. લવિંગ 1 નંગ 
  8. મરી 4 થી 5 નંગ, 
  9. સંચળ પાવડર 1ટીસ્પૂન,
  10.  મીઠું,
  11. લીંબુનો રસ 1 ટેબલસ્પૂન,
  12. તેલ 1 ટીસ્પૂન,
  13. વાટવા માટે બરફના ટુકડા 
  14. ફુદીનો 1/2 કપ,
 રીત:
  1. એક મિક્સર જારમાં લીલા મરચાં, દાળિયા, આદું, વરીયાળી, જીરું, લવિંગ, સફેદમરી, સંચળ પાવડર, મીઠું, લીબુંનો રસ, તેલ, અને 4 થી 5 બરફના ટુકડા  ઉમેરી ક્રશ કરીલો, 
  2. થોડું ક્રશ કર્યા બાદ તેમાં બીજા 2 બરફના ટુકડા, અને દાંડી સાથેની સમારેલી કોથમીર અને ફૂદીનો ઉમેરી ક્રશ કરી લો અને સર્વ કરો.

Monday, 13 July 2015

Hara Bhara Kabab

હરા ભરા કબાબ 




સામગ્રી:
  1. પાલક સમારેલી 2 કપ, 
  2. બટાટા મધ્યમ સાઈઝનાં 2 નંગ 
  3. વટાણા  3/4 કપ(પોણો  કપ)ફ્રેશ અથવા ફ્રોઝન 
  4. ચાટ મસાલો 1 ટીસ્પૂન
  5. આમચુર પાવડર 1 ટી સ્પૂન 
  6. આદુંમરચાંની પેસ્ટ 2 ટીસ્પૂન 
  7. બેસન (ચણાનો લોટ) 2  1/2 ટેબલસ્પૂન
  8. મીઠું 
  9. તળવા માટે તેલ 
રીત: 
  1. તપેલીમાં પાણી અને મીઠું નાંખી  પાલકને 2 થી 3 મિનીટ બ્લાન્ચ કરી લો. અને ઠંડા પાણીમાં નાંખી બહાર કાઢી છૂટી પાડી દો. 
  2. કઢાઈ અથવા પેનમાં ચણાના લોટને હલકો શેકી લો.
  3. બટાટા અને વટાણા ને બાફી લો. 
  4. એક બાઉલમાં પાલક, બટાટા, વટાણા, આદુમરચાંની પેસ્ટ, આમચુર પાવડર, ચાટ મસાલો, શેકેલો ચણાનો લોટ, મીઠું ઉમેરી હલકા હાથે મસળો.અને ગોળ કબાબ વાળી લો.
  5. કઢાઈમાં તેલ મુકીને તળી લો અથવા શેલો ફ્રાય કરીદો.
  6. લીલી ચટણી સાથે સર્વ કરો 
  7. (ફુદીનાને કોથમીરની ચટણીમાં થોડું દહીં ઉમેરી મિક્સ કરીને લેવાથી સારું લાગે છે.)

Wednesday, 8 July 2015

Makhni Paneer


મખની પનીર 



સામગ્રી
  1. તેલ 1 ટીસ્પૂન 
  2.  આદું  1 ટેબલસ્પૂન 
  3. તમાલપત્ર 2 નંગ 
  4. ઈલાયચી 3 થી 4 નંગ 
  5. મોટો એલચો 1 નંગ 
  6. લવિંગ 2 નંગ 
  7. સમારેલાં ટામેટાં 4 નંગ 
  8. સૂકાં લાલ આખાં મરચાં 3 થી 4 નંગ 
  9. બટર  1 1//2 ટીસ્પૂન 
  10. કાજુ મગજતરીની પેસ્ટ 1/ 4કપ 
  11. મીઠું 
  12. હળદર ચપટી 
  13. લાલ મરચું પાવડર ચપટી 
  14. ગરમ મસાલો 1/2 ટીસ્પૂન 
  15. પંજાબી ગરમ મસાલો (કિચનકિંગ મસાલો) 1/2 ટીસ્પૂન 
  16. પાણી 
  17. મધ 1/2 ટીસ્પૂન 
  18. ક્સુરીમેથી 1 ટેબલસ્પૂન 
  19. પનીરના ટુકડા 1 કપ 
  20. ક્રીમ 1 ટેબલસ્પૂન 
  રીત: 
  1.  એક કઢાઈ માં તેલ લો.
  2. ગરમ થાય એટલે તેમાં આદું, તમાલપત્ર, ઈલાયચી, એલચો, લવિંગ અને સમારેલાં ટામેટાં લઇ સાંતળી લો. 
  3. બરાબર સંતળાઈ જાય પછી તેમાં સૂકાં લાલ આખાં મરચાં ઉમેરી કુક કરી ઠંડુ થવા દો.  
  4. ઠંડુ થયા બાદ મિક્સરમાં ક્રશ કરી ગાળી  લો. 
  5. હવે એક પેન કે કઢાઈ માં બટર લઇ તેમાં ટામેટાં ની ગ્રેવી, કાજુમગજતરીની પેસ્ટ, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, પંજાબી ગરમ મસાલો, પાણી, મધ, કસૂરી મેથી અને પનીરના ટુકડા ઉમેરી મિક્સ કરી દો.
  6. છેલ્લે તેમાં ક્રીમ અને બટર  ઉમેરી સર્વ કરો

Hot And Sour soup


હોટ  એન્ડ સોર સૂપ 




સામગ્રી:
વેજીટેબલ સ્ટોક બનાવવા માટે:
  1. પાણી 2 થી 3 ગ્લાસ
  2. કોબીજ મોટી સમારેલી 1 કપ 
  3. ફ્લાવર મોટું  સમારેલું 1/2 કપ 
  4. ગાજર મોટું  સમારેલું  1/2 કપ 
  5. સમારેલી સેલેરીની દાંડી 1 દાંડી 
  6. ડુંગળી મોટી સમારેલી 1 નંગ 
  7. આદું સમારેલું 4 થી 5 ટુકડા 
  8. લસણની 4 થી 5 કળી આખી

સૂપ બનાવવા માટે :
  1. બારીક સમારેલું લસણ 1 ટીસ્પૂન 
  2. બારીક સમારેલું આદું 1 ટીસ્પૂન 
  3. બારીક સમારેલું ગાજર 2 ટેબલસ્પૂન 
  4. બારીક સમારેલી કોબીજ 2 ટેબલસ્પૂન 
  5. બારીક સમારેલાં મશરૂમ 1/2 કપ 
  6. મીઠું
  7. મરી પાવડર 1/2 ટીસ્પૂન 
  8. વિનેગર 1 ટીસ્પૂન 
  9. સોયાસોસ 1 ટીસ્પૂન 
  10. આજીનો મોટો ચપટી 
  11. સર્વ કરવા માટે:
  12. ગાર્લિક બ્રેડ
ગાર્નીશિંગ માટે : 
લીલી ડુંગળી ઝીણી સમારેલી 2 ટીસ્પૂન 
રીત: 
વેજીટેબલ સ્ટોક માટે:
  1. એક પેન અથવા કઢાઈમાં પાણી લઇ તેમાં કોબીજ, ફ્લાવર, ગાજર, સેલેરીની ઝીણી સમારેલી દાંડી, ડુંગળી, આદું અને લસણ ઉમેરી કુક કરી લો. (લગભગ 1/2 કલાક હલાવતા રહી ઉકળવા દેવું.)
  2. આ રીતે વેજીટેબલ સ્ટોક તૈયાર થયો. હવે તેને ગાળી લો. 

સૂપ ની રીત

  1. હવે સ્ટોકને બીજા પેન કે કઢાઈ માં લઇ તેમાં લસણ, આદું, ગાજર, કોબીજ, ઝીણાં સમારેલાં મશરૂમ, મીઠું, મરી પાવડર, વિનેગર, સોયાસોસ અને આજીનો મોટો ઉમેરી કુક કરી લો. (થોડી વાર 2 થી 3 મિનીટ ઉકળવા દેવું.)
  2. સૂપ તૈયાર થઇ ગયા બાદ તેને સર્વિંગ બાઉલમાં લઇ ઉપર લીલી ડુંગળી ઝીણી સમારીને ભભરાવી ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરો.

Tuesday, 7 July 2015

Cooker Cake from Parle g and Hide & Seek Biscuit


કુકરમાં કેક (હાઇડ & સીક અને પારલે  જી બીસ્કીટમાંથી )



સામગ્રી:
  1. હાઇડ & સીક બિસ્કીટનું 1 પેક. 
  2. પારલે જી બિસ્કીટનાં 2 નાનાં પેક (8 થી 10 નંગ બિસ્કીટ ).
  3. વાટેલી ખાંડ (બુરું ખાંડ ) 1/4 કપ.
  4. વેનીલા એસેન્સ  1/4 ટીસ્પૂન.
  5. હુંફાળું દૂધ પોણો કપ (3/4 કપ).
  6. ઈનો (પ્લેન ) ફ્લેવર વિનાનો 2 પાઉચ.
 રીત : 
  1. બધાં હાઇડ & સીક બિસ્કીટને મિક્સર જારમાં વાટી લઇ એક બાઉલમાં કાઢી લો.
  2. બધાં પારલે જી બિસ્કીટને મિક્સર જારમાં વાટી લો. 
  3. બંને બિસ્કીટના ભૂકાને એક બાઉલમાં લઇ મિક્સ કરી દો. 
  4. તેમાં વાટેલી ખાંડ ઉમેરો. અને મિક્સ કરી દો.
  5. હવે તેમાં ધીરે ધીરે  થોડું થોડું કરીને હુંફાળું દૂધ ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ (બધું દૂધ એકીસાથે ઉમેરવું નહિ)
  6. બેટરની કન્સીસ્ટેન્સી (દૂધ વડે) ઢોંસાના ખીરા જેવી રાખવી.
  7. વેનીલા એસેન્સ 4 થી 6 ટીંપા ઉમેરી હલાવી લો. 
  8.  પ્રેશર કુકરમાં કાંઠલો મૂકી 2 ગ્લાસ પાણી રેડી ગેસ પર ગરમ થવા મુકો.
  9. એક સ્ટીલના કે એલ્યુમિનીયમના ડબ્બાને બટર અથવા તેલ વડે ગ્રીઝ કરી લો.
  10. કુકરમાંનું પાણી ગરમ થાય ત્યાંસુધી બિસ્કીટના મિક્ષ્ચરમાં ઇનોનાં 1 1/2 પેક ઉમેરી તરત જ ખુબ જ ઝડપથી હલાવો 
  11. મિક્ષ્ચર એકદમ હલકું થઇ જશે. 
  12. તેને બટર  લગાડેલા વાસણમાં લઇ બંને હાથ વડે પકડી એક બે વાર નીચેથી થપથપાવી તરતજ  કુકરમાં મુકેલા કાંઠલા ઉપર મૂકી કુકરનું ઢાંકણું  બંધ કરી દો.
  13. કુકરના ઢાંકણા પરથી વ્હીસલ કાઢી લેવી.
  14.  કુકરને 20 મિનીટ સુધી ફાસ્ટ તાપ પર અને 3 થી 4 મિનીટ સુધી ધીમા તાપ પર થવા દો.
  15.  કુકર ઠંડુ થઇ જાય એટલે ખોલી તેમાં રહેલા કેકના ડબ્બાને ધીરેથી બહાર કાઢી ટુથપીક કે ચપ્પુથી જોઈ લેવું કે કેક બરાબર ચઢી ગઈ છે કે નહીં  (જો ટુથપીક કે ચપ્પુ ઉપર કેક ચોંટે નહિ અને ટુથપીક કે ચપ્પુ ચોખ્ખાં જ બહાર નીકળે તો કેક ચઢી ગઈ કહેવાય)
  16. કેક ઠંડી થાય પછી અન્મોલ્ડ કરીને પીરસવી 
  17. આ માત્ર સ્પોન્જી કેકની રેસીપી છે ઉપર મનગમતું આઈસીંગ અને ડેકોરેશન કરવું.

Thursday, 2 July 2015

Panchamrut


પંચામૃત 


સામગ્રી 
  1. દહીં 4 ટેબલસ્પૂન 
  2. બુરું ખાંડ 2 ટેબલસ્પૂન 
  3. દૂધ 2 ટેબલસ્પૂન 
  4. મધ 2 ટેબલસ્પૂન  
  5. તુલસીના પાન 
રીત : 
  1. દહીં વલોવી તેમાં બુરું ખાંડ નાંખી હલાવી દેવું
  2. તેમાં દૂધ, મધ, ઘી, નાંખવાં. 
  3. તુલસીના પાન  ધોઈને નાંખવા.

Sukhadi



        સુખડી 



       સામગ્રી: 
  1. ઘઉંનો લોટ 250 ગ્રામ  
  2. ઘઉંનો જાડો લોટ 3 ટીસ્પૂન
  3. ઘી 250 ગ્રામ 
  4. ગોળ 200 ગ્રામ 
      અથવા 
  1. ઘઉંનો ઝીણો લોટ 1 વાડકી
  2. ઘઉંનો જાડો લોટ 1 ચમચી 
  3. ગોળ સમારેલો 1 વાડકી 
  4. ઘી 1 વાડકી  
      રીત: 
  1. કઢાઈમાં ઘી ગરમ થવા મુકી તેમાં ઘઉંનો ઝીણો અને જાડો લોટ નાંખવો.
  2. ધીમા તાપે આછો ગુલાબી રંગનો શેકવો.
  3. શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી સમારેલો ગોળ ઉમેરી સતત હલાવીને મિક્સ કરવું.
  4. થાળીમાં એકસરખું પાથરીને વાડકી વડે ઘસીને પાથરી દેવું.
  5. ગરમ હોય ત્યારેજ કાપા કરી દેવા.

Magas

મગસ


સામગ્રી :
  1. ચણાનો જાડો લોટ 250 ગ્રામ 
  2. ઘી 250 ગ્રામ 
  3. દૂધ થોડું (4 થી 5 ટેબલસ્પૂન) 
  4. બુરું ખાંડ  250 ગ્રામ 
  5. બદામ 
  6. પીસ્તા 
  7. ચારોળી 
  8. ઈલાયચી 

રીત:
  1. ઘી અને દુધને ગરમ કરીને ( 1 ટી સ્પૂન ઘી અને 4 થી 5 ટેબલસ્પૂન વડે )ચણાના લોટમાં ધાબો દેવો અને ઘઉં ચાળવાના ચરણાથી ચાળી  લેવો.)
  2. 1/2 કલાક રાખી મુકવો.
  3. કઢાઈમાં ઘી મૂકી ગરમ થાય એટલે ચણાનો લોટ નાંખી રતાશ પડતો શેકવો.
  4. શેકાઈ જાય એટલે તરત જ નીચે ઉતારી દેવો અને થોડી વાર હલાવ્યા કરવું. 
  5. ઠંડું થાય એટલે બુરું ખાંડ  અને ઈલાયચીનો ભૂકો નાંખી થાળીમાં ઠારી દેવું.
  6. કાપા કરી બદામની કતરણ,પીસ્તા સમારેલાં, અને ચારોળી નાખવા.

Wednesday, 1 July 2015

Fruit Salad


ફ્રુટસલાડ 

સામગ્રી:
  1. દૂધ 1 લિટર 
  2. કસ્ટર્ડ પાવડર 1 ટેબલસ્પૂન 
  3. ખાંડ  100 ગ્રામ 
  4. લીલી દ્રાક્ષ  100 ગ્રામ 
  5. કેળાં  
  6. સફરજન 
  7. ચીકુ
  8. હાફૂસ કેરી 250 ગ્રામ 
  9. ક્રીમ 
  10. આઈસક્રીમ  
  11. કેસર 
રીત:
  1. તપેલીમાં બધી બાજુએ ઘી લગાડી દૂધ ગરમ કરવા મુકવું. 
  2. બીજા વાસણમાં ઠંડા દુધમાં કસ્ટર્ડ પાવડર ઓગાળી તેને ગરમ ઉકળતા દુધમાં નાંખવું. નીચે ચોંટશે માટે સતત હલાવવું.
  3. ખાંડ નાંખવી.
  4. દુધને બે ઉભરા આવે એટલે નીચે ઉતારી ઠંડું થવા દેવું.
  5. બધાં સમારેલાં ફળ તેમાં નાંખવા.
  6. આઇસક્રીમ  અને ક્રીમ  ઓપ્શનલ છે. 
  7. જો કેસર આઇસક્રીમ લઈએ તો કલર અને ટેસ્ટ બંન્ને આવી જશે. 
 

Dudhpak

દૂધપાક 


       સામગ્રી:
  1. દૂધ 1 લીટર 
  2. ચોખા 1 ટીસ્પૂન (ઈચ્છા મુજબ )
  3. 100 ગ્રામ ખાંડ 
  4. બદામ 
  5. પીસ્તા 
  6. ચારોળી 
  7. ઈલાયચી 
  8. જાયફળ 
  9. કેસર 
     રીત :    
  1. તપેલીને અંદરથી બધી બાજુએથી ઘી વળી કરી તેમાં દૂધ રેડી ગરમ કરવા મુકવું
  2. હલાવતા રહેવું જેથી ચોંટે નહીં 
  3. બરબા ઉકલે એટલે ચોખા ધોઈ, લુછીને  નાંખવા. 
  4. ચોખા ચઢી જાય પછી ખાંડ નાંખવી.
  5. બરાબર ઉકળે અને સહેજ કલર બદલાય એટલે ઉતારી લેવું
  6. બદામ પિસ્તાની કતરણ કરીને નાંખવી.
  7. ઈલાયચીનો ભૂકો અને ચારોળી નાંખવી.
  8. જાયફળનો ભૂકો અને કેસર ઓગળીને નાંખવું
  9. હુંફાળો દૂધપાક સર્વ કરવો.


Cream Salad

      ક્રીમ સલાડ 


     
       સામગ્રી :
  1. ક્રીમ 500 મિલિ. 
  2. દૂધ 100 મિલિ.
  3. ખાંડ 50 ગ્રામ  
  4. સફરજન 
  5. પાઈનેપલ 
  6. ચીકુ 
  7. કેળાં  
  8. ચેરી  
  9. વેનીલા  
  10. 50 ગ્રામ  વેનીલા આઇસક્રીમ 
       રીત: 
  1. દૂધ ગરમ કરી ખાંડ નાંખી ઠંડુ કરવું.
  2. થાળું દૂધ ક્રીમમાં મિક્સ કરી ફ્રુટ સમારીને નાંખવાં 
  3. વેનીલા આઈસ્ક્રીમ ઉમેરવો. 
  4. (500 મિલિ ક્રીમ હોય તો 1 કિલો ફ્રુટ જોઈએ).  


 

Butter Paneer Masala (Dhaba Style)


બટર  પનીર મસાલા (ઢાબા સ્ટાઇલ)   



 સામગ્રી:
  1. ટામેટાં  8 નંગ 
  2. પનીરના  ટુકડા 200 ગ્રામ  
  3. કોથમીર 2 ટેબલસ્પૂન 
  4. ડુંગળી 3 નંગ 
  5. બટર  3 ટેબલસ્પૂનથી થોડું વધારે  
  6. કાળી ઈલાયચી(એલચો)2 નંગ 
  7. લીલી ઈલાયચી 4 નંગ 
  8. તમાલપત્ર 2 નંગ 
  9. જીરું 1 ટીસ્પૂન 
  10. આખાં લાલ  મરચાં  2 નંગ 
  11. તેલ 2 ટેબલસ્પૂન
  12. આદું લસણની પેસ્ટ 1 1/2 ટેબલસ્પૂન 
  13. મીઠું 
  14. લાલ મરચું પાવડર 2 ટેબલસ્પૂન 
  15. જીરાપાવડર 1 ટીસ્પૂન 
  16. ગરમ મસાલો 1 ટીસ્પૂન 
  17. કસૂરી મેથી 1 ટીસ્પૂન  
  18. ક્રીમ 2 ટેબલસ્પૂન 
રીત :
  1. ટામેટાને મોટા ટુકડામાં કાપીને મિક્સર કે બ્લેન્ડર વડે ક્રશ કરીને પલ્પ બનાવો.
  2. ડુંગળીને પણ મોટી સમારીને  મિક્સર કે બ્લેન્ડર વડે ક્રશ કરી લો. 
  3. કઢાઈમાં તેલ ગરમ થવા મુકો.
  4. તેલ ગરમ થાય એટલે એમાં જીરું,બંને ઈલાયચી,તમાલપત્ર,લાલ આખાં મરચાં ઊમેરો.
  5. થોડું થઇ જાય એટલે આદું લસણની પેસ્ટ 2 ટીસ્પૂન, બટર 3 ટેબલસ્પૂન ઉમેરો. 
  6. ક્રશ કરેલી ડુંગળી ઉમેરો, મીઠું નાંખી સાંતળો.
  7. ટામેટાનો પલ્પ ઉમેરો.  હલાવતા રહી ઢાંકીને થોડી વાર (5 થી 7 મિનીટ) થવા દો.     
  8. ઘટ્ટ થઇ જાય પછી જીરા પાવડર, લાલ મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો, 1 ટીસ્પૂન ખાંડ, ક્સુરીમેથી હાથથી મસળીને ઉમેરી હલાવી 1 મિનીટ થવા દો.
  9. 1/2 કપ પાણી, થોડી કોથમીર, પનીરના ટુકડા ઉમેરો અને હલાવો.
  10. ખદખદે એટલે 3 ટેબલસ્પૂન ક્રીમ ઉમેરી 3 થી 4 મિનીટ થવા દો  જેથી ઘટ્ટ થઇ જશે. 
  11. તેલ છુટું પડે એટલું થવા દો 
  12. સર્વ કરો.

 




= window.adsbygoogle || []).push({});