પોપકોર્ન ભેળ :
- મીઠું નાંખી ને વઘારેલા પોપકોર્ન એક મોટો બાઉલ
- બાફેલાં બટાટા સમારીને 2 નંગ
- સમારેલી ડુંગળી 1 ટેબલસ્પૂન
- સમારેલાં ટામેટાં 2 ટેબલસ્પૂન
- કેપ્સીકમ 1 ટેબલસ્પૂન
- સમારેલાં ટામેટાં 2 નંગ
- ડાઇસ કરેલી ડુંગળી 1 કપ
- લસણ 2 કળી
- તેલ 1 ટેબલસ્પૂન
- લાલમરચું પાવડર 1/2 ટેબલસ્પૂન
- ઓરેગાનો 1/2 ટીસ્પૂન
- મીઠું
- ટોમેટો કેચપ 2 ટેબલસ્પૂન
- ચીઝ સ્પ્રેડ 3 ટેબલસ્પૂન
- ચીલી ફ્લેક્સ 1/2 ટીસ્પૂન
- એક પેન અથવા કઢાઈમાં તેલ, લસણની કળી, ડાઈસ કરેલી ડુંગળી ઉમેરી તેને સાંતળી લો.
- ત્યારબાદ તેમાં સમારેલાં ટામેટાં ઉમેરી કુક કરી લો.
- તેમાં મીઠું, મરચુંપાવડર, ઓરેગાનો, અને ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરી દો.
- થોડું જ ઠંડુ થાય એટલે (થોડું ગરમ હોય એવું રાખવું.) તેને મિક્સર જારમાં લઇ ક્રશ કરી લો. અને બાઉલમાં કાઢી લો.
- હવે તેમાં ટોમેટો કેચપ અને ચીઝ સ્પ્રેડ ઉમેરી હલાવી ચટણી તૈયાર કરો.
ભેળ માટે:
- બીજા એક બાઉલમાં મીઠું નાંખીને વઘારેલા પોપકોર્ન, બાફેલાં બટાટાના ટુકડાં, સમારેલી ડુંગળી, સમારેલાં ટામેટાં, સમારેલાં કેપ્સીક્મ ઉમેરી મિક્સ કરી દો.
- ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ચટણી ઉમેરી બરાબર મિક્સ કરીલો.
- બાઉલમાં કાઢી ઉપર થોડી ડુંગળી અને ઓરેગાનો છાંટી સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment