Search This Blog

Showing posts with label ખજુર આમલીની ગળી ચટણી. Show all posts
Showing posts with label ખજુર આમલીની ગળી ચટણી. Show all posts

Friday, 17 July 2015

Khajur Amlini chutney (date & temeriind chutney)


ખજુર આમલીની ગળી ચટણી :


સામગ્રી:
  1. ખજુરનો પલ્પ 200 ગ્રામ  (250 ગ્રામ ખજૂરને બી કાઢી લઇ ધોઈ તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરી કુકરમાં બાફી લો, 2 થી 3 વ્હીસ્લમાં થઇ જશેપછી તેને મિક્સરમાં ક્રશ કરી ગાળી લઇ પલ્પ તૈયાર થશે.)
  2. ગોળ 100 ગ્રામ
  3. લાલ મરચું 1 ટીસ્પૂન 
  4. શેકેલું જીરું પાવડર 1 ટીસ્પૂન,  
  5. આમલીનો પલ્પ 2 ટેબલસ્પૂન
  6. સંચળ 1/2 ટીસ્પૂન 
  7. મીઠું 1/2 ટીસ્પૂન
  8. પાણી 
રીત :
  1. એક પેન અથવા કઢાઈ માં ખજુરનો પલ્પ લો  
  2. તેમાં ગોળ, લાલ મરચું,   શેકેલું જીરું પાવડર, 2 ટેબલસ્પૂન પાણી, આમલીનો પલ્પ, સંચળઅને મીઠું ઉમેરી કુક થવા દો. 
  3. ખદખદે ત્યાં સુધી થવા દો, અને સર્વ કરો.

= window.adsbygoogle || []).push({});