એગલેસ વેનીલા આઈસક્રીમ
સામગ્રી:
- વ્હીપીંગ ક્રીમ 1 1/2 કપ,
- દૂધ 1 કપ,
- વેનીલા એસેન્સ 1 1/2 ટીસ્પૂન,
- મિલ્ક પાવડર 1/4 કપ
- કન્ડેન્સ્ડ મિલ્ક 1/4 કપ
- દળેલી ખાંડ 1/4 કપ
- એક કઢાઈ અથવા પેનમાં દૂધ અને દુધનો પાવડર ઉમેરી હલાવીને માત્ર ઉકળે ત્યાં સુધી થવા દો.
- તેને બીજા બાઉલમાં કાઢી લઇ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એમજ ઠંડુ થવા દો,
- બીજા એક બાઉલમાં વ્હીપીંગ ક્રીમ લઇ બીટર વડે બીટ કરો.
- હલકું થાય એટલે દળેલી ખાંડ ઉમેરી ફરીથી બીટ કરો.
- અગાઉના મિલ્ક અને મિલ્ક પાવડરવાળા બાઉલમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને વેનીલા એસન્સ ઉમેરી મિક્સ કરો
- હવે આ મિશ્રણ વ્હીપ્ડક્રીમ અને દળેલી ખાંડ વાળા બાઉલમાં ઉમેરો
- મિક્સ કરી ફ્રીજમાં 6 થી 7 કલાક માટે ઠંડુ થવા મુકો.અને પછી સ્કૂપ વડે સર્વ કરો
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment