બટર પનીર મસાલા (ઢાબા સ્ટાઇલ)
સામગ્રી:
- ટામેટાં 8 નંગ
- પનીરના ટુકડા 200 ગ્રામ
- કોથમીર 2 ટેબલસ્પૂન
- ડુંગળી 3 નંગ
- બટર 3 ટેબલસ્પૂનથી થોડું વધારે
- કાળી ઈલાયચી(એલચો)2 નંગ
- લીલી ઈલાયચી 4 નંગ
- તમાલપત્ર 2 નંગ
- જીરું 1 ટીસ્પૂન
- આખાં લાલ મરચાં 2 નંગ
- તેલ 2 ટેબલસ્પૂન
- આદું લસણની પેસ્ટ 1 1/2 ટેબલસ્પૂન
- મીઠું
- લાલ મરચું પાવડર 2 ટેબલસ્પૂન
- જીરાપાવડર 1 ટીસ્પૂન
- ગરમ મસાલો 1 ટીસ્પૂન
- કસૂરી મેથી 1 ટીસ્પૂન
- ક્રીમ 2 ટેબલસ્પૂન
- ટામેટાને મોટા ટુકડામાં કાપીને મિક્સર કે બ્લેન્ડર વડે ક્રશ કરીને પલ્પ બનાવો.
- ડુંગળીને પણ મોટી સમારીને મિક્સર કે બ્લેન્ડર વડે ક્રશ કરી લો.
- કઢાઈમાં તેલ ગરમ થવા મુકો.
- તેલ ગરમ થાય એટલે એમાં જીરું,બંને ઈલાયચી,તમાલપત્ર,લાલ આખાં મરચાં ઊમેરો.
- થોડું થઇ જાય એટલે આદું લસણની પેસ્ટ 2 ટીસ્પૂન, બટર 3 ટેબલસ્પૂન ઉમેરો.
- ક્રશ કરેલી ડુંગળી ઉમેરો, મીઠું નાંખી સાંતળો.
- ટામેટાનો પલ્પ ઉમેરો. હલાવતા રહી ઢાંકીને થોડી વાર (5 થી 7 મિનીટ) થવા દો.
- ઘટ્ટ થઇ જાય પછી જીરા પાવડર, લાલ મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો, 1 ટીસ્પૂન ખાંડ, ક્સુરીમેથી હાથથી મસળીને ઉમેરી હલાવી 1 મિનીટ થવા દો.
- 1/2 કપ પાણી, થોડી કોથમીર, પનીરના ટુકડા ઉમેરો અને હલાવો.
- ખદખદે એટલે 3 ટેબલસ્પૂન ક્રીમ ઉમેરી 3 થી 4 મિનીટ થવા દો જેથી ઘટ્ટ થઇ જશે.
- તેલ છુટું પડે એટલું થવા દો
- સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment