- પાણી 2 થી 3 ગ્લાસ
- કોબીજ મોટી સમારેલી 1 કપ
- ફ્લાવર મોટું સમારેલું 1/2 કપ
- ગાજર મોટું સમારેલું 1/2 કપ
- સમારેલી સેલેરીની દાંડી 1 દાંડી
- ડુંગળી મોટી સમારેલી 1 નંગ
- આદું સમારેલું 4 થી 5 ટુકડા
- લસણની 4 થી 5 કળી આખી
સૂપ બનાવવા માટે :
- બારીક સમારેલું લસણ 1 ટીસ્પૂન
- બારીક સમારેલું આદું 1 ટીસ્પૂન
- બારીક સમારેલું ગાજર 2 ટેબલસ્પૂન
- બારીક સમારેલી કોબીજ 2 ટેબલસ્પૂન
- બારીક સમારેલાં મશરૂમ 1/2 કપ
- મીઠું
- મરી પાવડર 1/2 ટીસ્પૂન
- વિનેગર 1 ટીસ્પૂન
- સોયાસોસ 1 ટીસ્પૂન
- આજીનો મોટો ચપટી
- સર્વ કરવા માટે:
- ગાર્લિક બ્રેડ
લીલી ડુંગળી ઝીણી સમારેલી 2 ટીસ્પૂન
વેજીટેબલ સ્ટોક માટે:
- એક પેન અથવા કઢાઈમાં પાણી લઇ તેમાં કોબીજ, ફ્લાવર, ગાજર, સેલેરીની ઝીણી સમારેલી દાંડી, ડુંગળી, આદું અને લસણ ઉમેરી કુક કરી લો. (લગભગ 1/2 કલાક હલાવતા રહી ઉકળવા દેવું.)
- આ રીતે વેજીટેબલ સ્ટોક તૈયાર થયો. હવે તેને ગાળી લો.
સૂપ ની રીત
- હવે સ્ટોકને બીજા પેન કે કઢાઈ માં લઇ તેમાં લસણ, આદું, ગાજર, કોબીજ, ઝીણાં સમારેલાં મશરૂમ, મીઠું, મરી પાવડર, વિનેગર, સોયાસોસ અને આજીનો મોટો ઉમેરી કુક કરી લો. (થોડી વાર 2 થી 3 મિનીટ ઉકળવા દેવું.)
- સૂપ તૈયાર થઇ ગયા બાદ તેને સર્વિંગ બાઉલમાં લઇ ઉપર લીલી ડુંગળી ઝીણી સમારીને ભભરાવી ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
my first chinese soup
ReplyDeletehome made soup like rastoorant
ReplyDelete