Search This Blog

Showing posts with label Ice cream. Show all posts
Showing posts with label Ice cream. Show all posts

Tuesday, 21 July 2015

Mango Ice Cream


મેંગો આઈસક્રીમ
  


સામગ્રી:
  1. વ્હીપીંગ ક્રીમ 3/4 (પોણો) કપ 
  2. મેંગો પલ્પ 3/4 કપ 
  3. દળેલી ખાંડ 1/4 કપ 
  4. મિલ્કપાવડર 1/4 કપ 
  5. દૂધ 1/2 કપ 
રીત: 
  1. બાઉલમાં વ્હીપીંગ ક્રીમ લઇ બિટર વડે બીટ કરો એકદમ હલકું થઇ જશે
  2. વ્હીપ થઇ જાય પછી એમાં દળેલી ખાંડ, મેંગો પલ્પ, દૂધ, મિલ્ક પાવડર ઉમેરી ચમચા વડે હલાવી લો. 
  3. ફીજમાં 6 થી 7 કલાક સેટ થવા મુકો.
  4. સેટ થાય પછી સર્વ કરો

Oreo Ice Cream

ઓરીઓ  બિસ્કીટ આઈસક્રીમ 

સામગ્રી:
  1. વ્હીપીંગ ક્રીમ 1 કપ,
  2. દૂધ 1 કપ, 
  3. ઓરીઓ બિસ્કીટ 4 થી 5 ટુકડામાં 
  4. મિલ્ક પાવડર 1/4 કપ 
  5. દળેલી  ખાંડ  1/4 કપ 
  6. કન્ડેન્સ્ડ  મિલ્ક 1/4 કપ 
  7. વેનીલા એસેન્સ 2 ટીંપા (ઓપ્શનલ)
રીત:
  1. બાઉલમાં વ્હીપીંગ ક્રીમ લઇ તેને બીટર વડે બીટ કરો. 
  2. તેમાં દૂધ, દળેલી ખાંડ,મિલ્ક પાવડર, કન્ડેન્સ્ડ મિલ્ક, અને ઓરીઓ બિસ્કીટ ઉમેરી ચમચા વડે મિક્સ કરો
  3. છેલ્લે વેનીલા એસેન્સ ઉમેરી મિક્સ કરો. 
  4. (બિસ્કીટ ઉમેર્યા પછી ખુબ હલાવવું નહિ.  વધારે હલાવવાથી  બિસ્કીટ નો બારીક ભૂકો થઇ જશે.)
  5. ફીજમાં 6 થી 7 કલાક ઠંડુ થવા મુકો.
  6. બહાર કાઢી સર્વ કરો
 

Eggless Venilaa Ice cream


એગલેસ વેનીલા આઈસક્રીમ



સામગ્રી: 
  1. વ્હીપીંગ ક્રીમ  1 1/2 કપ, 
  2. દૂધ 1 કપ, 
  3. વેનીલા એસેન્સ 1 1/2 ટીસ્પૂન, 
  4. મિલ્ક પાવડર 1/4 કપ 
  5. કન્ડેન્સ્ડ મિલ્ક 1/4 કપ 
  6. દળેલી ખાંડ  1/4 કપ 
રીત :  
  1. એક કઢાઈ  અથવા પેનમાં દૂધ અને દુધનો પાવડર ઉમેરી હલાવીને માત્ર ઉકળે ત્યાં સુધી થવા દો.
  2. તેને બીજા બાઉલમાં કાઢી લઇ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એમજ ઠંડુ થવા દો,
  3. બીજા એક બાઉલમાં વ્હીપીંગ ક્રીમ લઇ બીટર વડે બીટ કરો.
  4. હલકું થાય એટલે દળેલી ખાંડ ઉમેરી ફરીથી બીટ  કરો.
  5. અગાઉના મિલ્ક અને મિલ્ક પાવડરવાળા બાઉલમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને વેનીલા એસન્સ ઉમેરી મિક્સ કરો 
  6. હવે આ મિશ્રણ વ્હીપ્ડક્રીમ અને દળેલી ખાંડ વાળા બાઉલમાં ઉમેરો
  7. મિક્સ કરી ફ્રીજમાં 6 થી 7 કલાક માટે ઠંડુ થવા મુકો.અને પછી સ્કૂપ વડે સર્વ કરો
= window.adsbygoogle || []).push({});