છોલે રેસ્ટોરન્ટ સ્ટાઈલ
સામગ્રી:
પેસ્ટ બનાવવા માટે:
- સમારેલી ડુંગળી 1 નંગ
- લસણ 2 કળી
- આદુ 1 ટુકડો
- લીલાં મરચાં 1 1/2 નંગ
- ફુદીનો 10 થી 12 પાન
- મોટો એલચો, તમાલપત્ર અને ટી બેગ નાંખીને બાફેલા કાબુલી ચણા 1 કપ
- તેલ 2 ટેબલસ્પૂન
- વનસ્પતિ ઘી 3 થી 4 ટેબલસ્પૂન
- જીરું 1/2 ટેબલસ્પૂન
- ક્રશ કરેલાં ટામેટાં 2 નંગ
- ગરમ મસાલો 1 ટીસ્પૂન
- ધાણાજીરું 1 ટેબલસ્પૂન
- લાલ મરચું 1/2 ટીસ્પૂન
- બાફીને સ્મેશ કરેલાં બટાટા 2 ટેબલસ્પૂન
- પાણી
- કિચનકિંગ મસાલો 1/2 ટીસ્પૂન
- મીઠું
- લીંબુનો રસ 1 ટીસ્પૂન
પેસ્ટ બનાવવા માટે:
- એક મિક્સર જારમાં ડુંગળી, લસણ, આદું, લીલાં મરચાં અને ફુદીનો લઇ બરાબર ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરો.
- એક પેન કે કઢાઈ માં તેલ, વનસ્પતિ ઘી લઇ ગરમ થાય એટલે જીરું ઉમેરી સાંતળો.
- ત્યારબાદ તેમાં ટામેટાં ની પ્યુરી અને થોડુંજ મીઠું ઉમેરી ઢાંકીને 5 મિનીટ માટે કુક થવા દો.
- હવે તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી થોડું ગરમ થવા દો.
- થઇ જાય એટલે તેમાં ગરમ મસાલો, ધાણાજીરું, લાલ મરચું પાવડર, બાફીને સ્મેશ કરેલા બટાટા અને થોડું પાણી ઉમેરી ઢાંકીને કુક થવા દો.
- થઇ જાય પછી તેમાં બાફેલા ચણા (તમાલપત્ર, એલચો અને ટી બેગ કાઢી લઈને લેવાં) અને ફરીથી થોડું વનસ્પતિ ઘી અને કિચનકિંગ મસાલો ઉમેરી ઢાંકી દઈને કુક થવા દો.
- છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી લો.
- ઉપર ડુંગળીની સ્લાઈસ અને તળેલાં મરચાં મૂકી સર્વ કરો.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment