હરા ભરા કબાબ
સામગ્રી:
સામગ્રી:
- પાલક સમારેલી 2 કપ,
- બટાટા મધ્યમ સાઈઝનાં 2 નંગ
- વટાણા 3/4 કપ(પોણો કપ)ફ્રેશ અથવા ફ્રોઝન
- ચાટ મસાલો 1 ટીસ્પૂન
- આમચુર પાવડર 1 ટી સ્પૂન
- આદુંમરચાંની પેસ્ટ 2 ટીસ્પૂન
- બેસન (ચણાનો લોટ) 2 1/2 ટેબલસ્પૂન
- મીઠું
- તળવા માટે તેલ
- તપેલીમાં પાણી અને મીઠું નાંખી પાલકને 2 થી 3 મિનીટ બ્લાન્ચ કરી લો. અને ઠંડા પાણીમાં નાંખી બહાર કાઢી છૂટી પાડી દો.
- કઢાઈ અથવા પેનમાં ચણાના લોટને હલકો શેકી લો.
- બટાટા અને વટાણા ને બાફી લો.
- એક બાઉલમાં પાલક, બટાટા, વટાણા, આદુમરચાંની પેસ્ટ, આમચુર પાવડર, ચાટ મસાલો, શેકેલો ચણાનો લોટ, મીઠું ઉમેરી હલકા હાથે મસળો.અને ગોળ કબાબ વાળી લો.
- કઢાઈમાં તેલ મુકીને તળી લો અથવા શેલો ફ્રાય કરીદો.
- લીલી ચટણી સાથે સર્વ કરો
- (ફુદીનાને કોથમીરની ચટણીમાં થોડું દહીં ઉમેરી મિક્સ કરીને લેવાથી સારું લાગે છે.)
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment