હોમમેડ મસાલા સોડા
- સુગર સીરપ પોણો કપ (આશરે 5થી 6 ટી સ્પૂન)
- 1 લીંબુનો રસ (6 ટી સ્પૂન)
- સંચળ પાવડર 2 ટીસ્પૂન
- ચાટ મસાલો 2 ટીસ્પૂન
- કાળામરી નો તાજો વાટેલો પાવડર 1 ટીસ્પૂન
- બરફનો ભૂકો
- એરેટેડ ડ્રિન્ક (સાદી સોડાની બોટલ)
- એક ગ્લાસમાં સુગર સીરપ, લીંબુનો રસ, સંચળ પાવડર, ચાટ મસાલો, કાળામરીનો તાજો પાવડર ઉમેરી ચમચી વડે હલાવી લેવું
- હવે તેમાં બરફનો ભૂકો ઉમેરી ફરીથી હલાવી લેવું.
- તેમા સાદી સોડાની બોટલ ખોલી રેડીને ચમચી વડે સહેજ હલાવી તરતજ સર્વ કરવું

No comments:
Post a Comment