Search This Blog

Showing posts with label chutney. Show all posts
Showing posts with label chutney. Show all posts

Friday, 17 July 2015

Khajur Amlini chutney (date & temeriind chutney)


ખજુર આમલીની ગળી ચટણી :


સામગ્રી:
  1. ખજુરનો પલ્પ 200 ગ્રામ  (250 ગ્રામ ખજૂરને બી કાઢી લઇ ધોઈ તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરી કુકરમાં બાફી લો, 2 થી 3 વ્હીસ્લમાં થઇ જશેપછી તેને મિક્સરમાં ક્રશ કરી ગાળી લઇ પલ્પ તૈયાર થશે.)
  2. ગોળ 100 ગ્રામ
  3. લાલ મરચું 1 ટીસ્પૂન 
  4. શેકેલું જીરું પાવડર 1 ટીસ્પૂન,  
  5. આમલીનો પલ્પ 2 ટેબલસ્પૂન
  6. સંચળ 1/2 ટીસ્પૂન 
  7. મીઠું 1/2 ટીસ્પૂન
  8. પાણી 
રીત :
  1. એક પેન અથવા કઢાઈ માં ખજુરનો પલ્પ લો  
  2. તેમાં ગોળ, લાલ મરચું,   શેકેલું જીરું પાવડર, 2 ટેબલસ્પૂન પાણી, આમલીનો પલ્પ, સંચળઅને મીઠું ઉમેરી કુક થવા દો. 
  3. ખદખદે ત્યાં સુધી થવા દો, અને સર્વ કરો.

Lal chutney (Garlic chutney)


લસણની ચટણી :



સામગ્રી:
  1. લસણની કળી 18 થી 20 નંગ,
  2. લાલ મરચું પાવડર 1 1/2 ટેબલસ્પૂન 
  3. મીઠું, 
  4. ટમેટું નાનું 1 નંગ,  
રીત :
  1. મિક્સર જારમાં ટમેટું સમારીને, લાલ મરચું પાવડર, મીઠું અને લસણની કળી લઇ પેસ્ટ બનાવી લો. 
  2. જરૂર પડે તો 1 થી 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી ક્રશ કરવું.

Green chutney


ગ્રીનચટણી  (ચાટ, ભેળ માટેની )




સામગ્રી :
  1. દાંડી સાથેની કોથમીર 2 કપ,
  2. લીલા મરચાં  8 થી 9 નંગ, 
  3. દાળિયા 2 ટીસ્પૂન, 
  4. આદુ 1 ટુકડો, 
  5. વરીયાળી 1/2 ટીસ્પૂન,
  6. જીરું 1/2 ટીસ્પૂન, 
  7. લવિંગ 1 નંગ 
  8. મરી 4 થી 5 નંગ, 
  9. સંચળ પાવડર 1ટીસ્પૂન,
  10.  મીઠું,
  11. લીંબુનો રસ 1 ટેબલસ્પૂન,
  12. તેલ 1 ટીસ્પૂન,
  13. વાટવા માટે બરફના ટુકડા 
  14. ફુદીનો 1/2 કપ,
 રીત:
  1. એક મિક્સર જારમાં લીલા મરચાં, દાળિયા, આદું, વરીયાળી, જીરું, લવિંગ, સફેદમરી, સંચળ પાવડર, મીઠું, લીબુંનો રસ, તેલ, અને 4 થી 5 બરફના ટુકડા  ઉમેરી ક્રશ કરીલો, 
  2. થોડું ક્રશ કર્યા બાદ તેમાં બીજા 2 બરફના ટુકડા, અને દાંડી સાથેની સમારેલી કોથમીર અને ફૂદીનો ઉમેરી ક્રશ કરી લો અને સર્વ કરો.
= window.adsbygoogle || []).push({});