Search This Blog

Showing posts with label soup. Show all posts
Showing posts with label soup. Show all posts

Wednesday, 8 July 2015

Hot And Sour soup


હોટ  એન્ડ સોર સૂપ 




સામગ્રી:
વેજીટેબલ સ્ટોક બનાવવા માટે:
  1. પાણી 2 થી 3 ગ્લાસ
  2. કોબીજ મોટી સમારેલી 1 કપ 
  3. ફ્લાવર મોટું  સમારેલું 1/2 કપ 
  4. ગાજર મોટું  સમારેલું  1/2 કપ 
  5. સમારેલી સેલેરીની દાંડી 1 દાંડી 
  6. ડુંગળી મોટી સમારેલી 1 નંગ 
  7. આદું સમારેલું 4 થી 5 ટુકડા 
  8. લસણની 4 થી 5 કળી આખી

સૂપ બનાવવા માટે :
  1. બારીક સમારેલું લસણ 1 ટીસ્પૂન 
  2. બારીક સમારેલું આદું 1 ટીસ્પૂન 
  3. બારીક સમારેલું ગાજર 2 ટેબલસ્પૂન 
  4. બારીક સમારેલી કોબીજ 2 ટેબલસ્પૂન 
  5. બારીક સમારેલાં મશરૂમ 1/2 કપ 
  6. મીઠું
  7. મરી પાવડર 1/2 ટીસ્પૂન 
  8. વિનેગર 1 ટીસ્પૂન 
  9. સોયાસોસ 1 ટીસ્પૂન 
  10. આજીનો મોટો ચપટી 
  11. સર્વ કરવા માટે:
  12. ગાર્લિક બ્રેડ
ગાર્નીશિંગ માટે : 
લીલી ડુંગળી ઝીણી સમારેલી 2 ટીસ્પૂન 
રીત: 
વેજીટેબલ સ્ટોક માટે:
  1. એક પેન અથવા કઢાઈમાં પાણી લઇ તેમાં કોબીજ, ફ્લાવર, ગાજર, સેલેરીની ઝીણી સમારેલી દાંડી, ડુંગળી, આદું અને લસણ ઉમેરી કુક કરી લો. (લગભગ 1/2 કલાક હલાવતા રહી ઉકળવા દેવું.)
  2. આ રીતે વેજીટેબલ સ્ટોક તૈયાર થયો. હવે તેને ગાળી લો. 

સૂપ ની રીત

  1. હવે સ્ટોકને બીજા પેન કે કઢાઈ માં લઇ તેમાં લસણ, આદું, ગાજર, કોબીજ, ઝીણાં સમારેલાં મશરૂમ, મીઠું, મરી પાવડર, વિનેગર, સોયાસોસ અને આજીનો મોટો ઉમેરી કુક કરી લો. (થોડી વાર 2 થી 3 મિનીટ ઉકળવા દેવું.)
  2. સૂપ તૈયાર થઇ ગયા બાદ તેને સર્વિંગ બાઉલમાં લઇ ઉપર લીલી ડુંગળી ઝીણી સમારીને ભભરાવી ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરો.
= window.adsbygoogle || []).push({});