મગસ
સામગ્રી :
- ચણાનો જાડો લોટ 250 ગ્રામ
- ઘી 250 ગ્રામ
- દૂધ થોડું (4 થી 5 ટેબલસ્પૂન)
- બુરું ખાંડ 250 ગ્રામ
- બદામ
- પીસ્તા
- ચારોળી
- ઈલાયચી
રીત:
- ઘી અને દુધને ગરમ કરીને ( 1 ટી સ્પૂન ઘી અને 4 થી 5 ટેબલસ્પૂન વડે )ચણાના લોટમાં ધાબો દેવો અને ઘઉં ચાળવાના ચરણાથી ચાળી લેવો.)
- 1/2 કલાક રાખી મુકવો.
- કઢાઈમાં ઘી મૂકી ગરમ થાય એટલે ચણાનો લોટ નાંખી રતાશ પડતો શેકવો.
- શેકાઈ જાય એટલે તરત જ નીચે ઉતારી દેવો અને થોડી વાર હલાવ્યા કરવું.
- ઠંડું થાય એટલે બુરું ખાંડ અને ઈલાયચીનો ભૂકો નાંખી થાળીમાં ઠારી દેવું.
- કાપા કરી બદામની કતરણ,પીસ્તા સમારેલાં, અને ચારોળી નાખવા.
![](https://fd681cd3a0a40380ca85-667b5de929945cccc984187d6da5be32.ssl.cf1.rackcdn.com/icon/logos_white/l8tC5-bUthxF3+V5ZajY/WhatsApp_Logo_2.png)
No comments:
Post a Comment