મખની પનીર
સામગ્રી:
- તેલ 1 ટીસ્પૂન
- આદું 1 ટેબલસ્પૂન
- તમાલપત્ર 2 નંગ
- ઈલાયચી 3 થી 4 નંગ
- મોટો એલચો 1 નંગ
- લવિંગ 2 નંગ
- સમારેલાં ટામેટાં 4 નંગ
- સૂકાં લાલ આખાં મરચાં 3 થી 4 નંગ
- બટર 1 1//2 ટીસ્પૂન
- કાજુ મગજતરીની પેસ્ટ 1/ 4કપ
- મીઠું
- હળદર ચપટી
- લાલ મરચું પાવડર ચપટી
- ગરમ મસાલો 1/2 ટીસ્પૂન
- પંજાબી ગરમ મસાલો (કિચનકિંગ મસાલો) 1/2 ટીસ્પૂન
- પાણી
- મધ 1/2 ટીસ્પૂન
- ક્સુરીમેથી 1 ટેબલસ્પૂન
- પનીરના ટુકડા 1 કપ
- ક્રીમ 1 ટેબલસ્પૂન
- એક કઢાઈ માં તેલ લો.
- ગરમ થાય એટલે તેમાં આદું, તમાલપત્ર, ઈલાયચી, એલચો, લવિંગ અને સમારેલાં ટામેટાં લઇ સાંતળી લો.
- બરાબર સંતળાઈ જાય પછી તેમાં સૂકાં લાલ આખાં મરચાં ઉમેરી કુક કરી ઠંડુ થવા દો.
- ઠંડુ થયા બાદ મિક્સરમાં ક્રશ કરી ગાળી લો.
- હવે એક પેન કે કઢાઈ માં બટર લઇ તેમાં ટામેટાં ની ગ્રેવી, કાજુમગજતરીની પેસ્ટ, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, પંજાબી ગરમ મસાલો, પાણી, મધ, કસૂરી મેથી અને પનીરના ટુકડા ઉમેરી મિક્સ કરી દો.
- છેલ્લે તેમાં ક્રીમ અને બટર ઉમેરી સર્વ કરો
No comments:
Post a Comment