It's providing "Rasoi" recipes in Gujarati language. Cooking food recipes to get in Gujarati. Cooking Ingredients measurements in Gujarati, Rajsthani, South Indian,Punjabi, Chinese, Sizzlers, and Traditional types of vegetarian foods and Breakfasts.
Search This Blog
Monday, 15 May 2017
Pudina sharbat
Mango frouty
મેંગો ફ્રૂટી
સામગ્રી
- 2 નંગ પાકી કેરી
- 1 નંગ કાચી કેરી
- ખાંડ જરૂર મુજબ
- પાણી
રીત
- કેરીના ટુકડા કરી કૂકરમાં લઇ થોડું (1 ગ્લાસ ) પાણી ઉમેરી 3 થી 4 સીટી થવા દો.
- કુકર થાય તે દરમ્યાન તપેલીમાં ખાંડ લઇ તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરી માત્ર ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ કરો.
- કૂકરને ઠંડુ થવા દઈ તેમાંથી કેરી નિતારીને કાઢી મિક્સરમાં ક્રશ કરીલો.
- ગાળી લઇ તેમાં જરૂર મુજબ ઠંડુ પાણી કે બરફ ઉમેરી હલાવીને સર્વ કરો.
Tuesday, 7 March 2017
Farali idali
ફરાળી ઢોકળાં
સામગ્રી
(1) 1 કપ મોરૈયો
(2) 1 કપ દહીં
(3) 2 ટેબલસ્પૂન સાબુદાણા
(4) મીઠૂ
(5)1/2 ટીસ્પુન સાજીનાંફુ્લ
(6)તેલ (સ્ટેન્ડને ગ્રીઝ કરવા માટે)
રીત
(1) મોરૈયો અને સાબુદાણા એક મિકક્ષર જારમાં લઈ કરકરા દળી લો.
(2)એક બાઊલમાં લઈ તેમાં દહીં ઊમેરી મિકસ કરી જરૂર જેટલુ પાણી ઊમેરી ઈડલી જેવું ખીરૂ બનાવો.અને 15 મિનીટ ઢાંકીને રહેવા દો.
(3)ઈડલીના સ્ટેન્ડમાં તેલ લગાવી દો.અને ખીરામાં મીઠુ ઊમેરી હલાવી લો.
(4) 1/4 ટીસ્પૂન સાજીનાંફૂલ ઊમેરી મિકસ કરી ઈડલીના સ્ટેન્ડમાં રેડી 10 મિનીટ માટે બફાવા મૂકો.
(5)5 મિનીટ પછી બહાર કાઢવુ.અને ફરાળી ચટણી સાથે સર્વ કરવુ.
Tuesday, 21 February 2017
ઉપમા
ઉપમા
સામગ્રી
- 2 ટેબલસ્પૂન તેલ
- 1/2 ટીસ્પૂન રાઈ
- હિંગ
- ચપટી અડદની દાળ
- મીઠા લીમડાના પાન 4 થી 5
- ઝીણી સમારેલી ડુંગળી 1 નાની
- હળદર (ચપટી થી પણ ઓછી)
- રવો 1/2 કપ
- મોળી છાશ 1 કપ (છાશને બદલે પાણી પણ લેવાય. પાણી લીધું હોય તો 4 દાણા લીંબુના ફૂલ લેવાં )
- મીઠું
- ચપટી ખાંડ
- ઝીણાં સમારેલાં લીલાં મરચાં 2 નંગ
- 1 નાનું ટામેટું ઝીણું સમારેલું
- ચપટી ખાંડ
- કોથમીર
રીત :
- એક કઢાઈમાં તેલ લઇ તેમાં રાઈ અને અડદની દાળ, હિંગ, મીઠા લીમડાનો વઘાર કરો. અને સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો
- સંતળાઈ જાય પછી તેમાં હળદર તથા રવો ઉમેરી હલાવતા રહી બરાબર શેકો.
- રવો બરાબર શેકાઈ જાય પછી તેમાં છાશ, મીઠું, ઝીણાં સમારેલાં મરચાં, ચપટી ખાંડ અને ટામેટાં ઉમેરી હલાવી દો (ગઠ્ઠા ન રહે એ રીતે સતત હલાવતા રહી શેકવું.)
- બધું બરાબર મિક્સ કરી થોડી વાર કૂક થવા દો
- કુક થઇ જાય પછી કોથમીર ભભરાવી સર્વ કરો.
Wednesday, 24 August 2016
ગ્રીન ગોટા
ગ્રીન ગોટા
સામગ્રી
- ચણાનો લોટ 150 ગ્રામ
- રવો 2 ટેબલસ્પૂન
- ચોખાનો લોટ 1 ટેબલસ્પૂન
- તલ 1 ટેબલસ્પૂન
- હિંગ 1/2 ટીસ્પૂન
- લીલાં મરચાં 3 થી 4 નંગ
- મીઠું
- ખાંડ 1 ટીસ્પૂન
- આદુલસણની પેસ્ટ 1 1/2 ટીસ્પૂન
- બારીક સમારેલી કોથમીર 5O ગ્રામ
- બારીક સમારેલી પાલક 50 ગ્રામ
- બારીક સમારેલી લીલી ડુંગળી 50 ગ્રામ
- બારીક સમારેલી મેથીની ભાજી 50 ગ્રામ
- દહીં 50 ગ્રામ
- સાજીનાં ફૂલ 1/4 ટીસ્પૂન
- ગરમ તેલ 1 ટીસ્પૂન
અન્ય સામગ્રી : તેલ તળવા માટે
રીત
- ખીરું બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, તલ, રવો, હિંગ, લીલાં મરચાં, મીઠું, ખાંડ, આદુ લસણની પેસ્ટ, કોથમીર, પાલક, લીલી ડુંગળી, મેથીની ભાજી અને દહીં લઇ મિક્સ કરી લો.જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરી 10 મિનીટ રેસ્ટ આપો.
- હવે તેમાં ખાવાનો સોડા (સાજીનાં ફૂલ) અને ગરમ તેલ ઉમેરી હલાવીને બરાબર મિકસ કરીને ગરમ તેલમાં નાના નાના ગોટા ઉતારો. (પહેલાં કાચા હોય ત્યારે જ ઉતારીને 2 મિનીટ પછી ફરીથી ગરમ જ તેલમાં તળવાથી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થશે.) (2 મિનીટ પછી જયારે તળો ત્યારે તેલ એકદમ ગરમ જ હોવું જોઈએ, તેલ જો ઠંડુ હશે તો ગોટામાં તેલ ભરાઈ જશે ) અને તળેલા મરચાં તેમજ બેસન ચટણી સાથે સર્વ કરો
- ખીરું બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, તલ, રવો, હિંગ, લીલાં મરચાં, મીઠું, ખાંડ, આદુ લસણની પેસ્ટ, કોથમીર, પાલક, લીલી ડુંગળી, મેથીની ભાજી અને દહીં લઇ મિક્સ કરી લો.જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરી 10 મિનીટ રેસ્ટ આપો.
- હવે તેમાં ખાવાનો સોડા (સાજીનાં ફૂલ) અને ગરમ તેલ ઉમેરી હલાવીને બરાબર મિકસ કરીને ગરમ તેલમાં નાના નાના ગોટા ઉતારો. (પહેલાં કાચા હોય ત્યારે જ ઉતારીને 2 મિનીટ પછી ફરીથી ગરમ જ તેલમાં તળવાથી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થશે.) (2 મિનીટ પછી જયારે તળો ત્યારે તેલ એકદમ ગરમ જ હોવું જોઈએ, તેલ જો ઠંડુ હશે તો ગોટામાં તેલ ભરાઈ જશે ) અને તળેલા મરચાં તેમજ બેસન ચટણી સાથે સર્વ કરો
Friday, 29 July 2016
આલું ટીક્કી ચાટ
આલું ટીક્કી ચાટ
સામગ્રી
- બાફેલા બટાટા ૩ નંગ
- બ્રેડક્રમ્સ ૩ ટેબલસ્પૂન
- આદુ-મરચાની પેસ્ટ ૩ ટેબલસ્પૂન
- જીરું 1 ટીસ્પૂન
- મીઠું
- કોર્નફલોર જરૂર મુજબ (ટિક્કીને રગદોળવા માટે )
- ચાટ મસાલો 1 ટીસ્પૂન
રગડો બનાવવા માટે
- તેલ 2 ટેબલસ્પૂન
- જીરું ચપટી
- ઝીણી સમારેલી ડુંગળી 1 ટેબલસ્પૂન
- મીઠા લીમડાના પાન 4 થી 5
- ચણાનો લોટ 1 ટેબલસ્પૂન
- બાફેલા સફેદ છોલે ચણા 1 બાઉલ
- મીઠું
- હળદર ચપટી
- લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન
- ગરમ મસાલો 1 ટીસ્પૂન
- પાણી જરૂર મુજબ
- આમલી-ગોળની ચટણી
- ગ્રીન ચટણી (કોથમીર,મરચાં,ફુદીનો,લસણ )
- લસણની ચટણી
- ઝીણાં સમારેલાં ટામેટા 2 ટેબલસ્પૂન
- ઝીણી સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન
- ઝીણી મોળી સેવ 2 ટેબલસ્પૂન
- કોથમીર સમારેલી 2 ટેબલસ્પૂન
- દાડમના દાણા 2 ટેબલસ્પૂન
રીત
ટીક્કી બનાવવા માટે
- બાઉલમાં બાફેલા બટાટાને મેશ કરી લો.
- તેમાં બ્રેડક્રમ્સ, આદુ-મરચાંની પેસ્ટ, જીરું, ચાટ મસાલો અને મીઠું નાખી મિક્સ કરી લો.
- તેમાંથી નાના ટીક્કી વાળી શકાય એવડા લુઆ લઈને ટીક્કી વાળી લો.
- ટિક્કીને કોર્ન્ફ્લોરમાં રગદોળી ને તેલમાં ડીપ ફ્રાય કરી લો. (થોડું તેલ લઈને શેલો ફ્રાય પણ કરી શકાય.) આ રીતે ટીક્કી તૈયાર થશે
રગડો બનાવવા માટે
- એક કઢાઈમાં તેલ લઇ તેમાં જીરું,લીમડાના પાન ઉમેરી, જીરું તતડે એટલે ઝીણી સમારેલી ડુંગળીઉમેરી સાંતળો.
- હવે એમાં ચણાનો લોટ ઉમેરી તરત જ હલાવો. અને બાફેલા ચણા ઉમેરી હલાવીને પાણી ઉમેરો.
- ઉકળે એટલે તેમાં મીઠું, હળદર,મરચું પાવડર, ગરમ મસાલો નાખી કુક કરો. (1 ટીસ્પૂન ખાંડ નાખવી હોય તો નાખી શકાય)
- આ રીતે રગડો તૈયાર થયો.
- સર્વિંગ પ્લેટમાં ટીક્કી લઇ તેની ઉપર રગડો રેડીને ઉપરથી આમલીની ગળી ચટણી, લીલી ચટણી, લાલ લસણની ચટણી રેડો.
- તેની ઉપર જ ઝીણી સમારેલી ડુંગળી, ઝીણાં સમારેલાં ટામેટા, દાડમના દાણા, ઝીણી મોળી સેવ, કોથમીર ભભરાવીને સર્વ કરો.
Thursday, 28 July 2016
Methina ladu
મેથીના લાડુ
સામગ્રી
- ઘઉંનો લીટ 200 ગ્રામ
- સમારેલો ગોળ 1 બાઉલ
- ઘી 250 ગ્રામ (લોટ શેકવા માટે ) અને ગોળનો પાયો કરવા માટે બીજું 200 ગ્રામ જેટલું ઘી
- ગંઠોડા પાવડર 1/2 કપ અથવા 50 ગ્રામ
- સુંઠ પાવડર 1/2 કપ અથવા 50 ગ્રામ
- કાજુનો ભૂકો 1 બાઉલ અથવા 50 ગ્રામ
- બદામની કતરણ 1 બાઉલ અથવા 50 ગ્રામ
- પીસ્તાનો ભૂકો 1 બાઉલ અથવા 50 ગ્રામ
- કોપરાની છીણ 1/2 બાઉલ
- ઈલાયચી 1 ચમચી
રીત
- એક કઢાઈમાં ઘી 250 ગ્રામ જેટલું લઈને તેમાં ઘઉંનો લોટ લઇ તેને બરાબર શેકી લો.
- લોટનો કલર સહેજ બદામી થાય એટલે તેમાં મેથીનો લોટ (વાટેલી મેથી) ઉમેરી તેને શેકી લો. બધું જ બરાબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરીને થોડી વાર હલાવીને રહેવા દો.
- બીજી કઢાઈમાં 200 ગ્રામ જેટલું ઘી લઇ તેમાં સમારેલો ગોળ 200 ગ્રામ જેટલો લઇ તેને શેકીને ગોળ ઘીનો પાયો થવા દો. (ઘીમાં ગોળ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી દઈ થોડી વાર સતત હલાવ્યા કરવું આને પાયો થઇ ગયો કહેવાય)
- તૈયાર થયેલા ગોળ ઘીના પાયાને શેકેલા લોટની કઢાઈમાં નાખી દઈ મિક્સ કરી, તેમાં બદામ- પીસ્તાની કતરણ, કાજુનો ભૂકો, કોપરાની છીણ, ઈલાયચી પાવડર, સુંઠ પાવડર, ગંઠોડા પાવડર ઉમેરી બરાબર મિક્સ કરીને એકદમ ઠંડુ થવા દો.
- ઠંડુ થયા પછી તેના લાડુ વળી લો. (જો તેના લાડુ ન વાળવા હોય તો ગરમ હોય ત્યારે જ એક થાળીમાં પાથરી દઈ તેના કાપા કરી દેવા.)અને સર્વ કરો.
Thursday, 21 July 2016
Rajasthani mirchi vada
રાજસ્થાની મિરચી વડાં
સામગ્રી
સ્ટફિંગ માટે
- 250 ગ્રામ બાફેલાં બટાટા મેશ કરીને
- મીઠું
- 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર
- 2 ટીસ્પૂન આમચૂર પાવડર /ચાટ મસાલો
- 2 ટીસ્પૂન ધાણા પાવડર
- ચપટી હિંગ
- 2 ટીસ્પૂન વરીયાળીનો ભૂકો (સહેજ શેકી લેવી)
- 4 લીલાં મરચા ઝીણાં સમારીને
- 10 થી 12 નંગ મોટા લાંબા રાજસ્થાની લીલાં મરચાં
ખીરું બનાવવા માટે
- 2 કપ ચણાનો લોટ
- મીઠું
- પાણી
- ચપટી સાજીનાં ફૂલ
- તળવા માટે તેલ
રીત :
- રાજસ્થાની લીલાં મરચાંને વચ્ચેથી ઉભી ચીરીઓ કરીને તેમાંથી બી કાઢી નાંખો
- હવે સ્ટફિંગ માટે એક બાઉલમાં બાફીને મેશ કરેલાં બટાકા લઇ તેમાં મીઠું, મરચું પાવડર, ચાટ મસાલો, ધાણા પાવડર, હિંગ, વરીયાળીનો ભૂકો, ઝીણાં સમારેલાં મરચાં ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. આ રીતે સ્ટફિંગ તૈયાર થયું.
- વચ્ચેથી ઉભા કાપેલા મરચાંમાં આ સ્ટફિંગ સારી રીતે ભરી લો.
- ખીરું બનાવવા માટે એક મોટા બાઉલમાં 1 કપ ચણાનો લોટ લઇ તેમાં મીઠું અને ચપટી સાજીના ફૂલ ઉમેરી પાણી વડે ખીરું (બટાટાવડાં જેવું) બનાવો.
- હવે ભરેલાં મરચાંને ખીરામાં બોળીને ગરમ તેલમાં મધ્યમ આંચ પર અંદરથી કાચાં ન રહે એ રીતે તળીલો. અને કેચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.
Wednesday, 20 July 2016
ઈડલી ચાટ
ઈડલી ચાટ
સામગ્રી :
વઘાર માટે
- તેલ 4 ટેબલસ્પૂન
- અડદની દાળ 1 ટેબલસ્પૂન
- ઝીણાં સમારેલા લીલાં મરચાં 2 ટીસ્પૂન
- મીઠા લીમડાના પણ 8 થી 10 નંગ
- સમારેલી ડુંગળી 1 નંગ
- મીઠું
- કેપ્સીકમ સમારેલું 1 નંગ
- ખારી સીંગ ટુકડા કરીને ૩ ટેબલસ્પૂન
- આદુની ચીરીઓ નાની ૧ ટીસ્પૂન
અન્ય સામગ્રી
- તૈયાર નાની ઈડલી અથવા રેગ્યુલર ઈડલીના મોટા ટુકડા ૧ કપ(ઈડલીનું ખીરું રેગ્યુલર ખીર કરતા થોડું વધારે ઘટ્ટ રાખવું અને ઈડલી મુકતી વખતે તેમાં સાજીના ફૂલ કે ઈનો કઈ પણ નાખ્યા વગર જ ઈડલી બનાવવી )
- ટામેટુ 1 નંગ સમારીને
- બાફેલા મકાઈના દાણા ૩ ટેબલસ્પૂન
- ચીલી સોસ 2 ટેબલસ્પૂન
- ટમેટો સોસ 4 ટેબલસ્પૂન
- દાડમના દાણા 2 ટેબલસ્પૂન
- ચણાની મસાલાવાળી દાળ 1 ટેબલસ્પૂન (ફરસાણ વાળી )
- સમારેલી કોથમીર 2 ટેબલસ્પૂન
- તીખી અને મોળી સેવ 2 થી ૩ ટેબલસ્પૂન
ગાર્નીશિંગ માટે :
- દાડમના દાણા
- કોથમીર
રીત
- એક કઢાઈમાં તેલ મૂકી તેમાં અડદની દાળ, ઝીણાં સમારેલાં લીલાં મરચાં, મીઠો લીમડો, સમારેલી ડુંગળી, અને સહેજ જ મીઠું ઉમેરી હલાવી થોડું જ સાંતળો.
- હવે તેમાં સમારેલાં કેપ્સીકમ ઉમેરી સંતળાઈ જાય પછી તેમાં ખારી શીંગ, સમારેલું આદુ ઉમેરી મિક્સ કરો. ગેસ બંધ કરી દો.
- તેમાં તૈયાર ઈડલી અથવા ઈડલીના કટકા ઉમેરી સમારેલું ટમેટું, બાફેલા મકાઈના દાણા અને બાકીનું મીઠું ઉમેરી હલાવી દો.
- તેમાં ચીલી સોસ અને ટમેટો સોસ ઉમેરી મીકીસ કરો.
- એક પ્લેટમાં કાઢી ઠંડુ થાય પછી તેમાં દાડમના દાણા, ચણાની મસાલાવાળી દાળ અને કોથમીર ઉમેરીને મિક્સ કરો.
- સર્વિંગ ડીશમાં લઇ ઉપરથી તીખી તથા મોળી સેવ ભભરાવો.તેના પર ફરીથી ચણાની મસાલાવાળી દાળ ભભરાવી દાડમના દાણા તથા કોથમીર ભભરાવી સર્વ કરો.
Thursday, 14 July 2016
હરાભરા કબાબ
હરાભરા કબાબ
સામગ્રી :
- બટર ૧ ટેબલસ્પૂન
- તેલ ૩ થી ૪ ટેબલસ્પૂન
- બારીક સમારેલું લસણ ૧ ટેબલસ્પૂન
- બારીક સમારેલાં લીલાં મરચાં ૧ ટેબલસ્પૂન
- કાચા કેળાં છીણીને ૩ ટેબલસ્પૂન
- બાફેલા બટાટા છીણીને ૩ ટેબલસ્પૂન
- બાફેલાં ફણસી અને ગાજર બારીક સમારીને ૩ ટેબલસ્પૂન
- ક્રશ કરેલા વટાણા ૩ ટેબલ સ્પૂન
- પાલક બ્લાંચ કરીને 2 ટેબલસ્પૂન
- મીઠું
- ચાટ મસાલો ૧/૨ ટેબલસ્પૂન
- કિચનકિંગ મસાલો ૧/૨ ટેબલસ્પૂન
- કસૂરી મેથી ૧ ટેબલસ્પૂન
- લાલ મરચું પાવડર ૧/૨ ટેબલસ્પૂન
- પાલકની પ્યુરી 2 ટેબલસ્પૂન
- બ્રેડ ક્રમ્સ 2 ટેબલસ્પૂન
- તેલ તળવા માટે
- લીંબુનો રસ ૧ ટીસ્પૂન
- છીણેલું પનીર ૧ ટીસ્પૂન
- કાજુનો ભૂકો ૧ ટીસ્પૂન
- કોર્નફલોર ૧ ટીસ્પૂન
રીત:
- એક કઢાઈ કે પેનમાં બટર અને તેલ લઇ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ, ઝીણાં સમારેલાં લીલાં મરચાં ઉમેરી થોડાં સાંતળો.
- હવે તેમાં છીણેલા કાચા કેળાં, બાફીને છીણેલા બટાટા, ચોપ કરેલા ગાજર અને ફણસી, ક્રશ કરેલાં વટાણા, બ્લાંચ કરેલી પલક ઉમેરી મિક્સ કરો.
- હવે તેમાં મીઠું, ચાટ મસાલો, કિચનકિંગ મસાલો, ક્સુરીમેથી, લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરો,
- હવે તેમાં પાલકની પેસ્ટ ઉમેરી સારી રીતે ભેળવી દો.
- બ્રેડક્રમ્સ ઉમેરી હલાવી દો.
- મિશ્રણ ને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો.
- હવે તેમાં લીંબુનો રસ, છીણેલું પનીર, કાજુનો ભૂકો, કોર્નફલોર, અને થોડાં બ્રેડક્રમ્સ ઉમેરી મીક્સ કરો.
- હવે તેમાંથી નાની સાઈઝના ગોળા બનાવી ટીકીનો શેપ આપો.
- ઉપર કાજુ મૂકી હળવા હાથે પ્રેસ કરી બ્રેડક્રમ્સમાં રગદોળીને બધી ટીકીઓ બનાવી લો.
- એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં આ ટીકીઓ ગોલ્ડન બ્રાઉન રંગની તળીલો.
- સલાડ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Wednesday, 13 July 2016
લીલી હળદરનું શાક
લીલી હળદરનું શાક
સામગ્રી :
- 250 ગ્રામ ઘી
- 250 ગ્રામ લીલી હળદર છીણીને
- 250 ગ્રામ લીલું લસણ ઝીણું સમારીને
- 250 ગ્રામ ડુંગળીની પેસ્ટ
- 250 ગ્રામ ટામેટાની પેસ્ટ
- 250 ગ્રામ લીલા મરચાની પેસ્ટ
- 50 ગ્રામ આદુનો પેસ્ટ
- 2૦૦ ગ્રામ ગોળ છીણીને
- 200 ગ્રામ કોથમીર સમારીને
- મીઠું
- 1 ટેબલસ્પૂન મરચું પાવડર
- 1/2 ટીસ્પૂન ગરમ મસાલો
- 2૦૦ ગ્રામ મોળું દહીં
- બાજરીના રોટલા (સર્વ કરવા માટે )
રીત:
- એક પેન કે કઢાઈ માં ઘી લઇ થોડું જ ગરમ થવા દો.
- તેમાં છીણેલી લીલી હળદર ઉમેરી હલાવો. અને સાંતળવા દો.
- હળદર સંતળાઈ જાય પછી તેમાં 250 ગ્રામ લીલું લસણ ઉમેરી સાંતળો.
- લસણ સંતળાઈ જાય ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરી પછી ટામેટાની પેસ્ટ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરી તેને બરાબર શેકાવા દો.
- શેકાઈ જાય પછી તેમા 50 ગ્રામ આદુની પેસ્ટ, ઝીણો સમારેલો ગોળ, 200 ગ્રામ કોથમીર ઉમેરી થોડી વાર માટે થવા દો
- જરૂર પ્રમાણે મીઠું ઉમેરો.
- મરચું પાવડર, ગરમ મસાલો અને મોળું દહીં ઉમેરી હલાવીને થોડી વાર માટે ચઢવા દો.
- છેલ્લે તેલ છૂટવા લાગશે પછી ગરમ રોટલા સાથે સર્વ કરો.
Tuesday, 12 April 2016
Rajkotni chutny
રાજકોટની ચટણી
સામગ્રી
- સીંગદાણા 1/2 કપ
- તીખાં લીલા મરચાં 1/2 કપ
- મીઠું
- હળદર 1/4 ટીસ્પૂન
- લીંબુના ફૂલ 1/2 ટીસ્પૂન (લીંબુનો રસ પણ લઇ શકાય પરંતુ સ્ટોર કરવું હોય તો લીંબુનાં ફૂલ વાપરવાં)
- તીખાં ગાંઠિયા 4 ટેબલસ્પૂન
- જરૂર લાગે તો જ પાણી (ચટણી સ્ટોર કરવી હોય તો પાણી ન ઉમેરવું)
ગાર્નીશિંગ માટે :
દાડમ, ડુંગળી, કોથમીર
રીત
- એક મિક્સર જારમાં સીંગદાણા, લીલાં મરચાં, મીઠું, લીંબુના ફૂલ, તીખાં ગાંઠિયા અને હળદર ઉમેરી મિક્સરમાં વાટી લો.
- અત્યારે જાડી પેસ્ટ જેવું જ બનશે. જયારે સર્વ કરો ત્યારે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી હલાવીને વાપરવી
- કઈ વાનગીમાં વાપરો છો એના આધારે ગાર્નીશીંગ ઉમેરવું.
Wednesday, 16 March 2016
LADI PAV IN COOKER
લાદીપાવ કુકરમાં
સામગ્રી
- મેંદો 200 ગ્રામ
- મિલ્ક પાવડર 2 ટેબસ્પૂન
- મીઠું ચપટી
- બટર 2 ટેબલસ્પૂન
- દૂધ 150 મિલી.(હુંફાળું)
- ખાંડ 2 ટીસ્પૂન
- ડ્રાય યીસ્ટ 1 ટીસ્પૂન
- મીઠું (કુકરમાં નીચે પાથરવા માટે લગભગ 1/2 ઇંચ જેટલું પથરાય એટલુ લેવું )
- બીજુ થોડું દૂધ બ્રશિંગ માટે
- બટર બ્રશિંગ માટે
રીત
- એક બાઉલમાં હુંફાળું દૂધ લઇ તેમાં ખાંડ અને ડ્રાય યીસ્ટ લઇ ચમચી વડે હલાવી ઢાંકણ ઢાંકી 10 થી 12 મિનીટ મૂકી રાખો.
- હવે બીજા બાઉલમાં મેંદો લો.
- તેમાં મિલ્ક પાવડર, મીઠું અને 10 થી 12 મિનીટ માટે મૂકી રાખેલું દૂધ લઇ ચમચી વડે મિક્સ કરીને મિશ્રણને સીલીકોન મેટ પર લઇ હાથ વડે સપાટી પર દબાવતા જઈ અને સાથે સાથે ખેચતા જઈ થોડીવાર માટે આ રીતે કરો.
- હવે થોડું 2 ટીસ્પૂન બટર લઇ ફરીથી કણક ને કેળવો. અને હાથમાં લઇ રફ બાજુ નીચે આવે એ રીતે બધી બાજુથી ખેંચીને નીચે ઉતરતા જઈ ગ્રીસ કરેલા એક બાઉલમાં મુકી ઉપર થોડો પાણી વાળો હાથ ફેરવી ઢાંકણ ઢાંકીને કોઈ હુંફાળી જગ્યાએ 1 થી 2 કલાક માટે આથો આવવા માટે મુકો.
- હવે એક પહોળા કુકુરમાં નીચે કોરું મીઠું પાથરી ઢાંકણ ઢાંકી કુકરને પ્રીહિટ કરવા માટે મુકો.(કુકરનું ઢાંકણ ઢાંકતા પહેલા કુકરની વ્હીસલ અને રીંગ કાઢી લેવી.)
- મેટ પર કોરો મેંદો ભભરાવી તેની પર આથો આવી ગયેલા મેંદાને લઈને મેંદાને બરાબર કેળવો.
- હવે તેમાંથી એકસરખા ગોળા વાળી હથેળીમાં પોલા હાથે ગોળ ગોળ ફેરવતા જઈ ગોળ જ લુઆ બનાવો.(ગોળાને દબાવવ નહિ ગોળ જ રહેવા દેવા)
- હવે ગ્રીઝ કરેલી ટ્રેમાં મૂકી ઢાંકીને ફરીથી જ્યાં સુધી ફૂલી જાય ત્યાં સુધી આથો આવવા માટે મૂકી રાખો.
- આથો આવી ગયા બાદ તેની ઉપર દુધથી બ્રશિંગ કરીને પ્રીહીટ કરેલા કુકરમાં વાયર રેક મૂકી તેની ઉપર લુંઆવાળી ટ્રે મૂકી કુકરનું ઢાંકણ બંધ કરીને 15 થી 20 મિનીટ માટે મીડીયમ હિટ પર થવા દો.
- બેક થયા બાદ તેના ઉપર બટર વડે બ્રશિંગ કરી સાઈડમાંથી ચપ્પુ વડે અલગ કરીને અને ટ્રેને ઉંધી પાડીને અન્મોલ્ડ કરીલો.
- અન્મોલ્ડ કર્યા પછી તેને બંધ ડબ્બામાં રાખવી જેથી સુકાઈ ન જાય
Thursday, 3 March 2016
American chopsuey
અમેરિકન ચોપ્સી
સામગ્રી
- તેલ 1 ટેબલસ્પૂન
- ચોપ કરેલા આદું, મરચાં અને લસણ 2 ટેબલસ્પૂન (નાનો ટુકડો આદું, 4 થી 5 કળી લસણ, 2 લીલાં મરચાં) (વાટવું નહિ )
- ઉભી ચીરીમાં સમારેલી ડુંગળી 1 નંગ
- ઉભી ચીરીમાં સમારેલું કેપ્સીકમ 1 નંગ
- પાણી (2 કપ જેટલું આશરે)
- કોર્નફલોર 1 ટેબલ્સ્પૂન
- રેડ ચીલી સોસ 1 ટેબલસ્પૂન
- મીઠું
- વિનેગર 1/4 ટીસ્પૂન
- સોયાસોસ 2 થી 3 ટીંપા
- કેચપ 1/4 કપ
- ઉભી ચીરીમાં સમારેલા ટામેટા 1 કપ
- ઉભી સમારેલી કોબીજ 1/2 કપ
- લીલી ડુંગળી 1 ટેબલસ્પૂન
- બાફેલા નુડલ્સ 1/2 કપ
રીત
- એક પેન કે કઢાઈમાં તેલ લઇ તેમાં આદું, મરચા અને લસણ લઇ સાંતળી લો.
- ત્યારબાદ તેમાં ડુંગળી અને કેપ્સીકમ ઉમેરી થોડું સાંતળી લઇ તેમાં પાણી ઉમેરી કોર્નફલોરની સ્લરી ઉમેરી હલાવી લો
- તેમાં રેડ ચીલી સોસ, મીઠું, વિનેગર, સોયાસોસ અને બાફેલા નુડલ્સ ઉમેરી બરાબર કુક થવા દો.
- હવે તેમાં કેચપ ઉમેરી ગેસ બંધ કરી બરાબર મિક્સ કરી લો.
- છેલ્લે તેમાં ટામેટાં, કોબીજ અને લીલી ડુંગળી મિક્સ કરી બાઉલમાં સર્વ કરો
- ઉપરથી તળેલા નુડલ્સ અને લીલી ડુંગળીથી ગાર્નીશ કરો.
Manchaw soup
મનચાઉ સૂપ
સામગ્રી
- તેલ 2 ટેબલસ્પૂન
- બારીક સમારેલું લસણ 1 ટેબલસ્પૂન
- બારીક સમારેલું આદું 1/2 ટેબલસ્પૂન
- બારીક સમારેલી ડુંગળી 1 નંગ
- બારીક સમારેલું ગાજર 1/4 કપ
- બારીક સમારેલા ફ્લાવર 1/4 કપ
- આજીનો મોટો ચપટી
- બારીક સમારેલું કેપ્સીકમ 1/2 નંગ
- બારીક સમારેલા ટામેટા 2 ટેબલસ્પૂન
- સમારેલી કોબીજ 1/4 કપ
- સમારેલી કોથમીરની દાંડી 1 ટેબલસ્પૂન
- વેજીટેબલ સ્ટોક 1 1/2 કપ
- સમારેલ લીલાં મરચાં 1 ટીસ્પૂન
- મરી પાવડર 1/4 ટીસ્પૂન
- મીઠું
- ચીલી સોસ 1 ટીસ્પૂન
- સોયા સોસ 1 ટીસ્પૂન
- કોર્નફલોરની સ્લરી
- વિનેગર 1 ટીસ્પૂન
- લીલી ડુંગળીનો લીલો ભાગ 1 ટેબલસ્પૂન
- તળેલા નુડલ્સ 1/2 કપ
રીત
- એક પેનમાં તેલ લઇ તેમાં લસણ અને આદું લઇ સાંતળી લો.
- ત્યારબાદ તેમાં ડુંગળી, ગાજર, ફ્લાવર,આજીનો મોટો, કેપ્સીકમ અને ટામેટાં ઉમેરી સાંતળી લો.
- ત્યારબાદ તેમાં કોબીજ, કોથમીરની દાંડી, વેજી. સ્ટોક, લીલાં મરચાં, મરી પાવડર, મીઠું, ચીલી સોસ, સોયા સોસ,અને કોર્નફલોરની સ્લરી ઉમેરી બરાબર કુક કરી લો,
- હવે તેમાં વિનેગર, લીલી ડુંગળી નો લીલો ભાગ અને તળેલા નુડલ્સ ઉમેરી મિક્સ કરી લો.
- સૂપને સર્વિંગ કપમાં લઇ તેની ઉપર તળેલા નુડલ્સ અને લીલી ડુંગળીના લીલા ભાગથી ગાર્નીશ કરી સર્વ કરો.
Wednesday, 2 March 2016
MUTTER PANEER
મટર પનીર
સામગ્રી :
- લીલાં વટાણા 1 કપ
- ખાવાનો સોડા ચપટી
- ખાંડ 1/4 ટીસ્પૂન
- મીઠું
- પાણી
ગ્રેવી માટે :
- તેલ 1 ટેબલસ્પૂન
- સમારેલી ડુંગળી 2 નંગ
- આદુ 1 ટુકડો
- લસણ 2 કળી
- લાલ મરચું પાવડર 1 1/2 ટીસ્પૂન
- કિચનકિંગ મસાલો 1/2 ટીસ્પૂન
- ધાણા જીરું 1 ટીસ્પૂન
- હળદર 1/4 ટીસ્પૂન
- સમારેલાં ટામેટા 2 નંગ
- મિલ્ક પાવડર 2 ટેબલસ્પૂન
- મલાઈ 2 ટેબલસ્પૂન
- પાણી 2 ટેબલસ્પૂન
- મીઠું
- જીરું 1/4 ટીસ્પૂન
- ખાંડ 1/2 ટીસ્પૂન
- કાજુના ટુકડા 2 ટેબલસ્પૂન
અન્ય સામગ્રી :
- તેલ 1 1/2 ટેબલસ્પૂન
- ઘી 1 ટેબલસ્પૂન
- તમાલપત્ર 1 પાન
- તજ 1 ટુકડો
- ઈલાયચી 1 નંગ
- જીરું 1/2 ટીસ્પૂન
- કેપ્સીકમ અને ડુંગળી 1 કપ (મીડીયમ સમારેલાં )
- કેચપ 1 ટેબલસ્પૂન
- ક્સુરીમેથી 1/2 ટીસ્પૂન
- પનીર 100 ગ્રામ
- પનીર જે પાણીમાં પલાળી રાખ્યું હોય એ પાણી 2 થી 3 ટેબલસ્પૂન
- બટર 1 ટેબલસ્પૂન
રીત :
- ગરમ પાણીમાં ખાવાનો સોડા , મીઠું, ખાંડ અને વટાણા ઉમેરી 3 થી 4 મિનીટ માટે ઉકાળો (ઢાંકણ ઢાંક્યા વગર જ ઉકાળવું આ પ્રોસેસને બ્લાંચ કર્યું કહેવાય )
- બ્લાંચ થઇ ગયા બાદ વટાણા ને નીતારી લો.
- એક માઇક્રોવેવ બાઉલમાં તેલ 1 ટેબલસ્પૂન લઇ તેમાં ડુંગળી, આદું, લસણ, લાલ મરચું પાવડર, કિચનકિંગ મસાલો, ધાણાજીરું પાવડર, હળદર, ટામેટા, મિલ્ક પાવડર, મલાઈ, પાણી, મીઠું, કાજુના ટુકડા, જીરું અને ખાંડ મિક્સ કરી 3 1/2 મિનીટ માટે માઈક્રો કરી લો.
- ઠંડુ થયા બાદ મિક્સર જારમાં લઇ ક્રશ કરી લો.
- એક પેન કે કાઢાઈમાં તેલ અને ઘી લઇ તમાલપત્ર, તજ, ઈલાયચી ખોલીને, જીરું અને ક્રશ કરેલું મિશ્રણ ઉમેરી 2 થી 3 મિનીટ માટે કુક થવા દો.
- ત્યારબાદ તેમાં કેપ્સીકમ, ડુંગળી, કેચપ, કસૂરી મેથી, બ્લાંચ કરેલા વટાણા, પનીર અને પનીરનું પાણી ઉમેરી હલાવી ઢાંકી કુક કરી લો.
- સર્વિંગ બાઉલમાં લઇ ઉપર બટર મૂકી સર્વ કરો.
Spinach Corn Pakoda
સ્પીનેચ કોર્ન પકોડા
સામગ્રી
- મકાઇ 1 નંગ
- સમારેલી ડુંગળી 2 નંગ
- ધોઈને સમારેલી પાલક 100 ગ્રામ
- બારીક સમારેલાં લીલાં મરચાં 2 નંગ
- બારીક સમારેલું આદુ 1 ટીસ્પૂન
- કોર્નફ્લોર 2 ટેબલસ્પૂન
- સોજી 2 ટેબલસ્પૂન
- ચણાનો લોટ 1/2 કપ
- સાજીનાં ફૂલ ચપટી
- ચાટ મસાલો 1 ટીસ્પૂન
- મીઠું
- ગરમ તેલ 2 ટીસ્પૂન
- તેલ તળવા માટે
રીત
- મકાઈને છીણી લો.
- છીણેલી મકાઈને બાઉલમાં લઇ તેમાં સમારેલી ડુંગળી, પાલક, લીલાં મરચાં, આદુ, કોર્નફલોર, સોજી, ચણાનો લોટ, સાજીના ફૂલ, ચાટમસાલો, મીઠું અને ગરમ તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. (પાણી ઉમેરવાની જરૂર નહિ પડે. પણ જો જરૂર લાગે તો બહુ જ સાચવીને ઉમેરવું, નહી તો મિશ્રણ ઢીલું થઇ જશે, ), (મિશ્રણને ભજીયાં જેવું ઢીલું રાખવાનું નથી )
- પાણી વાળો હાથ કરી બનાવેલા મિશ્રણને વડાં જેવા આકારમાં થેપી લઇ ગરમ તેલમાં તળી લો.
- તળાઈ ગયા બાદ તેની ઉપર ચાટ મસાલો ભભરાવીને સર્વ કરો.
Friday, 26 February 2016
kadai paneer
કડાઈ પનીર
સામગ્રી
પેસ્ટ બનાવવા માટે
- સુકાં લાલ મરચાં 3 થી 4 નંગ
- તમાલપત્ર 2 નંગ
- ઈલાયચી 1 નંગ
- સુકા ધાણા 1 ટેબલસ્પૂન
- લવિંગ 3 થી 4 નંગ
- બાદીયા 1 નંગ
- તજ 1 ટુકડો
- જાવંત્રી 1 નંગ
- શાહજીરું 1 ટીસ્પૂન
- કાજુ 2 ટેબલસ્પૂન
- મગજતરીનાં બી 2 ટેબલસ્પૂન
- લીલાં મરચાં 2 નંગ
- લસણ 10 કળી
- આદુ 1 ટુકડો
- પાણી
ગ્રેવી બનાવવા માટે
- ઘી 2 ટેબલસ્પૂન
- તેલ 2 ટેબલસ્પૂન
- કસૂરીમેથી 1 ટેબલસ્પૂન
- લાલ મરચું પાવડર 1 ટેબલસ્પૂન
- શેકેલા ધાણા નો પાવડર 1 ટેબલસ્પૂન
- શેકેલા જીરૂનો પાવડર 1 ટેબલસ્પૂન
- પાણી
- બારીક સમારેલી ડુંગળી 1 કપ
- મીઠું
- પંજાબી ગરમ મસાલો 1 ટેબલસ્પૂન
- હળદર 1/2 ટીસ્પૂન
- બાફેલા ટામેટાની પ્યુરી 2 કપ
- છીણેલું ચીઝ 2 ટેબલસ્પૂન
- મલાઈ 2 ટેબલસ્પૂન
અન્ય સામગ્રી
- બટર 1 ટેબલસ્પૂન
- ઉભી સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન
- ઉભા સમારેલા બેલ પેપર્સ (લાલ, લીલા, પીળા સીમલા મરચાં ) 2 ટેબલસ્પૂન
- પનીર 70 થી 80 ગ્રામ ટુકડામાં સમારીને
- તેલ
- મીઠું
- કોથમીર 3 ટેબલસ્પૂન
રીત :
કડાઈ પેસ્ટ બનાવવા માટે :
- મિક્સર જારમાં બધા જ ખડા મસાલા ( તેલમાં હલકું શેકીને), કાજુ, મગજતરીના બી (તેલમાં હલકું શેકીને), લસણ અને આદુ લઇ ક્રશ કરી લો.
- તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવો.
ગ્રેવી બનાવવા માટે :
- એક કઢાઈ અથવા પેનમાં ઘી અને તેલ લઇ તેમાં કસૂરીમેથી, લાલ મરચું પાવડર, શેકેલા ધાણાનો પાવડર, શેકેલા જીરાનો પાવડર, થોડું જ પાણી (2 ટેબલસ્પૂન), બનાવેલી પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી થોડી વાર કુક થવા દો.
- ત્યારબાદ તેમાં મીઠું, પંજાબી ગરમમસાલો, હળદર, ટામેટાની પ્યુરી ઉમેરી 2 થી 3 મિનીટ કુક થવા દો. આ રીતે ગ્રેવી બનશે.
- બીજા એક પેનમાં બટર લઇ તેમાં ઉભી સમારેલી ડુંગળી, બેલ પેપર્સ, પનીરના ટુકડા અને તેલ લઇ સાંતળી લો.
- ત્યારબાદ તે સબ્જીને કડાઈમાં જ એક બાજુ કરીને 2 ચમચા ગ્રેવી લઇ તેમાં મલાઈ અને ચીઝની છીણ અને મીઠું ઉમેરી મિક્સ કરીને કુક થવા દો
- હવે ગ્રેવી સાથે સબ્જીને પણ મિક્સ કરીને તેમાં કોથમીર ઉમેરી સર્વ કરો.
Thursday, 25 February 2016
Crispy Cheese Potato Tikki
ક્રીસ્પી ચીઝ પોટેટો ટીક્કી
સામગ્રી
- બાફેલા બટાટા છીણીને 1/2 કપ
- છીણેલું પનીર 1/2 કપ
- ફ્રેશ બ્રેડક્રમ્સ 1 કપ
- બારીક સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન
- વાટેલું લસણ 1 ટીસ્પૂન
- મીઠું
- ઓરેગાનો 1 ટીસ્પૂન
- ચીલી ફ્લેક્સ 1 ટીસ્પૂન
- તળવા માટે તેલ
- કોટિંગ માટે કોર્નફલોરની સ્લરી
- સર્વ કરવા માટે કેચપ
રીત
- એક બાઉલમાં બાફેલા બટાટાનો છીણેલો માવો, પનીરનું છીણ, ફ્રેશ બ્રેડક્રમ્સ, ઝીણી સમારેલી ડુંગળી, લસણ, મીઠું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ મિક્સ કરો.
- મિશ્રણમાંથી ટીક્કી જેવો શેપ આપી (બને ત્યાં સુધી બહુ જાડી ટીક્કી ન બનાવવી) કોર્નફલોરની સ્લરીમાં ડીપ કરી ગરમ તેલમાં પ્રથમ ફાસ્ટ ગેસ પર અને પછી ધીમા તાપે તળી લો.
- તળતી વખતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી.
- કેચપ સાથે સર્વ કરો.
Saturday, 6 February 2016
Tindola Fried
ટીંડોળા ફ્રાય
સામગ્રી
- ટીંડોળા 200 ગ્રામ
- તેલ તળવા માટે
મસાલો બનાવવા માટે
- મીઠું
- જીરું પાવડર 1/4 ટીસ્પૂન
- ધાણા પાવડર 1 ટેબલસ્પૂન
- ગરમ મસાલો 1/2 ટીસ્પૂન
- હળદર 1/2 ટીસ્પૂન
- લાલ મરચું પાવડર 3/4 ટીસ્પૂન
- દળેલી ખાંડ 1 ટેબલસ્પૂન
વઘાર માટે
- તેલ 1 ટીસ્પૂન
- રાઈ 1/4 ટીસ્પૂન
- હિંગ 1/4 ટીસ્પૂન
રીત
- ટીંડોળા ને ગરમ તેલમાં તળી લો.
- એક બાઉલમાં મીઠું, જીરુંપાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાવડર અને દળેલી ખાંડ લઇ મિક્સ કરી લો.
- તળેલા ટીંડોળા ઉપર બનાવેલો મસાલો 1 ટેબલ સ્પૂન ઉમેરી મિક્સ કરી લો.
- વઘારીયા માં તેલ મૂકી રાઈ, અને હિંગ ઉમેરી રાઈ તતડી જાય એટલે ટીંડોળા ઉપર રેડી હલાવીને સર્વ કરો.
Labels:
sabji,
salad,
Tindola,
Tindola Fried,
ટીંડોળા ફ્રાય,
સબ્જી,
સલાડ
Subscribe to:
Posts (Atom)















