Search This Blog

Thursday, 14 July 2016

હરાભરા કબાબ

હરાભરા કબાબ 


સામગ્રી :

  1. બટર ૧ ટેબલસ્પૂન 
  2. તેલ ૩ થી ૪ ટેબલસ્પૂન 
  3. બારીક સમારેલું લસણ ૧ ટેબલસ્પૂન 
  4. બારીક સમારેલાં લીલાં  મરચાં ૧ ટેબલસ્પૂન 
  5. કાચા કેળાં છીણીને  ૩ ટેબલસ્પૂન 
  6. બાફેલા બટાટા છીણીને ૩ ટેબલસ્પૂન 
  7. બાફેલાં ફણસી અને ગાજર બારીક સમારીને ૩ ટેબલસ્પૂન 
  8. ક્રશ કરેલા વટાણા  ૩ ટેબલ સ્પૂન 
  9. પાલક બ્લાંચ કરીને 2 ટેબલસ્પૂન 
  10. મીઠું
  11. ચાટ મસાલો ૧/૨  ટેબલસ્પૂન 
  12. કિચનકિંગ મસાલો ૧/૨ ટેબલસ્પૂન 
  13. કસૂરી મેથી ૧ ટેબલસ્પૂન 
  14. લાલ મરચું પાવડર ૧/૨ ટેબલસ્પૂન 
  15. પાલકની પ્યુરી 2 ટેબલસ્પૂન 
  16. બ્રેડ ક્રમ્સ 2 ટેબલસ્પૂન 
  17. તેલ તળવા માટે 
  18. લીંબુનો રસ ૧ ટીસ્પૂન 
  19. છીણેલું પનીર ૧ ટીસ્પૂન 
  20. કાજુનો ભૂકો ૧ ટીસ્પૂન   
  21. કોર્નફલોર ૧ ટીસ્પૂન 

રીત:

  1. એક કઢાઈ કે પેનમાં બટર અને તેલ લઇ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ,  ઝીણાં સમારેલાં લીલાં મરચાં ઉમેરી થોડાં સાંતળો. 
  2. હવે તેમાં છીણેલા કાચા કેળાં, બાફીને છીણેલા બટાટા, ચોપ કરેલા ગાજર અને ફણસી, ક્રશ કરેલાં વટાણા, બ્લાંચ કરેલી પલક ઉમેરી મિક્સ કરો. 
  3. હવે તેમાં મીઠું, ચાટ મસાલો, કિચનકિંગ મસાલો, ક્સુરીમેથી, લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરો, 
  4. હવે તેમાં પાલકની પેસ્ટ ઉમેરી સારી રીતે ભેળવી દો. 
  5. બ્રેડક્રમ્સ ઉમેરી હલાવી દો. 
  6. મિશ્રણ ને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો. 
  7. હવે તેમાં લીંબુનો રસ, છીણેલું પનીર, કાજુનો ભૂકો, કોર્નફલોર, અને થોડાં બ્રેડક્રમ્સ ઉમેરી મીક્સ કરો.
  8. હવે તેમાંથી નાની સાઈઝના ગોળા બનાવી ટીકીનો શેપ આપો.  
  9. ઉપર કાજુ મૂકી હળવા હાથે પ્રેસ કરી બ્રેડક્રમ્સમાં રગદોળીને બધી ટીકીઓ બનાવી લો. 
  10. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં આ ટીકીઓ ગોલ્ડન બ્રાઉન રંગની તળીલો. 
  11. સલાડ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો. 

No comments:

Post a Comment

= window.adsbygoogle || []).push({});