It's providing "Rasoi" recipes in Gujarati language. Cooking food recipes to get in Gujarati. Cooking Ingredients measurements in Gujarati, Rajsthani, South Indian,Punjabi, Chinese, Sizzlers, and Traditional types of vegetarian foods and Breakfasts.
Search This Blog
Tuesday, 12 April 2016
Rajkotni chutny
રાજકોટની ચટણી
સામગ્રી
સીંગદાણા 1/2 કપ
તીખાં લીલા મરચાં 1/2 કપ
મીઠું
હળદર 1/4 ટીસ્પૂન
લીંબુના ફૂલ 1/2 ટીસ્પૂન (લીંબુનો રસ પણ લઇ શકાય પરંતુ સ્ટોર કરવું હોય તો લીંબુનાં ફૂલ વાપરવાં)
તીખાં ગાંઠિયા 4 ટેબલસ્પૂન
જરૂર લાગે તો જ પાણી (ચટણી સ્ટોર કરવી હોય તો પાણી ન ઉમેરવું)
ગાર્નીશિંગ માટે :
દાડમ, ડુંગળી, કોથમીર
રીત
એક મિક્સર જારમાં સીંગદાણા, લીલાં મરચાં, મીઠું, લીંબુના ફૂલ, તીખાં ગાંઠિયા અને હળદર ઉમેરી મિક્સરમાં વાટી લો.
અત્યારે જાડી પેસ્ટ જેવું જ બનશે. જયારે સર્વ કરો ત્યારે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી હલાવીને વાપરવી
No comments:
Post a Comment