Search This Blog

Thursday, 3 March 2016

Manchaw soup

મનચાઉ  સૂપ 

સામગ્રી 

  1. તેલ 2 ટેબલસ્પૂન 
  2. બારીક સમારેલું લસણ 1 ટેબલસ્પૂન  
  3. બારીક સમારેલું આદું  1/2 ટેબલસ્પૂન 
  4. બારીક સમારેલી ડુંગળી 1 નંગ 
  5. બારીક સમારેલું ગાજર 1/4 કપ 
  6. બારીક સમારેલા ફ્લાવર 1/4 કપ 
  7. આજીનો મોટો ચપટી 
  8. બારીક સમારેલું કેપ્સીકમ 1/2 નંગ 
  9. બારીક સમારેલા ટામેટા 2 ટેબલસ્પૂન 
  10. સમારેલી કોબીજ 1/4 કપ 
  11. સમારેલી કોથમીરની દાંડી 1 ટેબલસ્પૂન 
  12. વેજીટેબલ સ્ટોક 1 1/2 કપ 
  13. સમારેલ લીલાં મરચાં 1 ટીસ્પૂન 
  14. મરી પાવડર 1/4 ટીસ્પૂન 
  15. મીઠું 
  16. ચીલી સોસ 1 ટીસ્પૂન 
  17. સોયા સોસ 1 ટીસ્પૂન 
  18. કોર્નફલોરની  સ્લરી 
  19. વિનેગર 1 ટીસ્પૂન 
  20. લીલી ડુંગળીનો લીલો ભાગ 1 ટેબલસ્પૂન 
  21. તળેલા નુડલ્સ 1/2 કપ 

રીત

  1. એક પેનમાં તેલ લઇ તેમાં લસણ અને આદું લઇ સાંતળી લો. 
  2. ત્યારબાદ તેમાં ડુંગળી, ગાજર, ફ્લાવર,આજીનો મોટો, કેપ્સીકમ અને ટામેટાં ઉમેરી સાંતળી લો.  
  3. ત્યારબાદ તેમાં કોબીજ, કોથમીરની દાંડી, વેજી. સ્ટોક, લીલાં મરચાં, મરી પાવડર, મીઠું, ચીલી સોસ, સોયા સોસ,અને કોર્નફલોરની સ્લરી ઉમેરી બરાબર કુક કરી લો,  
  4. હવે તેમાં વિનેગર, લીલી ડુંગળી નો લીલો ભાગ અને તળેલા નુડલ્સ ઉમેરી મિક્સ કરી લો. 
  5. સૂપને સર્વિંગ કપમાં લઇ તેની ઉપર તળેલા નુડલ્સ અને લીલી ડુંગળીના લીલા ભાગથી ગાર્નીશ કરી સર્વ કરો. 


No comments:

Post a Comment

= window.adsbygoogle || []).push({});