Search This Blog

Wednesday, 2 March 2016

Spinach Corn Pakoda

સ્પીનેચ કોર્ન પકોડા 

સામગ્રી 

  1. મકાઇ 1 નંગ 
  2. સમારેલી ડુંગળી 2 નંગ 
  3. ધોઈને સમારેલી પાલક 100 ગ્રામ 
  4. બારીક સમારેલાં લીલાં મરચાં  2 નંગ 
  5. બારીક સમારેલું આદુ 1 ટીસ્પૂન 
  6. કોર્નફ્લોર 2 ટેબલસ્પૂન 
  7. સોજી 2 ટેબલસ્પૂન 
  8. ચણાનો લોટ 1/2 કપ 
  9. સાજીનાં ફૂલ ચપટી 
  10. ચાટ મસાલો 1 ટીસ્પૂન 
  11. મીઠું 
  12. ગરમ તેલ 2 ટીસ્પૂન 
  13. તેલ તળવા માટે 

રીત 

  1. મકાઈને છીણી લો. 
  2. છીણેલી મકાઈને બાઉલમાં લઇ તેમાં સમારેલી ડુંગળી, પાલક, લીલાં મરચાં, આદુ, કોર્નફલોર, સોજી, ચણાનો લોટ, સાજીના ફૂલ, ચાટમસાલો, મીઠું અને ગરમ તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. (પાણી ઉમેરવાની જરૂર નહિ પડે. પણ જો જરૂર લાગે તો બહુ જ સાચવીને ઉમેરવું, નહી તો મિશ્રણ ઢીલું થઇ જશે, ), (મિશ્રણને ભજીયાં જેવું ઢીલું રાખવાનું નથી )
  3. પાણી વાળો હાથ કરી બનાવેલા મિશ્રણને વડાં જેવા આકારમાં થેપી લઇ ગરમ તેલમાં તળી લો. 
  4. તળાઈ ગયા બાદ તેની ઉપર ચાટ મસાલો ભભરાવીને સર્વ કરો. 

No comments:

Post a Comment

= window.adsbygoogle || []).push({});