Share
kadai paneer
કડાઈ પનીર
સામગ્રી
પેસ્ટ બનાવવા માટે
સુકાં લાલ મરચાં 3 થી 4 નંગ
તમાલપત્ર 2 નંગ
ઈલાયચી 1 નંગ
સુકા ધાણા 1 ટેબલસ્પૂન
લવિંગ 3 થી 4 નંગ
બાદીયા 1 નંગ
તજ 1 ટુકડો
જાવંત્રી 1 નંગ
શાહજીરું 1 ટીસ્પૂન
કાજુ 2 ટેબલસ્પૂન
મગજતરીનાં બી 2 ટેબલસ્પૂન
લીલાં મરચાં 2 નંગ
લસણ 10 કળી
આદુ 1 ટુકડો
પાણી
ગ્રેવી બનાવવા માટે
ઘી 2 ટેબલસ્પૂન
તેલ 2 ટેબલસ્પૂન
કસૂરીમેથી 1 ટેબલસ્પૂન
લાલ મરચું પાવડર 1 ટેબલસ્પૂન
શેકેલા ધાણા નો પાવડર 1 ટેબલસ્પૂન
શેકેલા જીરૂનો પાવડર 1 ટેબલસ્પૂન
પાણી
બારીક સમારેલી ડુંગળી 1 કપ
મીઠું
પંજાબી ગરમ મસાલો 1 ટેબલસ્પૂન
હળદર 1/2 ટીસ્પૂન
બાફેલા ટામેટાની પ્યુરી 2 કપ
છીણેલું ચીઝ 2 ટેબલસ્પૂન
મલાઈ 2 ટેબલસ્પૂન
અન્ય સામગ્રી
બટર 1 ટેબલસ્પૂન
ઉભી સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન
ઉભા સમારેલા બેલ પેપર્સ (લાલ, લીલા, પીળા સીમલા મરચાં ) 2 ટેબલસ્પૂન
પનીર 70 થી 80 ગ્રામ ટુકડામાં સમારીને
તેલ
મીઠું
કોથમીર 3 ટેબલસ્પૂન
રીત :
કડાઈ પેસ્ટ બનાવવા માટે :
મિક્સર જારમાં બધા જ ખડા મસાલા ( તેલમાં હલકું શેકીને), કાજુ, મગજતરીના બી (તેલમાં હલકું શેકીને), લસણ અને આદુ લઇ ક્રશ કરી લો.
તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવો.
ગ્રેવી બનાવવા માટે :
એક કઢાઈ અથવા પેનમાં ઘી અને તેલ લઇ તેમાં કસૂરીમેથી, લાલ મરચું પાવડર, શેકેલા ધાણાનો પાવડર, શેકેલા જીરાનો પાવડર, થોડું જ પાણી (2 ટેબલસ્પૂન), બનાવેલી પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી થોડી વાર કુક થવા દો.
ત્યારબાદ તેમાં મીઠું, પંજાબી ગરમમસાલો, હળદર, ટામેટાની પ્યુરી ઉમેરી 2 થી 3 મિનીટ કુક થવા દો. આ રીતે ગ્રેવી બનશે.
બીજા એક પેનમાં બટર લઇ તેમાં ઉભી સમારેલી ડુંગળી, બેલ પેપર્સ, પનીરના ટુકડા અને તેલ લઇ સાંતળી લો.
ત્યારબાદ તે સબ્જીને કડાઈમાં જ એક બાજુ કરીને 2 ચમચા ગ્રેવી લઇ તેમાં મલાઈ અને ચીઝની છીણ અને મીઠું ઉમેરી મિક્સ કરીને કુક થવા દો
હવે ગ્રેવી સાથે સબ્જીને પણ મિક્સ કરીને તેમાં કોથમીર ઉમેરી સર્વ કરો.
= window.adsbygoogle || []).push({});
No comments:
Post a Comment