Search This Blog

Thursday, 7 January 2016

Amlapoli

આમળાપોળી 

સામગ્રી 

  1. વરાળે બાફેલાં આમળાં 100 ગ્રામ,
  2. ઘી 1 ટીસ્પૂન,
  3. તુવરની દાળ  50 ગ્રામ, 
  4. ખાંડ 100 ગ્રામ, 
  5. ગોળ 100 ગ્રામ, 
  6. ઈલાયચી પાવડર 1 ટીસ્પૂન, 
  7. ચારોળી, બદામ,અને પિસ્તાં  3 ટેબલસ્પૂન 
  8. ખસખસ 1 ટીસ્પૂન 
  9. મોળો માવો 1  1/2 ટેબલસ્પૂન 
  10. ઘઉં અને મેંદો બંને સરખા ભાગે લઇ બાંધેલી કણક 1 કપ, 
  11. ઘી શેકવા માટે 

રીત :

  1. મેંદો અને ઘઉંનો લોટ મિક્સ કરી ચપટી જ મીઠું અને ઘીનું મોણ ઉમેરી લોટ બાંધો 
  2. 100 ગ્રામ આમળાને વરાળથી બાફીને ચારણીથી ચાળી લેવાં જેથી રેસા નીકળી જાય. આ રીતે આમળાનો પલ્પ બનશે.
  3. 50 ગ્રામ તુવરનીદાળ પાણી ના રહે એ રીતે બાફી લેવી.
  4. એક કઢાઈમાં ઘી 1 ટીસ્પૂન મૂકી તેમાં આમળાનો બનાવેલો પલ્પ ઉમેરી 1 થી 2 મિનીટ સુધી સાંતળો. 
  5. એમાં બાફેલી તુવરનીદાળ ઉમેરી ધીમા તાપે શેકો. (પાણીનો ભાગ ન રહે એવું શેકવું)
  6. હવે એમાં ખાંડ અને ગોળ ઉમેરી હલાવતા રહી ઘટ્ટ થાય એટલું શેકવું.
  7. ઘટ્ટ થઇ જાય પછી એમાં મિક્સ ડ્રાયફ્રુટ્સનો ભૂકો (ચારોળી, બદામ, પીસ્તા, કાજુ), ઈલાયચી પાવડર, ખસખસ ઉમેરી ગેસ બંધ કરીને બધું મિક્સ કરી મોળો માવો ઉમેરી મિક્સ કરો. 
  8. હવે એને સાવ ઠંડુ થવા દો. સહેજ પણ હુંફાળું હશે તો પણ નહિ ચાલે.
  9. બનાવેલી કણક માંથી નાની નાની પૂરી વણી તેમાં 1 થી 1 1/2 ટેબલસ્પૂન સ્ટફિંગ મૂકી બંધ કરી વણી લો, 
  10. તવીમાં બંને બાજુ હલકું શેકીને પછી ઘી મૂકી શેકી લો.
  11. ખાટી કઢી અને ઘી સાથે સર્વ કરો. 

No comments:

Post a Comment

= window.adsbygoogle || []).push({});