Share
પોપકોર્ન ભેળ :
સામગ્રી:
મીઠું નાંખી ને વઘારેલા પોપકોર્ન એક મોટો બાઉલ
બાફેલાં બટાટા સમારીને 2 નંગ
સમારેલી ડુંગળી 1 ટેબલસ્પૂન
સમારેલાં ટામેટાં 2 ટેબલસ્પૂન
કેપ્સીકમ 1 ટેબલસ્પૂન
ચટણી બનાવવા માટે :
સમારેલાં ટામેટાં 2 નંગ
ડાઇસ કરેલી ડુંગળી 1 કપ
લસણ 2 કળી
તેલ 1 ટેબલસ્પૂન
લાલમરચું પાવડર 1/2 ટેબલસ્પૂન
ઓરેગાનો 1/2 ટીસ્પૂન
મીઠું
ટોમેટો કેચપ 2 ટેબલસ્પૂન
ચીઝ સ્પ્રેડ 3 ટેબલસ્પૂન
ચીલી ફ્લેક્સ 1/2 ટીસ્પૂન
રીત : ચટણી માટે :
એક પેન અથવા કઢાઈમાં તેલ, લસણની કળી, ડાઈસ કરેલી ડુંગળી ઉમેરી તેને સાંતળી લો.
ત્યારબાદ તેમાં સમારેલાં ટામેટાં ઉમેરી કુક કરી લો.
તેમાં મીઠું, મરચુંપાવડર, ઓરેગાનો, અને ચીલી ફ્લેક્સ ઉમેરી મિક્સ કરી દો.
થોડું જ ઠંડુ થાય એટલે (થોડું ગરમ હોય એવું રાખવું.) તેને મિક્સર જારમાં લઇ ક્રશ કરી લો. અને બાઉલમાં કાઢી લો.
હવે તેમાં ટોમેટો કેચપ અને ચીઝ સ્પ્રેડ ઉમેરી હલાવી ચટણી તૈયાર કરો.
(આ ચટણી પીઝા, ચિપ્સ,પરાઠા સાથે પણ સારી લાગે છે.)
ભેળ માટે:
બીજા એક બાઉલમાં મીઠું નાંખીને વઘારેલા પોપકોર્ન, બાફેલાં બટાટાના ટુકડાં, સમારેલી ડુંગળી, સમારેલાં ટામેટાં, સમારેલાં કેપ્સીક્મ ઉમેરી મિક્સ કરી દો.
ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ચટણી ઉમેરી બરાબર મિક્સ કરીલો.
બાઉલમાં કાઢી ઉપર થોડી ડુંગળી અને ઓરેગાનો છાંટી સર્વ કરો.
હોમમેડ મસાલા સોડા
સામગ્રી:
સુગર સીરપ પોણો કપ (આશરે 5થી 6 ટી સ્પૂન)
1 લીંબુનો રસ (6 ટી સ્પૂન)
સંચળ પાવડર 2 ટીસ્પૂન
ચાટ મસાલો 2 ટીસ્પૂન
કાળામરી નો તાજો વાટેલો પાવડર 1 ટીસ્પૂન
બરફનો ભૂકો
એરેટેડ ડ્રિન્ક (સાદી સોડાની બોટલ)
રીત:
એક ગ્લાસમાં સુગર સીરપ, લીંબુનો રસ, સંચળ પાવડર, ચાટ મસાલો, કાળામરીનો તાજો પાવડર ઉમેરી ચમચી વડે હલાવી લેવું
હવે તેમાં બરફનો ભૂકો ઉમેરી ફરીથી હલાવી લેવું.
તેમા સાદી સોડાની બોટલ ખોલી રેડીને ચમચી વડે સહેજ હલાવી તરતજ સર્વ કરવું
છોલે રેસ્ટોરન્ટ સ્ટાઈલ
સામગ્રી:
પેસ્ટ બનાવવા માટે:
સમારેલી ડુંગળી 1 નંગ
લસણ 2 કળી
આદુ 1 ટુકડો
લીલાં મરચાં 1 1/2 નંગ
ફુદીનો 10 થી 12 પાન
છોલે બનાવવા માટે:
મોટો એલચો, તમાલપત્ર અને ટી બેગ નાંખીને બાફેલા કાબુલી ચણા 1 કપ
તેલ 2 ટેબલસ્પૂન
વનસ્પતિ ઘી 3 થી 4 ટેબલસ્પૂન
જીરું 1/2 ટેબલસ્પૂન
ક્રશ કરેલાં ટામેટાં 2 નંગ
ગરમ મસાલો 1 ટીસ્પૂન
ધાણાજીરું 1 ટેબલસ્પૂન
લાલ મરચું 1/2 ટીસ્પૂન
બાફીને સ્મેશ કરેલાં બટાટા 2 ટેબલસ્પૂન
પાણી
કિચનકિંગ મસાલો 1/2 ટીસ્પૂન
મીઠું
લીંબુનો રસ 1 ટીસ્પૂન
રીત;
પેસ્ટ બનાવવા માટે:
એક મિક્સર જારમાં ડુંગળી, લસણ, આદું, લીલાં મરચાં અને ફુદીનો લઇ બરાબર ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરો.
છોલે માટેની રીત:
એક પેન કે કઢાઈ માં તેલ, વનસ્પતિ ઘી લઇ ગરમ થાય એટલે જીરું ઉમેરી સાંતળો.
ત્યારબાદ તેમાં ટામેટાં ની પ્યુરી અને થોડુંજ મીઠું ઉમેરી ઢાંકીને 5 મિનીટ માટે કુક થવા દો.
હવે તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી થોડું ગરમ થવા દો.
થઇ જાય એટલે તેમાં ગરમ મસાલો, ધાણાજીરું, લાલ મરચું પાવડર, બાફીને સ્મેશ કરેલા બટાટા અને થોડું પાણી ઉમેરી ઢાંકીને કુક થવા દો.
થઇ જાય પછી તેમાં બાફેલા ચણા (તમાલપત્ર, એલચો અને ટી બેગ કાઢી લઈને લેવાં) અને ફરીથી થોડું વનસ્પતિ ઘી અને કિચનકિંગ મસાલો ઉમેરી ઢાંકી દઈને કુક થવા દો.
છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી બરાબર હલાવી લો.
ઉપર ડુંગળીની સ્લાઈસ અને તળેલાં મરચાં મૂકી સર્વ કરો.
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ
સામગ્રી:
વ્હીપીંગ ક્રીમ 1 1/2 કપ
દૂધ 1 કપ
સ્ટ્રોબેરી પ્યુરી અથવા ફ્રોજન કરેલી સ્ટ્રોબેરીના ટુકડા 1/2 કપ
મિલ્ક પાવડર 1/4 કપ
કન્ડેન્સ્ડ મિલ્ક 1/3 કપ
દળેલી ખાંડ 1/2 કપ
રીત:
બાઉલમાં વ્હીપીંગ ક્રીમ લઇ બિટર વડે બીટ કરો. હલકું થઇ જશે.
હલકું થઇ જાય પછી જ તેમાં દળેલી ખાંડ ઉમેરી હલાવો.
તેમાં સ્ટ્રોબેરી પલ્પ, મિલ્ક પાવડર, કન્ડેન્સ્ડ મિલ્ક અને દૂધ ઉમેરી ચમચા વડે હલાવીને ફ્રીજમાં 6 થી 7 કલાક સેટ થવા મુકો.
બહાર કાઢી સર્વ કરો.
મેંગો આઈસક્રીમ
સામગ્રી:
વ્હીપીંગ ક્રીમ 3/4 (પોણો) કપ
મેંગો પલ્પ 3/4 કપ
દળેલી ખાંડ 1/4 કપ
મિલ્કપાવડર 1/4 કપ
દૂધ 1/2 કપ
રીત:
બાઉલમાં વ્હીપીંગ ક્રીમ લઇ બિટર વડે બીટ કરો એકદમ હલકું થઇ જશે
વ્હીપ થઇ જાય પછી એમાં દળેલી ખાંડ, મેંગો પલ્પ, દૂધ, મિલ્ક પાવડર ઉમેરી ચમચા વડે હલાવી લો.
ફીજમાં 6 થી 7 કલાક સેટ થવા મુકો.
સેટ થાય પછી સર્વ કરો
ઓરીઓ બિસ્કીટ આઈસક્રીમ
સામગ્રી:
વ્હીપીંગ ક્રીમ 1 કપ,
દૂધ 1 કપ,
ઓરીઓ બિસ્કીટ 4 થી 5 ટુકડામાં
મિલ્ક પાવડર 1/4 કપ
દળેલી ખાંડ 1/4 કપ
કન્ડેન્સ્ડ મિલ્ક 1/4 કપ
વેનીલા એસેન્સ 2 ટીંપા (ઓપ્શનલ)
રીત:
બાઉલમાં વ્હીપીંગ ક્રીમ લઇ તેને બીટર વડે બીટ કરો.
તેમાં દૂધ, દળેલી ખાંડ,મિલ્ક પાવડર, કન્ડેન્સ્ડ મિલ્ક, અને ઓરીઓ બિસ્કીટ ઉમેરી ચમચા વડે મિક્સ કરો
છેલ્લે વેનીલા એસેન્સ ઉમેરી મિક્સ કરો.
(બિસ્કીટ ઉમેર્યા પછી ખુબ હલાવવું નહિ. વધારે હલાવવાથી બિસ્કીટ નો બારીક ભૂકો થઇ જશે.)
ફીજમાં 6 થી 7 કલાક ઠંડુ થવા મુકો.
બહાર કાઢી સર્વ કરો
એગલેસ વેનીલા આઈસક્રીમ
સામગ્રી:
વ્હીપીંગ ક્રીમ 1 1/2 કપ,
દૂધ 1 કપ,
વેનીલા એસેન્સ 1 1/2 ટીસ્પૂન,
મિલ્ક પાવડર 1/4 કપ
કન્ડેન્સ્ડ મિલ્ક 1/4 કપ
દળેલી ખાંડ 1/4 કપ
રીત :
એક કઢાઈ અથવા પેનમાં દૂધ અને દુધનો પાવડર ઉમેરી હલાવીને માત્ર ઉકળે ત્યાં સુધી થવા દો.
તેને બીજા બાઉલમાં કાઢી લઇ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એમજ ઠંડુ થવા દો,
બીજા એક બાઉલમાં વ્હીપીંગ ક્રીમ લઇ બીટર વડે બીટ કરો.
હલકું થાય એટલે દળેલી ખાંડ ઉમેરી ફરીથી બીટ કરો.
અગાઉના મિલ્ક અને મિલ્ક પાવડરવાળા બાઉલમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને વેનીલા એસન્સ ઉમેરી મિક્સ કરો
હવે આ મિશ્રણ વ્હીપ્ડક્રીમ અને દળેલી ખાંડ વાળા બાઉલમાં ઉમેરો
મિક્સ કરી ફ્રીજમાં 6 થી 7 કલાક માટે ઠંડુ થવા મુકો.અને પછી સ્કૂપ વડે સર્વ કરો
= window.adsbygoogle || []).push({});