Search This Blog

Wednesday, 2 March 2016

Spinach Corn Pakoda

સ્પીનેચ કોર્ન પકોડા 

સામગ્રી 

  1. મકાઇ 1 નંગ 
  2. સમારેલી ડુંગળી 2 નંગ 
  3. ધોઈને સમારેલી પાલક 100 ગ્રામ 
  4. બારીક સમારેલાં લીલાં મરચાં  2 નંગ 
  5. બારીક સમારેલું આદુ 1 ટીસ્પૂન 
  6. કોર્નફ્લોર 2 ટેબલસ્પૂન 
  7. સોજી 2 ટેબલસ્પૂન 
  8. ચણાનો લોટ 1/2 કપ 
  9. સાજીનાં ફૂલ ચપટી 
  10. ચાટ મસાલો 1 ટીસ્પૂન 
  11. મીઠું 
  12. ગરમ તેલ 2 ટીસ્પૂન 
  13. તેલ તળવા માટે 

રીત 

  1. મકાઈને છીણી લો. 
  2. છીણેલી મકાઈને બાઉલમાં લઇ તેમાં સમારેલી ડુંગળી, પાલક, લીલાં મરચાં, આદુ, કોર્નફલોર, સોજી, ચણાનો લોટ, સાજીના ફૂલ, ચાટમસાલો, મીઠું અને ગરમ તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. (પાણી ઉમેરવાની જરૂર નહિ પડે. પણ જો જરૂર લાગે તો બહુ જ સાચવીને ઉમેરવું, નહી તો મિશ્રણ ઢીલું થઇ જશે, ), (મિશ્રણને ભજીયાં જેવું ઢીલું રાખવાનું નથી )
  3. પાણી વાળો હાથ કરી બનાવેલા મિશ્રણને વડાં જેવા આકારમાં થેપી લઇ ગરમ તેલમાં તળી લો. 
  4. તળાઈ ગયા બાદ તેની ઉપર ચાટ મસાલો ભભરાવીને સર્વ કરો. 

Friday, 26 February 2016

kadai paneer

કડાઈ પનીર 

સામગ્રી 

પેસ્ટ બનાવવા માટે 

  1. સુકાં લાલ મરચાં  3 થી 4 નંગ
  2. તમાલપત્ર 2 નંગ 
  3. ઈલાયચી 1 નંગ 
  4. સુકા ધાણા 1 ટેબલસ્પૂન 
  5. લવિંગ 3 થી 4 નંગ 
  6. બાદીયા 1 નંગ 
  7. તજ 1 ટુકડો 
  8. જાવંત્રી 1 નંગ 
  9. શાહજીરું 1 ટીસ્પૂન 
  10. કાજુ 2 ટેબલસ્પૂન 
  11. મગજતરીનાં બી 2 ટેબલસ્પૂન 
  12. લીલાં મરચાં 2 નંગ 
  13. લસણ 10 કળી 
  14. આદુ 1 ટુકડો 
  15. પાણી 
ગ્રેવી બનાવવા માટે 

  1. ઘી 2 ટેબલસ્પૂન 
  2. તેલ 2 ટેબલસ્પૂન 
  3. કસૂરીમેથી 1 ટેબલસ્પૂન 
  4. લાલ મરચું પાવડર 1 ટેબલસ્પૂન 
  5. શેકેલા ધાણા નો પાવડર 1 ટેબલસ્પૂન 
  6. શેકેલા જીરૂનો પાવડર 1 ટેબલસ્પૂન 
  7. પાણી 
  8. બારીક સમારેલી ડુંગળી 1 કપ 
  9. મીઠું 
  10. પંજાબી ગરમ મસાલો 1 ટેબલસ્પૂન 
  11. હળદર 1/2 ટીસ્પૂન 
  12. બાફેલા ટામેટાની પ્યુરી 2 કપ 
  13. છીણેલું ચીઝ 2 ટેબલસ્પૂન 
  14. મલાઈ 2 ટેબલસ્પૂન 
અન્ય સામગ્રી 

  1. બટર 1 ટેબલસ્પૂન 
  2. ઉભી સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન 
  3. ઉભા સમારેલા બેલ પેપર્સ (લાલ, લીલા, પીળા સીમલા મરચાં ) 2 ટેબલસ્પૂન 
  4. પનીર 70 થી 80 ગ્રામ ટુકડામાં સમારીને 
  5. તેલ 
  6. મીઠું 
  7. કોથમીર 3 ટેબલસ્પૂન 
રીત :

કડાઈ પેસ્ટ બનાવવા માટે :

  1. મિક્સર જારમાં બધા જ ખડા મસાલા ( તેલમાં હલકું શેકીને), કાજુ, મગજતરીના બી       (તેલમાં હલકું શેકીને), લસણ અને આદુ લઇ ક્રશ કરી લો.
  2. તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવો.
ગ્રેવી બનાવવા માટે :

  1. એક કઢાઈ અથવા પેનમાં ઘી અને તેલ લઇ તેમાં કસૂરીમેથી, લાલ મરચું પાવડર, શેકેલા ધાણાનો પાવડર, શેકેલા જીરાનો પાવડર, થોડું જ પાણી (2 ટેબલસ્પૂન), બનાવેલી પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી થોડી વાર કુક થવા દો. 
  2. ત્યારબાદ તેમાં મીઠું, પંજાબી ગરમમસાલો, હળદર, ટામેટાની પ્યુરી ઉમેરી 2 થી 3 મિનીટ કુક થવા દો. આ રીતે ગ્રેવી બનશે.
  3. બીજા એક પેનમાં બટર લઇ તેમાં ઉભી સમારેલી ડુંગળી, બેલ પેપર્સ, પનીરના ટુકડા અને તેલ લઇ સાંતળી લો. 
  4. ત્યારબાદ તે સબ્જીને કડાઈમાં જ એક બાજુ કરીને 2 ચમચા ગ્રેવી લઇ તેમાં મલાઈ અને ચીઝની છીણ અને મીઠું ઉમેરી મિક્સ કરીને કુક થવા દો 
  5. હવે ગ્રેવી સાથે સબ્જીને પણ મિક્સ કરીને તેમાં કોથમીર ઉમેરી સર્વ કરો. 

Thursday, 25 February 2016

Crispy Cheese Potato Tikki

 ક્રીસ્પી ચીઝ પોટેટો ટીક્કી 


સામગ્રી 

  1. બાફેલા બટાટા છીણીને  1/2 કપ 
  2. છીણેલું પનીર 1/2 કપ 
  3. ફ્રેશ બ્રેડક્રમ્સ 1 કપ 
  4. બારીક સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન 
  5. વાટેલું લસણ 1 ટીસ્પૂન 
  6. મીઠું 
  7. ઓરેગાનો 1 ટીસ્પૂન 
  8. ચીલી ફ્લેક્સ 1 ટીસ્પૂન 
  9. તળવા માટે તેલ 
  10. કોટિંગ માટે કોર્નફલોરની સ્લરી 
  11. સર્વ કરવા માટે કેચપ 
રીત 

  1. એક બાઉલમાં બાફેલા બટાટાનો છીણેલો માવો, પનીરનું છીણ,  ફ્રેશ બ્રેડક્રમ્સ, ઝીણી સમારેલી ડુંગળી, લસણ, મીઠું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ મિક્સ કરો. 
  2. મિશ્રણમાંથી ટીક્કી જેવો શેપ આપી (બને ત્યાં સુધી બહુ જાડી ટીક્કી ન બનાવવી)        કોર્નફલોરની સ્લરીમાં ડીપ કરી ગરમ તેલમાં પ્રથમ ફાસ્ટ ગેસ પર અને પછી ધીમા તાપે તળી લો. 
  3. તળતી વખતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી.
  4. કેચપ સાથે સર્વ કરો. 

Saturday, 6 February 2016

Tindola Fried

ટીંડોળા ફ્રાય 

સામગ્રી 

  1. ટીંડોળા  200 ગ્રામ 
  2. તેલ તળવા માટે 
મસાલો બનાવવા માટે 

  1. મીઠું 
  2. જીરું પાવડર 1/4 ટીસ્પૂન 
  3. ધાણા પાવડર 1 ટેબલસ્પૂન 
  4. ગરમ મસાલો 1/2 ટીસ્પૂન 
  5. હળદર 1/2 ટીસ્પૂન 
  6. લાલ મરચું પાવડર 3/4 ટીસ્પૂન 
  7. દળેલી ખાંડ 1 ટેબલસ્પૂન 
વઘાર માટે 

  1. તેલ 1 ટીસ્પૂન 
  2. રાઈ 1/4 ટીસ્પૂન 
  3. હિંગ 1/4 ટીસ્પૂન 
રીત 

  1. ટીંડોળા ને ગરમ તેલમાં તળી લો. 
  2. એક બાઉલમાં મીઠું, જીરુંપાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાવડર અને દળેલી ખાંડ લઇ મિક્સ કરી લો. 
  3. તળેલા ટીંડોળા  ઉપર  બનાવેલો મસાલો 1 ટેબલ સ્પૂન ઉમેરી મિક્સ કરી લો. 
  4. વઘારીયા માં તેલ મૂકી રાઈ, અને હિંગ ઉમેરી રાઈ તતડી જાય એટલે ટીંડોળા ઉપર રેડી હલાવીને સર્વ કરો. 

Mango Delight

મેંગો ડિલાઈટ 

સામગ્રી 

  1. કેસર કેરીનો રસ 800 મિલી 
  2. ક્રીમ 200 મીલી 
  3. કન્ડેન્સ્ડ મિલ્ક 200 ગ્રામ 
  4. સફરજન 1 નંગ 
  5. સ્ટ્રોબેરી 3 નંગ 
  6. જેલી ચોકલેટ 2 ટેબલસ્પૂન 
  7. ચેરીના ટુકડા 1 ટેબલસ્પૂન 
  8. મેંગો ઈમલ્જ્ન અથવા એસેન્સ 1/4 ટીસ્પૂન 
ગાર્નીશિંગ માટે 

  1. ચેરી 
રીત 

  1. એક મિક્સર જારમાં કેસર કેરીનો રસ, ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક લઇ ચર્ન કરીલો.
  2. બાઉલમાં લઇ તેમાં સફરજનના અને સ્ટ્રોબેરીના ઝીણા સમારેલા ટુકડા, જેલી ચોકલેટ, ચેરીના ટુકડા અને મેંગો ઈમ્લ્જ્ન અથવા એસેન્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો. 
  3. ફ્રીજમાં 1 થી 2 કલાક સુધી ઠંડુ કરી ચેરીથી ગાર્નીશ કરી સર્વ કરો, 

Thursday, 4 February 2016

METHI PURI

મેથી પૂરી 

સામગ્રી

  1. ઘઉંનો લોટ 1 કપ
  2. મેથીની ભાજીના માત્ર પાન 50 ગ્રામ 
  3. મીઠું 
  4. તેલ 1 ટેબલસ્પૂન મોણ માટે
  5. પાણી 
  6. તેલ તળવા માટે 
રીત 

  1. એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું, ઝીણી સમારેલી મેથીની ભાજી અને તેલ ઉમેરી મિક્સ કરીને પછી પાણી વડે કણક તૈયાર કરો. 
  2. તેલ વડે કેળવી લઇ તેના લુઆ કરી તેની નાની પૂરી વણી લો.
  3. ગરમ તેલમાં મધ્યમ આંચ પર આછી ગુલાબી તળી લો. અને સર્વ કરો.   

 

Tuesday, 12 January 2016

South Indian Samosa


સાઉથ ઇન્ડીયન સમોસા 

સામગ્રી:

  1. તેલ 1 ટેબલસ્પૂન 
  2. અડદની દાળ  1 ટીસ્પૂન 
  3. જીરું 1/2 ટીસ્પૂન 
  4. રાઈ 1/2 ટીસ્પૂન 
  5. હિંગ ચપટી 
  6. મીઠો લીમડો 8 થી 10 પાન 
  7. સૂકાં લાલ આખાં મરચાં 2 નંગ 
  8. સમારેલા લીલા મરચાં 1 ટીસ્પૂન 
  9. બારીક સમારેલી ડુંગળી 1 નંગ 
  10. મીઠું 
  11. લાલુ બારીક સમારેલું નાળીયેર 2 ટેબલસ્પૂન 
  12. ખાંડ 1 ટીસ્પૂન 
  13. કોથમીર 2 ટેબલસ્પૂન 
  14. વટાણા 2 ટેબલસ્પૂન  
  15. લીંબુનો રસ 1/2 ટીસ્પૂન 
  16. બાફેલા બટાટા છીણીને 200 ગ્રામ 
અન્ય સામગ્રી:

  1. સમોસા પટ્ટી 3 થી 4 નંગ (સમોસાના નંગ અને સાઈઝ પર આધાર રાખે છે.) ,(સમોસા પટ્ટી બનાવવા માટે : મેંદામાં મીઠું નાંખી  પાણીથી લોટ બાંધીને તેલ વડે કેળવી લેવો.)
  2. તેલ તળવા માટે 
  3. મેંદાની સ્લરી 
સર્વ કરવા માટે 

  1. નાળીયેર અને કોથમીરની ચટણી 
  2. કેચપ 
રીત:

  1. સૌ પ્રથમ  એક પેન કે કઢાઈમાં તેલ લઇ તેમાં સૂકાં લાલ આખાં મરચાં, અડદની દાળ, જીરું, રાઈ, હિંગ, મીઠો લીમડો તોડીને, ઝીણાં સમારેલાં લીલાં મરચાં, ડુંગળી, મીઠું, અને લીલું નાળીયેર ઉમેરી મિક્સ કરી લો. 
  2. હવે આ મિશ્રણને બાઉલમાં કાઢી તેમાં ખાંડ, મીઠું, કોથમીર, વટાણા, લીંબુનો રસ અને બાફેલા બટાટા ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. 
  3. સ્ટફિંગને ઠંડુ થવા દો.
  4. હવે સમોસા પટ્ટીને ફોલ્ડ કરી તેમાં સ્ટફિંગ ભરી કિનારી પર મેંદાની સ્લરી લગાવી સમોસા તૈયાર કરો.
  5. તેલ ગરમ થવા મૂકી તેમાં ધીમા તાપે આછા ગુલાબી રંગના તળી લો. 
  6. કોથમીર નાળીયેરની ચટણી અને કેચપ સાથે સર્વ કરો.  

= window.adsbygoogle || []).push({});