Search This Blog

Showing posts with label South Indian. Show all posts
Showing posts with label South Indian. Show all posts

Tuesday, 12 January 2016

South Indian Samosa


સાઉથ ઇન્ડીયન સમોસા 

સામગ્રી:

  1. તેલ 1 ટેબલસ્પૂન 
  2. અડદની દાળ  1 ટીસ્પૂન 
  3. જીરું 1/2 ટીસ્પૂન 
  4. રાઈ 1/2 ટીસ્પૂન 
  5. હિંગ ચપટી 
  6. મીઠો લીમડો 8 થી 10 પાન 
  7. સૂકાં લાલ આખાં મરચાં 2 નંગ 
  8. સમારેલા લીલા મરચાં 1 ટીસ્પૂન 
  9. બારીક સમારેલી ડુંગળી 1 નંગ 
  10. મીઠું 
  11. લાલુ બારીક સમારેલું નાળીયેર 2 ટેબલસ્પૂન 
  12. ખાંડ 1 ટીસ્પૂન 
  13. કોથમીર 2 ટેબલસ્પૂન 
  14. વટાણા 2 ટેબલસ્પૂન  
  15. લીંબુનો રસ 1/2 ટીસ્પૂન 
  16. બાફેલા બટાટા છીણીને 200 ગ્રામ 
અન્ય સામગ્રી:

  1. સમોસા પટ્ટી 3 થી 4 નંગ (સમોસાના નંગ અને સાઈઝ પર આધાર રાખે છે.) ,(સમોસા પટ્ટી બનાવવા માટે : મેંદામાં મીઠું નાંખી  પાણીથી લોટ બાંધીને તેલ વડે કેળવી લેવો.)
  2. તેલ તળવા માટે 
  3. મેંદાની સ્લરી 
સર્વ કરવા માટે 

  1. નાળીયેર અને કોથમીરની ચટણી 
  2. કેચપ 
રીત:

  1. સૌ પ્રથમ  એક પેન કે કઢાઈમાં તેલ લઇ તેમાં સૂકાં લાલ આખાં મરચાં, અડદની દાળ, જીરું, રાઈ, હિંગ, મીઠો લીમડો તોડીને, ઝીણાં સમારેલાં લીલાં મરચાં, ડુંગળી, મીઠું, અને લીલું નાળીયેર ઉમેરી મિક્સ કરી લો. 
  2. હવે આ મિશ્રણને બાઉલમાં કાઢી તેમાં ખાંડ, મીઠું, કોથમીર, વટાણા, લીંબુનો રસ અને બાફેલા બટાટા ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો. 
  3. સ્ટફિંગને ઠંડુ થવા દો.
  4. હવે સમોસા પટ્ટીને ફોલ્ડ કરી તેમાં સ્ટફિંગ ભરી કિનારી પર મેંદાની સ્લરી લગાવી સમોસા તૈયાર કરો.
  5. તેલ ગરમ થવા મૂકી તેમાં ધીમા તાપે આછા ગુલાબી રંગના તળી લો. 
  6. કોથમીર નાળીયેરની ચટણી અને કેચપ સાથે સર્વ કરો.  

= window.adsbygoogle || []).push({});