Search This Blog

Wednesday, 23 December 2015

Nawabi aalu

નવાબી આલું 

સામગ્રી:

  1. નાના બટાકા  250 ગ્રામ (બે ભાગમાં કાપી લેવા )
  2. તેલ 1 ટેબલસ્પૂન 
  3. ઘી   1 1/2 ટેબલસ્પૂન 
  4. સમારેલી ડુંગળી 1 નંગ  
  5. આદુ લસણની પેસ્ટ 2 ટીસ્પૂન 
  6. લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન 
  7. મીઠું 
  8. ગરમ મસાલો 1 ટીસ્પૂન 
  9. કાજુ અને ખસખસની દુધમાં બનાવેલી પેસ્ટ 2 ટેબલસ્પૂન 
  10. પાણી 
  11. ટોમેટો પ્યુરી 1/2 કપ 
  12. ક્રીમ 1 1/2 ટેબલસ્પૂન 
  13. તેલ તળવા માટે
  14. ગાર્નીશિંગ માટે ડ્રાયફ્રુટ્સની કતરણ (ઓપ્શનલ)
રીત 

  1. બટાટાને ફાસ્ટ ગેસ પર ગુલાબી થાય ત્યાં સુધી તળી લો.(ધીમા તાપે ન તળવા)
  2. કુકરમાં તેલ અને ઘી લઇ તેમાં ડુંગળી ઉમેરી સાંતળી લો. 
  3. ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો.
  4. તેમાં લાલ મરચું પાવડર, મીઠું, ગરમ મસાલો, કાજુ અને ખસખસની પેસ્ટ, અને 2 ટેબલસ્પૂન પાણી ઉમેરી પાણી બળે ત્યાં સુધી કુક કરો. 
  5. હવે તેમાં ટોમેટો પ્યુરી, તળેલા બટાટા અને થોડું પાણી (1/2 કપ) ઉમેરી ઢાંકણ ઢાંકી 1 વ્હીસલ વાગે ત્યાં સુધી થવા દો
  6. ઢાંકણ ખોલી તેમાં ક્રીમ મિક્સ કરી સબ્જીને ડ્રાયફ્રુટ્સથી ગાર્નીશ કરી સર્વ કરો. 
                                         

Tuesday, 22 December 2015

લીલી દ્રાક્ષનું અથાણું

લીલી દ્રાક્ષનું અથાણું 

સામગ્રી: 

  1. લીલી દ્રાક્ષ 100 ગ્રામ ધોઈ, કોરી કરીને 
  2. ગરમ કરીને ઠંડુ કરેલું તેલ 2 ટીસ્પૂન 
  3. લીંબુનો રસ 3 ટીસ્પૂન 
  4. વરીયાળી 1 ટીસ્પૂન 
  5. મીઠું 1 ટીસ્પૂન 
  6. મેથીનો તૈયાર મસાલો 2 ટીસ્પૂન 
રીત:

  1. એક બાઉલમાં તેલ અને લીંબુનો રસ લઇ તેમાં વરીયાળી, મીઠું અને મેથીનો મસાલો લઇ ચમચી વડે હલાવી મિક્સ કરો.
  2. સહેજ ઘટ્ટ થઇ જશે પછી તેમાં લીલી દ્રાક્ષ ઉમેરી મિક્સ કરીને એમજ રહેવા દઈ બીજા દિવસે વાપરવું (તરત જ પણ ખાવાના ઉપયોગમાં લેવાય એવું હોય છે.) 

Monday, 21 December 2015

Lili Haldrnu Athanu

લીલી હળદરનું અથાણું 

સામગ્રી 

  1. હળદર અને આંબા હળદર સમારીને 100  ગ્રામ (ચપટી મીઠું અને 1 ટીસ્પૂન લીંબુનો રસ ભેળવી રાખો)
  2. ગરમ કરીને ઠંડુ કરેલું તેલ 2 ટીસ્પૂન 
  3. લીંબુનો રસ 3 ટીસ્પૂન 
  4. વરીયાળી 1 ટીસ્પૂન 
  5. મીઠું 1 ટીસ્પૂન 
  6. ક્રશ કરેલા રાઈના કુરિયા 2 ટીસ્પૂન 
  7. તીખાં લીલાં મરચા સમારીને 3 નંગ 
  8. મોળુ લીલું મરચું સમારીને 1 નંગ 
રીત :

  1. એક બાઉલમાં તેલ લઇ તેમાં લીંબુનો રસ, આખી વરીયાળી, મીઠું અને રાઈના કુરિયા લઇ  બરાબર મિક્સ કરો. (ફીણી  લો.) 
  2. તેમાં તીખા અને મોળા મરચાં, હળદર લઇ મિક્સ કરો. અને એક દિવસ માટે એમાં જ રહેવા દઈ બીજા દિવસે જારમાં ભરી લો. 

Friday, 11 December 2015

Methi Matar Malai

મેથી મટર  મલાઈ 

સામગ્રી:

પેસ્ટ માટે :

  1. ડુંગળી 2 નંગ 
  2. કાજુ 8 થી 10 નંગ 
  3. લીલા મરચાં  3 નંગ 
  4. આદુ નો ટુકડો  1 નંગ 
  5. મોળો માવો છીણીને 2 ટેબલસ્પૂન 
સબ્જી માટે :

  1. ઘી 2 ટેબલસ્પૂન 
  2. છીણેલો મોળો માવો 2 ટેબલસ્પૂન 
  3. દૂધ 1 1/2 કપ 
  4. ક્રીમ અથવા મલાઈ 2 ટેબલસ્પૂન 
  5. મેથીના પાન સમારીને  2 કપ 
  6. સોડા ચપટી 
  7. ખાંડ 2 ટીસ્પૂન  
  8. મીઠું 
  9. કસુરીમેથી 1 ટીસ્પૂન 
  10. પાણી 
  11. વટાણા 1 1/2 કપ 
રીત:

  1. ઉકળતા પાણીમાં કાજુ, ડુંગળી, લીલા મરચાં અને આદુંનો ટુકડો ઉમેરીને 3 થી 4 મિનીટ ઉકળવા દઈ સોફ્ટ થઇ જાય પછી ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઇ મોળો માવો ઉમેરી વાટીને પેસ્ટ બનાવવી. આ રીતે વ્હાઈટ પેસ્ટ તૈયાર થઇ. 
  2. મેથીના પાનને ઉકળતા પાણીમાં મીઠું અને ચપટી સોડા ઉમેરી 4 થી 5 મિનીટ ઉકાળી નીતારી દબાવીને પાણી કાઢી નાંખવું.
  3. વટાણાને ઉકળતા પાણીમાં મીઠું નાંખી બાફી લેવા.
  4. એક કઢાઈમાં ઘી લઇ તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી 2 થી 3 મિનીટ સાંતળવું.
  5. હવે એમાં છીણેલો મોળો માવો 2 ટેબલસ્પૂન ઉમેરીને ફરીથી સાંતળો.
  6. થોડું ડ્રાય થઇ જાય પછી દૂધ ઉમેરી હલાવી 2 થી 3 મિનીટ થવા દો.
  7. હવે એમાં ઘરની મલાઈ અથવા ક્રીમ ઉમેરો. 
  8. નીતારીને રાખેલા મેથીના પાન ઉમેરી હલાવો.
  9. સારી રીતે હલાવી લીધા પછી એમાં ખાંડ, ક્સુરીમેથી (હાથથી મસળીને) અને મીઠું ઉમેરો.
  10. જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરવું અને હલાવવું,
  11. બાફેલા વટાણા ઉમેરો અને હલાવો. 2 મિનીટ થવા દો  અને સર્વ કરો   

Thursday, 10 December 2015

Bajari Vada

બાજરી વડાં 

સામગ્રી 

  1. બાજરીનો લોટ પોણો કપ (3/4 કપ )
  2. ઘઉંનો લોટ 1/4 કપ 
  3. તલ 2 ટીસ્પૂન 
  4. હળદર 1/4 ટીસ્પૂન 
  5. લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન 
  6. આદું મરચાની પેસ્ટ 1 ટેબલસ્પૂન 
  7. મીઠું 
  8. દળેલી ખાંડ  2 ટેબલસ્પૂન 
  9. દહીં 3 ટેબલસ્પૂન 
  10. તેલ મોણ માટે 2 ટેબલસ્પૂન 
અન્ય સામગ્રી:

  1. તેલ તળવા માટે 
  2. સર્વ કરવા માટે ચા અને લીલી ચટણી
રીત: 

  1. એક બાઉલમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ લઇ તેમાં તલ, હળદર, લાલ મરચું પાવડર, આદુમરચાંની પેસ્ટ, મીઠું, દળેલી ખાંડ, દહીં અને તેલ ઉમેરી મિક્સ કરી પુરીના લોટ જેવી કણક  તૈયાર કરો 
  2. કણક ના ગોળા વળી થેપીને વડા તૈયાર કરો. 
  3. વડાને ગરમ તેલમાં ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો. 
  4. લીલી ચટણી અને ચા સાથે સર્વ કરો. 

Masala Vada


મસાલા વડાં 

સામગ્રી 

  1. ચણાનો કકરો લોટ 1/2 કપ 
  2. ઘઉંનો કકરો લોટ 1/2 કપ 
  3. મોણ માટે તેલ 2 થી 3 ટેબલસ્પૂન 
  4. હિંગ 1/4 ટીસ્પૂન 
  5. મીઠું 
  6. દહીં 2 થી 3 ટેબલસ્પૂન 
  7. પાણી લોટ બાંધવા માટે 
  8. તલ 1 1/2 ટીસ્પૂન 
  9. હળદર ચપટી 
  10. આદું મરચાં ની પેસ્ટ 1 1/2 ટેબલસ્પૂન 
અન્ય સામગ્રી:

  1. તેલ તળવા માટે 
  2. સર્વ કરવા માટે લસણની ચટણી  
રીત: 

  1. એક બાઉલમાં ચણાનો કકરો લોટ, ઘઉંનો કકરો લોટ લઇ તેમાં તેલનું મોણ, હિંગ, સહેજ જ મીઠું અને દહીં ઉમેરી મિક્સ કરી લો. 
  2. જરૂર પડેતો પાણી ઉમેરી કણક તૈયાર કરો.
  3. કણક પુરીના લોટ જેવી થવી જોઈએ.  
  4. કણકને બરાબર કેળવી લઇ ઢાંકણ ઢાંકી 4 થી 5 કલાક માટે આથો આવવા દો.
  5. આથો આવ્યા બાદ તેમાં તલ, બાકીનું મીઠું, હળદર અને આદુમરચાંની પેસ્ટ લઇ બરાબર મિક્સ કરી લો. 
  6. હવે પાણી વાળો હાથ કરી કણક ના ગોળા વાળી ગ્રીઝ કરેલી પ્લાસ્ટીક શીટ ની મદદથી (પ્લાસ્ટીકની વચ્ચે દબાવી )થેપી લઇ વડા તૈયાર કરો.
  7. વડાને ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. 
  8. લસણની ચટણી  સાથે સર્વ કરો. 

= window.adsbygoogle || []).push({});