Search This Blog

Friday, 21 August 2015

Veg Kadhai


વેજ કઢાઈ 


સામગ્રી :
ગ્રેવી બનાવવા માટે:

  1. કઢાઈ મસાલો: ( 1 ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં 2 ટેબલસ્પૂન સુકા ધાણા લઇ શેકી લો. અને ગેસ બંધ કરી પછી 5 થી 6 લાલ આખાં સૂકાં મરચાં લઇ બધું સાથે જ મિક્સરમાં વાટીને પાવડર તૈયાર કરો  આ રીતે કઢાઈ મસાલો તૈયાર કરવો.)
  2. ઝીણાં સમારેલા ટામેટાં 400 ગ્રામ 
  3. ઘી 2 ટેબલસ્પૂન 
  4. તેલ 2 ટેબલસ્પૂન 
  5. બનાવેલો કઢાઈ મસાલો 2 ટેબલસ્પૂન
  6. ક્સુરીમેથી 1 ટીસ્પૂન 
  7. લાલ મરચાની પેસ્ટ 2 ટેબલસ્પૂન 
  8. પંજાબી ગરમ મસાલો 1/4 ટીસ્પૂન 
  9. ઝીણાં સમારેલાં આદુ, મરચાં, લસણ 1 ટીસ્પૂન  
  10. મીઠું 
સબ્જી બનાવવા માટે : 
  1. બાફેલી ફણસી, ગાજર અને વટાણા 1 1/2 કપ 
  2. તેલ 1 ટેબલસ્પૂન 
  3. ઘી 1 તેબ્લ્સ્પૂન 
  4. જીરું 1/4 ટીસ્પૂન 
  5. ઝીણી સમારેલી ડુંગળી 3 થી 4 ટેબલસ્પૂન 
  6. ઝીણાં સમારેલાં આદુ, મરચાં, લસણ 1 ટેબલસ્પૂન 
  7. સમારેલું કેપ્સીકમ 2 ટેબલસ્પૂન 
  8. કઢાઈ મસાલો 1 ટીસ્પૂન 
  9. કિચનકિંગ મસાલો 1/4 ટીસ્પૂન 
  10. હળદર 1/4 ટીસ્પૂન 
  11. પંજાબી ગરમ મસાલો 1/4 ટીસ્પૂન 
  12. મીઠું 
  13. ક્સુરીમેથી 1 ટીસ્પૂન 
  14. લાલ મરચાં ની  પેસ્ટ 1 ટીસ્પૂન 
  15. પનીર 1/2 કપ (છીણેલું+સમારેલું)
  16. પાણી 
  17. ખાંડ ચપટી 
  18. ક્રીમ 2 ટેબલસ્પૂન 
  19. ચીઝ 1 ટીસ્પૂન 
  20. બટર 1 ટીસ્પૂન 
  21. કોથમીર સમારેલી 

રીત:

  1. એક કઢાઈ માં 2 ટેબલસ્પૂન તેલ અને 2 ટેબલસ્પૂન ઘી  લો. 
  2. તેમાં 1 ટેબલસ્પૂન ઝીણાં  સમારેલાં આદુ ,મરચાં અને લસણ ઉમરો, 
  3. થોડું થાય પછી ચાર નંગ ઝીણાં સમારેલાં ટામેટાં (લગભગ 400 ગ્રામ જેટલાં ) ઉમેરો. તેની સાથે બનાવેલો કઢાઈ મસાલો 2 ટેબલસ્પૂન ઉમેરો. અને ટામેટાં નું પાણી બળી જાય ત્યાં સુધી (10 થી 12 મિનીટ) કુક થવા દો 
  4. હવે તેમાં 1 ટીસ્પૂન કસૂરીમેથી (હાથથી મસળીને ),2 ટીસ્પૂન લાલ મરચાની પેસ્ટ (લાલ મરચું પાવડર પણ લઇ શકાય), મીઠું, પંજાબી ગરમ મસાલો 1/4 ટીસ્પૂન ઉમેરો અને હલાવી થોડી વાર પછી ગેસ બંધ કરો (તેલ છુટું પડી જશે ) આ રીતે ગ્રેવી તૈયાર થઇ.
  5. બીજી કઢાઈમાં 1 ટેબલસ્પૂન તેલ અને 1 ટેબલસ્પૂન ઘી લો.
  6. તેમાં 1/4 ટીસ્પૂન જીરું, 3 થી 4 ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી, 1 ટીસ્પૂન ઝીણા સમારેલાં આદું મરચાં અને લસણ ઉમેરો, અને થોડું સાંતળો 
  7. 2 ટેબલસ્પૂન મોટું સમારેલું કેપ્સીકમ, 1 1/2 કપ જેટલાં બાફેલાં ગાજર, ફણસી અને વટાણા ઉમેરો.અને થોડા સાંતળો. 
  8. તેમાં 1 ટીસ્પૂન બનાવેલો કઢાઈ મસાલો, 1/2 ટીસ્પૂન કિચનકિંગ મસાલો, 1/4 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન પંજાબી ગરમમસાલો અને મીઠું ઉમેરો.અને બનાવેલી ગ્રેવી (અડધા ભાગની) ઉમેરો
  9. થોડું પાણી ઉમેરી હલાવી 1 ટીસ્પૂન ક્સુરીમેથી, 1 ટીસ્પૂન લાલ મરચાની પેસ્ટ, 1/2 કપ પનીર, 1/4 ટીસ્પૂન ખાંડ અને 2 ટેબલસ્પૂન, ક્રીમ, 1 ટીસ્પૂન છીણેલું ચીઝ અને છેલ્લે બટર ઉમેરી હલાવી ગેસ બંધ કરી દો    
  10. કોથમીર ઉમેરી સર્વ કરો.

Wednesday, 19 August 2015

Pettice For Burger


બર્ગર  માટેની પેટીસ 

સામગ્રી :

  1. વરાળે બાફેલા બટાટા 2 નંગ મોટા 
  2. ગાજરનું છીણ 1/2 કપ 
  3. સમારેલી ડુંગળી 1/4 કપ 
  4. સમારેલી કોથમીર 1/4 કપ 
  5. લીલાં  મરચાં ની પેસ્ટ 1 ટીસ્પૂન 
  6. આદુંની  પેસ્ટ 1 ટીસ્પૂન 
  7. લસણની પેસ્ટ 1 ટીસ્પૂન (ઓપ્શનલ)
  8. લાલ મરચું પાવડર 2 ટીસ્પૂન 
  9. ગરમ મસાલો 1 ટેબલસ્પૂન 
  10. ચાટમસાલો 1/2 ટીસ્પૂન 
  11. આમચૂર પાવડર 1 ટીસ્પૂન 
  12. મીઠું 
  13. ફ્રેશ બ્રેડક્રમ્સ 1/2 કપ 
અન્ય સામગ્રી: 

  1. ચણાના લોટની સ્લરી એકદમ પાતળી મીઠું,મરચું નાખેલી 
  2. ડ્રાય બ્રેડક્રમ્સ  કોટિંગ માટે 
  3. તેલ તળવા માટે 
એસેમ્બલીંગ માટે : 

  1. બર્ગર બન્સ 
  2. કેચપ 
  3. મેયોનીઝ 
  4. ડુંગળીની સ્લાઈસ 
  5. ચીઝ સ્લાઈસ  
  6. ટામેટાની સ્લાઈસ 
  7. લેટટ્સ ના પાન  અથવા કોબીજના પાન સમારેલાં 
  8. કાકડીની સ્લાઈસ 
રીત :
પેટીસ ની રીત :

  1. એક બાઉલમાં બાફેલા બટાકાનો માવો, ગાજરની છીણ, સમારેલી ડુંગળી, કોથમીર, મરચાંની પેસ્ટ, આદુંની  પેસ્ટ, લસણની પેસ્ટ(ઓપ્શનલ), લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ચાટ  મસાલો, આમચુર પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરો. 
  2. હવે તેમાં ફ્રેશ બ્રેડ ક્રમ્સ ઉમેરી  મિક્સ કરી ગોળા વાળી લો, 
  3. આ ગોળાને ચણાના લોટની સ્લરીમાં ડીપ કરી ડ્રાય બ્રેડક્રમ્સમાં રગદોળી હાથેથી જ શેપ આપી દો.
  4. હવે આ ટિક્કીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. આ રીતે પેટીસ તૈયાર થશે.
એસેમ્બલીંગ: 

  1. બર્ગર બનને  વચ્ચેથી કાપી તેલમાં કે બટરમાં શેકી (શેકવું ઓપ્શનલ છે) કેચપ લગાવી બનાવેલી પેટીસ મૂકી  ઉપર ફરીથી કેચપ લગાવી ઉપર થોડું મેયોનીઝ, ડુંગળીની સ્લાઈસ, કાકડીની સ્લાઈસ, ટામેટાની  સ્લાઈસ, કોબીજનાં પાન, ચીઝ સ્લાઇસ, અને બર્ગરની સ્લાઈસ મૂકી સહેજ ઉપરથી દબાવી સર્વ કરો. 

Monday, 17 August 2015

Crispy Idli Vada

ક્રિસ્પી ઈડલી વડાં 


ખીરું બનાવવા માટે :
સામગ્રી:
  1. 3 થી  4 કલાક  પલાળીને લીલાં મરચાં નાખીને વાટેલી ચણાની દાળ  1 કપ (કરકરી વાટવી) 
  2. ઝીણી સમારેલી ડુંગળી 1 નંગ
  3. લીલાં  મરચાં  2 નંગ 
  4. કોથમીર 2 ટેબલસ્પૂન 
  5. મીઠું 
  6. પાણી 
  7. સુકા ધાણા 1 ટીસ્પૂન 
  8. વરીયાળી 1 ટીસ્પૂન 
  9. આખાં મરી 10 થી 12 નંગ 
વઘાર માટે:
  1. તેલ 1 ટેબલસ્પૂન  
  2. લાલ સુકું મરચું 1 નંગ 
  3. અડદની દાળ  1 ટીસ્પૂન 
  4. ચણાની દાળ 1/2 ટીસ્પૂન 
  5. લીમડાનાં પાન  4 થી 5 નંગ 
  6. હિંગ 1/2 ટીસ્પૂન 
  7. રાઈ 1/2 ટીસ્પૂન 
  8. તેલ તળવા માટે 
સર્વિંગ માટે:
  1. દહીં
  2. ડુંગળીની સ્લાઈસ 
રીત:
  1. એક બાઉલમાં વાટેલી ચણાની દાળ, સમારેલી ડુંગળી, લીલાં  મરચાં અને કોથમીર સમારેલી મિક્સ કરી થોડું મીઠું ઉમેરી પાણી વડે  ઈડલી અથવા દાળવડા જેવું  ખીરું બનાવો.
  2. હવે તેમાં ઉપર જ  સુકા ધાણા,વરીયાળી અને આખાં મરી ઉમેરી દો. અને એમજ રહેવા દેવું. હલાવવું નહિ. 
  3. વઘારિયામાં તેલ લઇ તેમાં લાલ આખું મરચું, અડદની દાળ, ચણાની દાળ, રાઈ, લીમડાનાં પાન, હિંગ નો વઘાર કરી મિશ્રણ પર ઉમેરી મિક્સ કરી લો 
  4. તેને ઈડલીના કુકરમાં તેલ લગાવી ઈડલીની જેમ ખીરું ભરી 7 થી 8 મિનીટ  બાફીલો. 
  5. આ રીતે બધી ઈડલી તૈયાર કરીલો.
  6. કઢાઈમાં તેલ ગરમ કરીને બધી તૈયાર કરેલી ઈડલી એકદમ બ્રાઉન રંગની તળીલો, ( ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી) 
  7. ચા અથવા દહીં અથવા ડુંગળીની સ્લાઈસ સાથે સર્વ કરો.

Friday, 14 August 2015

Vej Khada Masala


વેજ ખડા મસાલા 




સામગ્રી :
  1. ખડા મસાલા નાંખીને બાફેલા ગાજર, ફણસી,વટાણા અને બટાટા 200 ગ્રામ ( કુકરમાં 1 થી 1 1/2 કપ પાણી લઇ તેમાં તજ,લવિંગ,મરી, બાદીયું, એલચી, એલચો, જાવંત્રી, દરેક 4 નંગ લઇ પહેલાં 2 થી 3 મિનીટ મસાલાને ઉકાળો પછી તેમાં ઉપરના શાકભાજી  અને મીઠું નાંખો અને માત્ર એકજ વ્હીસલ વગાડીને તરત જ ખોલી નાંખવું ખોલીને પાણી અને શાકભાજી અલગ કરી દેવાં જેમાંથી વેજી.સ્ટોક પણ તૈયાર થશે. જે સબ્જીમાં વાપરવા માટે લઇ શકાશે. આખા મસાલા પણ કાઢી લેવા )
  2. તેલ 3 ટેબલસ્પૂન 
  3. જીરું 1/2 ટીસ્પૂન 
  4. તમાલપત્ર 2 નંગ,
  5. બાદીયા 1 નંગ
  6. તજ 1 નંગ 
  7. એલચા 2 નંગ 
  8. ઈલાયચી 2 નંગ 
  9. જાવંત્રી 1 નંગ 
  10. લવિંગ 3 નંગ 
  11. આદુની પેસ્ટ 1 ટીસ્પૂન 
  12. લસણની પેસ્ટ 1 ટીસ્પૂન 
  13. ટોમેટો પ્યુરી 1/2 કપ (બ્લાન્ચ કરેલા ટામેટા ને છાલ કાઢીને ક્રશ કરવું 
  14. હળદર 1/4 ટીસ્પૂન 
  15. લાલ આખા મરચાંની પાણીમાં પલાળીને બનાવેલી પેસ્ટ 1 ટેબલસ્પૂન 
  16. ધાણા પાવડર 1 ટીસ્પૂન 
  17. જીરું પાવડર 1/2 ટીસ્પૂન 
  18. ગરમ મસાલો 1 ટીસ્પૂન
  19. તળેલી ડુંગળીની સહેજ પાણી નાંખીને વાટેલી પેસ્ટ 2 ટેબલસ્પૂન 
  20. મીઠું 
  21. કોથમીર 1 ટેબલસ્પૂન 
રીત:
  1. એક કઢાઈ  અથવા પેનમાં તેલ લઇ તેમાં જીરું, તમાલપત્ર, બાદીયા, તજ, એલચા, ઈલાયચી, જાવંત્રી, લવિંગ, આદુની પેસ્ટ, અને લસણની પેસ્ટ ઉમેરી ધીમા તાપે સાંતળો.
  2. પછી તેમાં ટોમેટો પ્યુરી ઉમેરી પ્યુરીનું પાણી બળી જાય એટલે તેમાં હળદર, લાલ મરચાની પેસ્ટ, ધાણાપાવડર, જીરું પાવડર, ગરમમસાલો, તળેલી ડુંગળીની પેસ્ટ, મીઠું, ઉમેરી સાંતળો 
  3. વેજીટેબલ સ્ટોક, અને બ્લાંચ કરેલા શાકભાજી ઉમેરી હલાવી જરૂર પડેતો વધુ સ્ટોક ઉમેરી હલાવી 2 મિનીટ ચઢવા દો.(જો કેપ્સીકમ ઉમેરવા હોય તો સમારીને કઢાઈમાં સાંતળીને ઉમેરવાં)
  4. થીક ગ્રેવીવાળી સબ્જી રાખવી.
  5. ત્યારબાદ તેમાં કોથમીર ઉમેરી થોડીવાર પછી સર્વ કરો.

Wednesday, 12 August 2015

Fada Lapsi


ફાડા  લાપસી :



સામગ્રી:
  1. ઘઉંના ફાડા 1 કપ 
  2. ઘી 1/2 કપ 
  3. તજ 2 ટુકડા 
  4. લવિંગ 3 નંગ 
  5. ઈલાયચી 2 નંગ 
  6. સુકી દ્રાક્ષ  1 ટેબલસ્પૂન 
  7. બદામની કતરણ 1 ટેબલસ્પૂન 
  8. પાણી 2 1/2 કપ 
  9. ખાંડ 1 કપ 
  10. પાણી 1/2 કપ (ખાંડ  ઓગળવા માટે)
  11. ઘી 1 ટેબલસ્પૂન 
  12. ઈલાયચી પાવડર 1 ટીસ્પૂન 
  13. કેસરવાળું દૂધ 1 ટીસ્પૂન 
ગાર્નીશ કરવા માટે 
  1. ઈલાયચી પાવડર 
  2. પિસ્તાની કતરણ 
 રીત :
  1. એક કુકરમાં ઘી લઇ તેમાં તજ, લવિંગ અને ઘઉંના ફાડા ઉમેરી શેકી લો. 
  2. આછા ગુલાબી રંગના શેકવા.
  3. શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં સુકી દ્રાક્ષ, બદામ ઉમેરી થોડી વાર હલાવી પછી 2 1/2 કપ પાણી ઉમેરી કુકરનું ઢાંકણ ઢાંકી ફરીથી ગેસ ચાલુ કરી 3 વ્હીસલ વાગે ત્યાં સુધી થવા દો.
  4. કુકર ઠંડુ થાય એ દરમ્યાન બીજી એક કઢાઈ માં ખાંડ 1 કપ લઇ તેમાં 1/2 કપ પાણી ઉમેરી ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દો.
  5. ખાંડ ઓગળે એટલે એમાં ઘી 2 ચમચી , ઈલાયચી પાવડર અને કેસર વાળું  દૂધ લઇ મિક્સ કરી દો.અને અગાઉ બાફેલા ફાડા ઉમેરી મિક્સ કરી ફાસ્ટ ગેસ પર હલાવતા રહી 2 મિનીટ ચઢવા દો.
  6. પછી ગેસ ધીમો કરી 5 થી 7 મિનીટ ઢાંકણ ઢાંકીને ચઢવા દો.
  7. ઘી છુટું પડી જશે. ગેસ બંધ કરીને સર્વિંગ પ્લેટમાં લઇ તેની ઉપર ઈલાયચી પાવડર તેમજ પિસ્તાની કતરણ ભભરાવી સર્વ કરો.

Monday, 3 August 2015

Surti Locho


સુરતી લોચો 



સામગ્રી:
  1. 4 થી 5 કલાક પાણીમાં પલાળીને ક્રશ કરેલી ચણાની દાળ  1 બાઉલ (વાટતી વખતે ખુબ જ ઓછું પાણી ઉમેરવું. પેસ્ટ જેવું જ રહેવું જોઈએ ખીરા જેવું ન થવું જોઈએ )
  2. ચણાનો લોટ 1 ટેબલસ્પૂન 
  3. ખમણનો ટુકડો 1 નંગ 
  4. આદુંમરચાં ની પેસ્ટ 1 ટેબલસ્પૂન 
  5. હિંગ 1/4 ટીસ્પૂન 
  6. મીઠું 
  7. હળદર ચપટી 
  8. પાણી 
  9. તેલ 1 ટીસ્પૂન 
  10. ઈનો (ફ્રુટ સોલ્ટ ) 1/2 ટીસ્પૂન 
મસાલો બનાવવા માટે :
  1. શેકેલું જીરું પાવડર 1 ટીસ્પૂન 
  2. લાલ મરચું પાવડર 1 1/2  ટીસ્પૂન 
  3. સંચળ પાવડર 3/4 (પોણી ) ટીસ્પૂન 
  4. મીઠું 
સર્વિંગ માટે :
  1. ઓગળેલું માખણ 2 ટેબલસ્પૂન 
  2. સેવ 3 થી 4 ટેબલસ્પૂન 
  3. સમારેલી ડુંગળી 1 ટેબલસ્પૂન 
  4. કોથમીર 
  5. લીલી ચટણી
 રીત : 
  1. વાટેલી ચણાની દાળમાં ચણાનો લોટ, ખમણનો ટુકડો ભૂકો કરીને ઉમેરી મિક્સ કરી લો, 
  2. આ મિશ્રણને 3 થી 4 કલાક માટે ઢાંકણ ઢાંકી મૂકી રાખી આથો આવવા દો.
  3. આથો આવી જાય ત્યારબાદ આદું મરચાં ની પેસ્ટ, હિંગ, મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરો. 
  4. હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. 
  5. ત્યારબાદ તેલ અને ઈનો ઉમેરી હલાવીને તરત જ તેલ લગાવેલી થાળીમાં પાથરી પહેલેથી ગરમ ઢોકળાં ના કુકરમાં 8 થી 10 મિનીટ માટે બફાવા મુકો.
મસાલો બનાવવા માટે: 
  1. શેકીને વાટેલું જીરું ,લાલમરચું પાવડર, સંચળ પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરી દો. આ રીતે મસાલો તૈયાર થશે 
સર્વિંગ માટે :
  1. એક પ્લેટમાં તૈયાર થયેલો થોડો લોચો લઇ તેની ઉપર મેલ્ટેડ બટર, બનાવેલો મસાલો, સેવ, સમારેલી ડુંગળી, ઉપર ફરીથી બટર ઉમેરી કોથમીર ભભરાવી લીલી ચટણી સાથે સર્વ કરો. 

Dahi Vada



દહીં વડાં



સામગ્રી:
  1. આખા અડદ (1/2 કપ ) અને મગની મોગરદાળ (2 ટેબલસ્પૂન)નું ખીરું 1 કપ (બંને સામગ્રીને 7 થી 8 કલાક પાણીમાં પલાળી,અડદનાં ફોતરાં કાઢી થોડું પાણી લઇ વાટી લેવું)  
  2. પાણી 
  3. લીલાં મરચાં 2 નંગ 
  4. આદું1 ટુકડો 
  5. મીઠું 
  6. તેલ તળવા માટે 
પીરસવા માટે :
  1. દહીં 
  2. સંચળ 
  3. આમલીનીચટણી   
  4. લીલી (ચાટની) ચટણી
  5. શેકેલું જીરું પાવડર 
  6. લાલ મરચું પાવડર 
  7. કોથમીર 
  8. ઝીણી સેવ (ઓપ્શનલ )
દહીંવડાં બનાવવા માટેની રીત :
  1. એક બાઉલમાં ખીરું લઇ તેમા થોડો પાણી વાળો હાથ કરી ખીરાને બરાબર ફીણવું. આ રીતે પાણીથી ફીણતાં જઈ એકદમ હલકુ થાય ત્યાં સુધી ખુબ ફીણવું (ખીરાનું એક ટપકું પાણીમાં પાડવું અને જો તે પાણીમાં તરે તો થઇ ગયું કહેવાય)
  2. ત્યારબાદ તેમાં લીલાં મરચાં,આદું અને મીઠું ઉમેરી બરાબર મિકસ કરી ખીરું તૈયાર કરો.
  3. પાણીવાળો હાથ કરી ખીરાના ગરમ તેલમાં ડપકાં મૂકી તળી લો. આ રીતે વડા તૈયાર થશે. 
  4. તળેલાં વડાં ને સીધાં જ હિંગ અને મીઠું નાંખેલા પાણીમાં નાંખો.
  5. થોડી વાર એમજ રાખી પોચાં થઇ જાય પછી બહાર કાઢી હાથેથી દબાવી પાણી નીતરી લો 
  6. એક પ્લેટમાં દહીં લઇ તેની ઉપર નીતારેલાં વડાં મૂકી ઉપરથી થોડું દહીં, આમલીની ચટણી, લીલી ચટણી, સંચળ પાવડર, શેકેલું જીરું પાવડર, લાલ મરચું પાવડર, કોથમીર અને ઝીણી સેવ ભભરાવી સર્વ કરો. 

Saturday, 1 August 2015

Punjabi Samosa


પંજાબી સમોસા 




સામગ્રી:
કણક  બનાવવા માટે

  1. મેંદો 125 ગ્રામ 
  2. રવો 1 1/2 ટેબલસ્પૂન 
  3. મીઠું 
  4. અજમો 1/4 ટીસ્પૂન 
  5. જીરું 1/4 ટીસ્પૂન  
  6. થીજેલું ઘી અથવા વનસ્પતિ ઘી 2 ટેબલસ્પૂન 
  7. પાણી 
સ્ટફિંગ બનાવવા માટે : 
  1. ઘી 1 ટીસ્પૂન 
  2. જીરું 1/2 ટીસ્પૂન 
  3. બાફેલા બટાટા સમારીને 250 ગ્રામ 
  4. આમચૂર પાવડર 1/2 ટીસ્પૂન 
  5. આદું મરચાંની પેસ્ટ 2 ટીસ્પૂન 
  6. શેકેલા ધાણા નો પાવડર 1ટીસ્પૂન 
  7. મરી પાવડર 1/2 ટીસ્પૂન 
  8. ચાટ મસાલો 1/2 ટીસ્પૂન 
  9. મીઠું 
  10. લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન 
  11. બાફેલા વટાણા 1/4 કપ 
  12. કોથમીર સમારેલી 1/2 કપ 
  13. ગરમ મસાલો 1 ટીસ્પૂન 
  14. ફુદીનો 5 થી 7 પાન 
  15. તળવા માટે તેલ 
રીત:
કણક  બનાવવા માટેની રીત 
  1. એક બાઉલમાં મેંદો અને રવો લઇ તેમાં મીઠું, અજમો, જીરુ (હાથેથી મસળીને) અને ઘી ઉમેરી મિક્સ કરી પાણી વડે કણક તૈયાર કરો. 
  2. કણકને ઢાંકીને અડધો કલાક માટે મૂકી રાખો.
સ્ટફિંગ માટેની રીત: 
  1. એક પેન અથવા કઢાઈ માં ઘી લઇ તેમાં જીરું ઉમેરી બફેલા બટાટાના ટુકડાને સાંતળો.
  2. ત્યારબાદ તેમાં આમચુર પાવડર, આદુંમરચાં ની પેસ્ટ, શેકેલા ધાણાનો પાવડર, મરી પાવડર, ચાટ  મસાલો, મીઠું, લાલ મરચું પાવડર, વટાણા ઉમેરી મિક્સ કરી લો. 
  3. છેલ્લે તેમાં ગરમ મસાલો અને ફુદીનો ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો.
  4. સ્ટફિંગને  બાઉલમાં કાઢી ઠંડુ થવા દો.
  5. ઠંડુ થયા બાદ કોથમીર ઉમેરી મિક્સ કરી લો.
  6. કણકને કેળવી લુઆ કરી મોટી રોટલી વણી વચ્ચેથી કાપો કરી લો. 
  7. કિનારીએ પાણી લગાવીને સમોસાનો આકાર આપી તેમાં સ્ટફિંગ ભરી બંધ કરી ધીમા તાપે આછા રંગના તળી લો. 
  8. થોડા ઠંડા થયા બાદ ફરીથી તળી લો.
  9. લીલી ચટણી અને આમલીની ચટણી સાથે સર્વ કરો.
= window.adsbygoogle || []).push({});