Search This Blog

Tuesday, 27 October 2015

Mix Dal Dhokla


મિક્સ દાળ  ઢોકળાં 


સામગ્રી:

  1. ચોખા 1/2 કપ 
  2. ચણાની દાળ  2 ટેબલસ્પૂન 
  3. અડદની દાળ  2 ટેબલસ્પૂન 
  4. મોગરની દાળ  2 ટેબલસ્પૂન 
  5. તુવરની દાળ  2 ટેબલસ્પૂન 
  6. મસૂરની દાળ  1 ટેબલસ્પૂન 
  7. દહીં 1 ટીસ્પૂન 
  8. મીઠું 
  9. આદુંમરચાં ની પેસ્ટ 1 ટેબલસ્પૂન 
  10. બાફેલી મકાઇ 2 ટેબલસ્પૂન 
  11. ઝીણા સમારેલાં  કેપ્સીકમ 1 ટેબલસ્પૂન 
  12. ઝીણા સમારેલાં  ગાજર 2 ટેબલસ્પૂન 
  13. કોથમીર 1 ટેબલસ્પૂન 
  14. છીણેલી દુધી 1/3 કપ 
  15. તેલ 2 ટીસ્પૂન 
  16. ખાંડ  1/2 ટીસ્પૂન 
  17. હળદર 1/4 ટીસ્પૂન 
  18. ફ્રુટસોલ્ટ ચપટી 
  19. ઉપર લગાવવા માટે તેલ જરૂર મુજબ 
  20. ચીલી ફ્લેક્સ ચપટી 
સર્વિંગ માટે 

  1. કેચપ અને લીલી ચટણી  
રીત: 

  1. બધી દાળ ને મિક્સ કરીને સાથે જ પાણીમાં પલાળી દેવી. ચોખાને અલગથી પલાળવા.
  2. બન્નેને 7 થી 8 કલાક માટે પલળવા દઈને અલગ જ વાટી લઈને મિક્સ કરીને 1 ચમચી જેટલું દહીં ઉમેરી આથો લાવવા માટે રાખી મુકવું. 
  3. આ રીતે આથો આવી જાય પછી તેમાં મીઠું, આદુંમરચાં ની પેસ્ટ, બાફેલી મકાઇના દાણા, ઝીણા સમારેલાં કેપ્સીકમ, ઝીણા સમારેલાં ગાજર, કોથમીર, છીણેલી દુધી, તેલ 2 ટીસ્પૂન, ખાંડ, હળદર  ઉમેરી બધું મિક્સ કરો.  
  4. છેલ્લે તેમાં 1/2 ટીસ્પૂન ફ્રુટ સોલ્ટ ઉમેરી ઝડપથી હલાવીને ગ્રીઝ કરેલી થાળીમાં લઈને ઉપરથી ચીલી ફ્લેક્સ ભભરાવી અગાઉથી ગરમ થવા મુકેલા ઢોકળાના કુકરમાં 8 થી 10 મિનીટ માટે બફાવા મુકો. (ફ્રુટ સોલ્ટ ઉમેરવો હોય ત્યારે દરેક થાળી મુકતી વખતે દર વખતે થાળીના ભાગનું ખીરું બીજા બાઉલમાં લઈને તેમાં ખીરા જેટલો ફ્રુટ સોલ્ટ ઉમેરવો તો રીઝલ્ટ સારું આવશે.)
  5. થઇ ગયા બાદ ઉપરથી તેલ રેડી ફેલાવી કાપીને કેચપ અને લીલી ચટણી સાથે સર્વ કરો. 

Ghaari


     ઘારી


 







  









સામગ્રી: 

  1. શેકેલો મોળો માવો 250 ગ્રામ 
  2. ઘીમાં શેકેલો ચણાનો લોટ 2 ટેબલસ્પૂન 
  3. કેસર અને બુરું ખાંડ નું મિશ્રણ 1 ટીસ્પૂન (કેસર અને બુરું ખાંડને સાથે જ મિક્સરમાં વાટી  લેવાં)
  4. ઈલાયચી પાવડર 1/2 ટીસ્પૂન 
  5. બુરું ખાંડ 100 ગ્રામ 
  6. બદામનો ભૂકો 50 ગ્રામ 
  7. પિસ્તાની કતરણ 2 ટેબલસ્પૂન 
અન્ય સામગ્રી: 

  1. ઘી અને દુધથી બાંધેલી મેંદાની કણક 1 કપ 
  2. ઘી તળવા માટે અને કોટિંગ માટે 
ગાર્નીશિંગ માટે :

  1. બદામ અને પિસ્તાની કતરણ 

સર્વિંગ માટે : 

  1. ચવાણું 

રીત:

  1. એક બાઉલમાં શેકેલો મોળો માવો(હુંફાળો લેવો), શેકેલો ચણાનો લોટ, કેસર+બુરુંખાંડનું મિશ્રણ, અને ઈલાયચી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરીલો,
  2. ઠંડુ થઇ જાય પછી તમા બુરું ખાંડ, બદામનો ભૂકો લઇ હાથેથી બરાબર મસળી લો. (ખુબ મસળવું જેથી બોલ બનાવ્યા પછી તોડતાં ભૂકો ના થઇ જાય)
  3. હવે તેમા પિસ્તાની કતરણ ઉમેરી ગોળા વાળી લો. 
  4. હવે મેંદાની બાંધેલી કણકને કેળવી લઇ લુઆ કરી અટામણ લઇ નાની પાતળી પૂરી વણો.
  5. હવે પુરીમાં બનાવેલો એક ગોળો મૂકી નીચેની બાજુએથી કવર કરી વધારા નો ભાગ દુર કરી વચ્ચે ખાડો કરીને ઘારી તૈયાર કરો.
  6. ઘારીને ગરમ ઘીમાં તળી લો. (તળવા માટે ઘારીને સીધી જ ઘીમાં ન નાંખવી. પરંતુ ઝારામાં ઘારી મૂકી તેલની કઢાઈ  પર રાખી ઉપર ગરમ ઘી બીજા ચમચા વડે રેડીને રેડીને માત્ર હલકી જ તળવી.) 
  7. આ રીતે તળાઈ ગયા બાદ એક બાઉલમાં જામ ખંભાળિયાનું થીજી જાય એવું ઘી લઇ  હાથ વડે ફીણી હલકું કરીને તેમાં ઘારી ડીપ કરીને ઉપરથી બદામ પિસ્તાની કતરણ ચોટાડી ફ્રીજમાં થોડી વાર ઠંડી કરી સર્વ કરવી.


Saturday, 24 October 2015

Stuff Moglai Paratha


સ્ટફ મોગલાઈ પરાઠા 


સામગ્રી ;

કણક બનાવવા માટે :

  1. ઘઉંનો લોટ 1/2 કપ 
  2. મેંદો 1/2  કપ 
  3. રવો 2 ટીસ્પૂન 
  4. દળેલી ખાંડ 1 ટીસ્પૂન 
  5. મીઠું 
  6. બેકિંગ પાવડર 1/4 ટીસ્પૂન 
  7. તેલ 2 ટીસ્પૂન 
  8. હુંફાળું પાણી લોટ બાંધવા માટે 
સ્ટફિંગ બનાવવા માટે :

  1. બાફીને છીણેલા બટાટા 2 નંગ 
  2. ઝીણી સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન 
  3. બારીક સમારેલા ટામેટા 1/2 નંગ 
  4. ક્રશ કરેલું આદું મરચાં અને લસણ 1 ટીસ્પૂન 
  5. બાફીને કચરેલા વટાણા 1/4 કપ 
  6. મીઠું 
  7. ગરમ મસાલો 1/4 ટીસ્પૂન 
  8. ઈલાયચી પાવડર ચપટી 
અન્ય સામગ્રી: 

  1. તેલ શેકવા માટે 
  2. સર્વ કરવા માટે રાયતું 
રીત :

  1. એક બાઉલમાં ઘઉંનો લોટ, મેંદો,રવો, દળેલી ખાંડ, મીઠું, બેકિંગ પાવડર, તેલ અને હુંફાળું પાણી ઉમેરી કણક  તૈયાર કરો. 
  2. કણકને  10 મિનીટ માટે રેસ્ટ આપો 
સ્ટફિંગ બનાવવા માટે :

  1. એક બાઉલમાં બાફીને છીણેલા બટાટા, ડુંગળી, ટામેટા, આદું મરચાં લસણની પેસ્ટ, કચરેલા વટાણા, મીઠું, ગરમ મસાલો અને ઈલાયચી પાવડર ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો,
  2. હવે કણકને કેળવી લઇ લુઆ કરી અટામણ લઇ રોટલી વણી લો. 
  3. રોટલીને વચ્ચેથી કાપી સ્ટફિંગ મૂકીને બંધ કરી અટામણ લઇ વણી લો. 
  4. પરાઠાને તવીમાં લઇ બંને બાજુ આછા શેકીને પછી તેલ વડે શેકીને ગુલાબી રંગના થાય એવા શેકી લો. 
  5. રાયતા સાથે સર્વ કરો. 

Sitafal Rabdi


સીતાફળ રબડી 

સામગ્રી :

  1. સીતાફળની પેશીઓ 1 કપ 
  2.  દૂધ 500 મિલી 
  3. કન્ડેન્સ્ડ મિલ્ક 1/2 કપ 
  4. ખાંડ  1 1/2 ટીસ્પૂન 
  5. મોળો માવો 50 ગ્રામ 
  6. ઈલાયચી 1/4 ટીસ્પૂન 
  7. કેસર ચપટી 
ગાર્નીશિંગ માટે :

બદામ, પીસ્તા, કેસર 

રીત :

  1. એક પેનમાં દૂધ અને કન્ડેન્સ્ડ મિલ્ક લઇ ઉકળવા મુકો.
  2. ઉકળવા લાગે ત્યારે તેમાં ખાંડ અને મોળો માવો ઉમેરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.(વચ્ચે વચ્ચે સતત હલાવતા રહેવું).
  3. હવે તેમાં ઈલાયચી, કેસર અને  સીતાફળની પેશીઓ ઉમેરી મિક્સ કરી લો. 
  4. રબડીને સર્વિંગ બાઉલમાં લઇ બદામ,પીસ્તા અને કેસરથી ગાર્નીશ કરી સર્વ કરો. 

Friday, 23 October 2015

Stuff baby Potato


ભરેલાં  નાનાં  બટાટા 


સામગ્રી :

સ્ટફિંગ બનાવવા માટે :

  1. તેલ 1 ટીસ્પૂન 
  2. જીરું 1/2 ટીસ્પૂન 
  3. સૂકાં  લાલ મરચાં 2 નંગ 
  4. તજ 1 ટુકડો 
  5. લીલું નાળીયેર સમારીને 1 ટેબલસ્પૂન 
  6. સમારેલી ડુંગળી 1 નંગ 
  7. આદું લસણની પેસ્ટ 1 ટીસ્પૂન 
  8. સમારેલાં  ટામેટાં 1 થી 2 નંગ 
  9. વરીયાળી 1 ટીસ્પૂન 
  10. લવિંગ 3 નંગ 
  11. લીલું નાળીયેર છીણેલું  3 ટેબલસ્પૂન 
  12. મીઠું 
  13. કોથમીર સમારેલી 
બટાટા સાંતળવા માટે : 

  1. પાર બોઈલ કરેલા બેબી પોટેટોઝ  8 થી 10 નંગ જેને વચ્ચેથી સ્કૂપ કરી લેવાં 
  2. તેલ 2 ટેબલસ્પૂન 
  3. જીરું 1/2 ટીસ્પૂન 
ગ્રેવી બનાવવા માટે

  1. બનાવેલી પેસ્ટ 2 થી 3 ટેબલસ્પૂન 
  2. મીઠું 
  3. લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન 
  4. પાણી 
રીત :
ગ્રેવી અને સ્ટફિંગનું મિશ્રણ બનાવવા માટે 

  1. એક કઢાઈ  કે પેનમાં તેલ લઇ તેમાં જીરું , લાલ આખું મરચું, તજ, લવિંગ, લીલું નાળીયેર 1 ટેબલસ્પૂન , સમારેલી ડુંગળી, આદું લસણની પેસ્ટ, સમારેલું 1 ટામેટુ અને વરીયાળી લઇ સાંતળી લો. અને ઠંડુ થવા દો. 
  2. હવે આ મિશ્રણને મિક્સર જારમાં લઇ ક્રશ કરી પેસ્ટ તૈયાર કરો. 
  3. તેમાંથી થોડી (3 ચમચી) જેટલી પેસ્ટ સ્ટફિંગ માટે અલગ કરીને બીજા બાઉલમાં કાઢીલો.
  4. બાકીની પેસ્ટમાં બાકીના સમારેલાં ટામેટાં ઉમેરી ફરીથી વાટી લો, આ રીતે ગ્રેવી માટેની પેસ્ટ તૈયાર થઇ. 
  5. હવે એક પેનમાં તેલ અને જીરું લઇ તેમાં બેબી પોટેટોઝ ને સાંતળી લો.અને ઠંડા થવા દો. અને બાઉલમાં સ્ટફિંગ માટે અલગ કરેલ પેસ્ટમાં લીલા નાળીયેરનું છીણ 3 ટેબલસ્પૂન, મીઠું અને કોથમીર મિક્સ કરી બટાટામાં ભરી લો. 
  6. હવે એ જ પેનમાં બનાવેલી પેસ્ટ લઇ તેમાં મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરીને ગ્રેવીને કુક થવા દો.
  7. ભરેલાં બટાટાં ગ્રેવી વાળા પેનમાં ઉમેરી થોડું પાણી ઉમેરી હલાવી 5 મિનીટ માટે કુક કરો. 
  8. કુક થઇ જાય પછી સર્વ કરો. રોટી, નાન, પરાઠા સાથે સારાં લાગે છે. 

Monday, 19 October 2015

Paneer bengan (stuff bengan)

પનીર બેંગન,  (ભરેલાં રવૈયાં, સ્ટફ બેંગન )



સામગ્રી :    

સ્ટફિંગ બનાવવા માટે :

  1. ધાણાજીરું 2 ટેબલ્સ્પૂન 
  2. ચણાનો લોટ 1 ટીસ્પૂન 
  3. હળદર 1/2 ટીસ્પૂન 
  4. લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન 
  5. ગરમ મસાલો 1/4 ટીસ્પૂન 
  6. વાટેલું લસણ 1/2 ટીસ્પૂન 
  7. સમારેલી કોથમીર 1 1/2 ટેબલસ્પૂન 
  8. છીણેલું પનીર 2 ટેબલસ્પૂન 
  9. તેલ 1 ટીસ્પૂન 
  10. મીઠું 
  11. ખાંડ 1/2 ટીસ્પૂન 
શાક બનાવવા માટે: 

  1. કાપા પડેલા નાનાં રવૈયાં 7 થી 8 નંગ 
  2. તેલ 2 ટેબલસ્પૂન 
  3. રાઈ 1/4 ટીસ્પૂન 
  4. જીરું 1/4 ટીસ્પૂન 
  5. હિંગ ચપટી 
  6. વાટેલું લસણ 2 કળી  
  7. પનીર 2 ટેબલસ્પૂન 
  8. ટોમેટો પ્યુરી 3 ટેબલસ્પૂન 
સર્વ કરવા માટે: 

  1. થેપલાં કે રોટલા 
રીત :

સ્ટફિંગ બનાવવા માટે : 

  1. એક બાઉલમાં ધાણાજીરું, ચણાનો લોટ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, લસણ, કોથમીર, પનીર, તેલ, મીઠું અને ખાંડ ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.  
  2. આ બનાવેલા સ્ટફિંગને રીંગણમાં સ્ટફ કરી લો. 
શાક  બનાવવા માટે: 

  1. એક કઢાઈ  કે પેનમાં તેલ લઇ તેમાં રાઈ, જીરુ, હિંગ, લસણ અને સ્ટફ કરેલા રીંગણ લઇ સાંતળી લો.
  2. તેની ઉપર થાળી ઢાંકી થાકીમાં પાણી ભરી રીંગણને ચઢવા દો.
  3. થોડી થોડી વારે હલાવતા રહી જોતા રહેવું. (જરૂર લાગે તો થાળીમાંનું ગરમ પાણી થોડું થોડું ઉમેરી શકાય.)
  4. હવે તેમાં બાકીનો વધેલો સ્ટફિંગનો મસાલો, પનીર છીણીને, ટોમેટો પ્યુરી ઉમેરી ઢાંકણ ઢાંકી કુક કરી લો.
  5. થઇ ગયા બાદ થેપલા કે રોટલા સાથે સર્વ કરો. 

Stuff Parval


ભરેલાં  પરવળનું શાક 

સામગ્રી:       

સ્ટફિંગ બનાવવા માટે:

  1. શેકેલી શીંગનો ભૂકો 3 ટેબલસ્પૂન 
  2. ધાણાજીરું 3 ટેબલસ્પૂન 
  3. હળદર 1/2 ટીસ્પૂન 
  4. મીઠું 
  5. લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન 
  6. ખાંડ 1 ટીસ્પૂન 
  7. હિંગ ચપટી 
  8. સમારેલી કોથમીર 1 ટેબલસ્પૂન 
  9. તેલ 1 ટેબલસ્પૂન 
શાક બનાવવા માટે :

  1. છાલ કાઢીને કાપા પાડેલાં પરવળ 150 ગ્રામ 
  2. તેલ 3 ટેબલસ્પૂન 
  3. જીરું 1/2 ટીસ્પૂન 
  4. રાઈ 1/2 ટીસ્પૂન 
  5. હિંગ ચપટી 
  6. મોટી ચિપ્સમાં કાપેલા બટાટા 2 નંગ 
  7. પાણી 
  8. ચણાનો લોટ 1 ટેબલસ્પૂન 
ગાર્નીશિંગ માટે: 

  1. કોથમીર  
રીત :

સ્ટફિંગ બનાવવા માટે 

  1. એક બાઉલમાં શેકેલી શીંગનો ભૂકો, ધાણાજીરું, હળદર, મીઠું, લાલ મરચું પાવડર, ખાંડ, હિંગ, કોથમીર અને તેલ ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો. 
  2. આ બનાવેલું સ્ટફિંગ કાપા પાડેલાં પરવળમાં ભરીલો.
  3. એક પેન કે કઢાઈ માં તેલ લઇ તેમાં જીરું, રાઈ, અને હિંગ ઉમેરી બટાટાની  ચિપ્સ ઉમેરી થાળી ઢાંકી થાળીમાં થોડું પાણી ભરી ચઢવા દો.
  4. 3 થી 4 મિનીટ પછી કઢાઈ માં ભરેલા પરવળ ઉમેરી મિક્સ કરી પાણી ભરેલી થાળી ઢાંકી પરવળ અને બટાટાને ચઢવા દો.
  5. પરવળ અને બટાટા ચઢી ગયા બાદ બાકીનો વધેલો મસાલો (સ્ટફિંગ), ચણાનો લોટ અને થાળીમાંનું ગરમ પાણી ઉમેરી, હલાવી ઢાંકીને થોડું ચઢવા દો.
  6. ચઢી જાય પછી કોથમીરથી ગાર્નીશ કરી સર્વ કરો. 

Thursday, 15 October 2015

Bharela Marcha ( stuff chilly)




ભરેલાં  મરચાં 


  

સામગ્રી:   

સ્ટફિંગ બનાવવા માટે 

  1. તીખી જાડી સેવ અને મોળા ગાંઠિયા  1 કપ 
  2. તલ 2 ટેબલસ્પૂન 
  3. સમારેલું કોપરું 3 ટેબલસ્પૂન 
  4. મીઠું 
  5. ખાંડ  1 1/2 ટેબલસ્પૂન 
  6. સમારેલો ગોળ 1 1/2 ટેબલસ્પૂન 
  7. હિંગ 1/4 ટીસ્પૂન 
  8. ધાણાજીરું  1 ટીસ્પૂન   
  9. લાલ મરચું 1 1/2 ટીસ્પૂન 
  10. હળદર 1/4 ટીસ્પૂન 
  11. તેલ 2 થી 3 ટેબલસ્પૂન 
શાક બનાવવા માટે :

  1. કાપા પાડેલાં મોટાં વઢવાણી  મરચાં  8 થી 10 નંગ
  2. તેલ 2 થી 3 ટેબલસ્પૂન 
  3. જીરું 1/4 ટીસ્પૂન 
  4. રાઈ 1/4 ટીસ્પૂન 
  5. હિંગ 1/4 ટીસ્પૂન 
  6. પાણી 
  7. ચણાનો લોટ 1 1/2 ટેબલસ્પૂન 
  8. બનાવેલો સ્ટફિંગનો  મસાલો 4 થી 5 ટેબલસ્પૂન 
  9. લીંબુનો રસ 1 ટીસ્પૂન 
રીત :

  1. સૌ પ્રથમ એક મિક્સર જારમાં સેવ, ગાંઠિયા ,તલ અને સુકું કોપરું લઇ તેને ક્રશ કરીને એક બાઉલમાં કાઢી લો.   
  2. હવે તેમાં મીઠું, ખાંડ, સમારેલો ગોળ, હિંગ, ધાણાજીરું,  લાલ મરચું પાવડર, હળદર અને તેલ ઉમેરી સ્ટફિંગ તૈયાર કરો. 
  3. હવે સ્ટફિંગને કાપા પાડેલાં મરચાંમાં ભરીલો.
  4. એક પેન કે કઢાઈ માં તેલ લઇ તેમાં જીરું, રાઈ, હિંગ, અને ભરેલા મરચાં  ઉમેરી ઉપર થાળી ઢાંકી. થાળીમાં થોડું પાણી ભરી કુક થવા દો.
  5. થોડું કુક થઇ જાય પછી તેમાં વધેલો સ્ટફિંગનો મસાલો, ચણાનો લોટ, લીંબુનો રસ મિક્સ કરી ઢાંકેલી થાળીમાંનું ગરમ પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી 2 મિનીટ માટે કુક કરીલો. 
  6. સર્વ કરો. 


Monday, 12 October 2015

Kheer


           ખીર 


 

          સામગ્રી

  1. ઘી 1 ટીસ્પૂન  
  2. પલાળેલા ચોખા 1 ટેબલસ્પૂન     
  3. દૂધ 500 મિલી.   
  4. ખાંડ 1/2 કપ     
  5. કેસરના તાંતણા  10 થી 12    
  6. ડ્રાય ફ્રુટ  પાવડર 1 ટેબલસ્પૂન 
  7. ઈલાયચી પાવડર 1/2 ટીસ્પૂન   
  8. જાયફળ ચપટી  
  9. ચારોળી 1/2 ટીસ્પૂન  
  10. પીસ્તા અને બદામની કતરણ 1 ટેબલસ્પૂન  
દૂધ અને સાબુદાણાનું મિશ્રણ બનાવવા માટે :

  1. દૂધ 1/2 કપ  
  2. ઘીમાં શેકીને ક્રશ કરેલા સાબુદાણાનો પાવડર 1  1/2 ટીસ્પૂન  
  3. મિલ્ક પાવડર 2 ટેબલસ્પૂન  
ગાર્નીશિંગ માટે :

  1. ઈલાયચી પાવડર  
  2. ચારોળી  
  3. બદામ પિસ્તાની કતરણ    
રીત :  

ખીર બનાવવા માટે:

  1. એક પેન કે કઢાઈ માં ઘી લઇ તેમાં ચોખા ઉમેરી સાંતળી લો.   
  2. ત્યારબાદ તેમાં દૂધ ઉમેરી ચોખા ચઢી જાય ત્યાં સુધી હલાવતા રહી કુક કરી લો. 
  3. હવે તેમાં (1/2 કપ દૂધમાં ક્રશ કરેલા સાબુદાણા અને મિલ્ક પાવડર ઉમેરી બનાવેલું) મિશ્રણ ઉમેરી હલાવી લો.  
  4. પછી તેમાં ખાંડ, કેસર, ડ્રાયફ્રુટ પાવડર, ઈલાયચી પાવડર, જાયફળ પાવડર, ચારોળી અને બદામ પિસ્તાની કતરણ ઉમેરી હલાવી કુક કરી લો.   
  5. ખીરને સર્વિંગ બાઉલમાં લઇ ઉપર ઈલાયચી પાવડર, ચારોળી અને બદામ પિસ્તાની કતરણથી ગાર્નીશ કરી સર્વ કરો.  (વરખ પણ લગાડી શકાય )  

 

Thursday, 8 October 2015

Veg Moglai Kabab

વેજ મોગલાઈ કબાબ                                                   


સામગ્રી 
  1. બાફેલા બટાટા 2 નંગ  
  2. બાફેલું સૂરણ 100 ગ્રામ     
  3. બાફેલી મેથીની ભાજી 50 ગ્રામ (બાફતી વખતે થોડું મીઠું અને ખાંડ ઉમેરીને બાફવું નીતારીને લેવું.)  
  4. ફુદીનો 1 ટેબલસ્પૂન  
  5. કોથમીર 2 ટેબલસ્પૂન 
  6. લીલાં મરચાં 3 થી 4 નંગ  
  7. વાટેલું આદુ અને લસણ 1 1/2 ટીસ્પૂન  
  8. બદામ પાવડર 2 ટેબલસ્પૂન  
  9. પનીર 1 ટેબલસ્પૂન  
  10. ચીઝ 1 ક્યુબ  
  11. દહીં 1 ટીસ્પૂન  
  12. લીંબુનો રસ 1 ટીસ્પૂન  
  13. ગરમ મસાલો 1 ટીસ્પૂન  
  14. જીરું 1 ટીસ્પૂન  
  15. મીઠું  
  16. ઘીમાં શેકેલો ચણાનો લોટ 3 ટેબલસ્પૂન  
  17. કોર્નફલોર 2 ટેબલસ્પૂન  
  18. ફ્રેશ બ્રેડક્રમ્સ જરૂર મુજબ  
  19. તેલ 1 ટીસ્પૂન  
  20. ઘી 1 ટીસ્પૂન  
સર્વિંગ માટે   

કેચપ અને ફુદીનાની ચટણી  

રીત   

  1. એક મિક્સર જારમાં બાફેલા બટાટા, સૂરણ, મેથીની ભાજી, ફુદીનો, કોથમીર, લીલાં મરચાં, આદુ લસણ, બદામનો પાવડર, પનીર ભૂકો કરીને, ચીઝ ટુકડા કરીને, દહીં, લીંબુનો રસ, ગરમ મસાલો, જીરું અને મીઠું લઇ ક્રશ કરી લો.   
  2. હવે તેમાં ચણાનો લોટ અને કોર્નફ્લોર ઉમેરી ક્રશ કરો.    
  3. બાઉલમાં કાઢી તેમાં ફ્રેશ બ્રેડક્રમ્સ ઉમેરી મિક્સ કરી તેલથી કેળવી લો. 
  4. તેના ગોળા વાળી કબાબનો શેપ આપી દો.  
  5. ફ્રાઈંગ પેન કે તવી મૂકી તેલ અને ઘી ઉમેરીને ધીમા તાપે બંને બાજુ બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો.  
  6. કેચપ અને ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.                      

= window.adsbygoogle || []).push({});