Search This Blog

Wednesday, 11 November 2015

Khasta Kachori

 ખસતા કચોરી 

સામગ્રી:

ખસતા કચોરીનો મસાલો બનાવવા માટે: 

  1. સુકાધાણા 2 ટેબલસ્પૂન 
  2. જીરું 1 ટીસ્પૂન 
  3. તજ 1 થી 2  નંગ 
  4. લવિંગ 3 થી 4 નંગ 
  5. કલોંજી 1 ટીસ્પૂન 
  6. વરીયાળી 1 ટેબલસ્પૂન 
  7. તલ 1 ટેબલસ્પૂન 
  8. મીઠોલીમડો 8 થી 10 નંગ 
મસાલો બનાવવા માટે : ઉપરની બધી સામગ્રી હલકી તેલમાં શેકીને વાટી  લેવી.  આ રીતે             ખસતા કચોરીનો મસાલો તૈયાર થશે.

સ્ટફિંગ બનાવવા માટે :

  1. પાપડી ગાંઠિયા અથવા સાદા ગાંઠિયાનો ભૂકો 3 ટેબલસ્પૂન 
  2. તળેલી મગની દાળનો ભૂકો 3 ટેબલસ્પૂન 
  3. આમચૂર પાવડર 1/2 ટેબલસ્પૂન 
  4. સંચળ પાવડર 1 ટીસ્પૂન 
  5. લાલ મરચું પાવડર ટીસ્પૂન 
  6. મીઠું 
  7. ખસતા કચોરીનો મસાલો 2 ટીસ્પૂન 
  8. તેલ 1 ટીસ્પૂન 
અન્ય સામગ્રી: 

  1. મેંદા અને રવાની બાંધેલી કણક 1 કપ 
  2. તેલ તળવા માટે 
એસેમ્બલ કરવા માટે:

    બટાટા નો માવો 

    લીલી ચટણી 

    ખજુર આમલીની ચટણી અને સેવ 

રીત; 

  1. એક બાઉલમાં ગાંઠિયાનો ભૂકો, તળેલી મગની દાળનો ભૂકો, આમચૂર પાવડર, સંચળ, લાલ મરચું પાવડર, મીઠું અને ખસતા કચોરીનો મસાલો લઈને બરાબર મિક્સ કરો. છેલ્લે તેમાં તેલ મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો.
  2. હવે મેંદો અને રવાની બાંધેલી કણકમાંથી નાની પૂરી વણી લો. 
  3. પુરીમાં સ્ટફિંગ ભરી કિનારી પર પાણી લગાવી બંધ કરી દબાવીને ગુલ્લા જેવું બનાવી વણી લો. 
  4. ક્ચોરીને ઓછા ગરમ તેલમાં તળીને ઠંડી થવા દઈ ફરીથી તળી લો જેથી કચોરી ક્રિસ્પી થશે. 
  5. ઠંડી થઇ ગયા બાદ વચ્ચે ખાડો કરીને તેમાં બટાટાનો માવો, લીલી ચટણી, આમલીની ચટણી અને સેવ મૂકી સર્વ કરો. 

Friday, 6 November 2015

Jafrani Khaja

જાફરની ખાજા


સામગ્રી :

  1. મેંદો 1 કપ 
  2. ઈલાયચી પાવડર 1 ટીસ્પૂન 
  3. કેસર પાવડર ચપટી 50 મિલી પાણીમાં ઓગળીને 
  4. મીઠું ચપટી જ 
  5. પાણી 
  6. તેલ 2 ટેબલસ્પૂન  
અન્ય સામગ્રી: 

  1. તેલ તળવા માટે 
  2. ચાસણી (200 ગ્રામ ખાંડ માં ખાંડ ડુબે એટલું જ પાણી લઇ જાડી ચાસણી તૈયાર કરવી)

રીત:

  1. એક બાઉલમાં મેંદો, ઈલાયચી પાવડર, મીઠું, તેલ  ઉમેરી મિક્સ કરી પાણીમાં ઓગળેલો કેસર પાવડર ઉમેરી મિક્સ કરી લો. 
  2. ત્યારબાદ તેમાં સાદું પાણી ઉમેરી કણક  તૈયાર કરો. અને 15 થી 20 મિનીટ માટે રેસ્ટ આપો. 
  3. રેસ્ટ આપ્યા બાદ તેના મોટા લુઆ કરી રોટલી વણી લો. ( મોણ સરખું લીધું હોવાથી અટામણ ની જરૂર નહી રહે.)
  4. તેની ઉપર મેંદો ભભરાવી બીજી રોટલી મુકો. આ રીતે બે થી ત્રણ લેયર કરી રોલ વાળીને કિનારી પર પાણી લગાવી સીલ કરીને પછી કાપી લો 
  5. કાપેલા પીસને વણી લઇ ખાજા તૈયાર કરો. 
  6. ખાજાને ગરમ તેલમાં તળી લો.   
  7. તળાઈ ગયા બાદ ઉપરથી જાડી ચાસણી પોર કરી ખાજાને  ઠંડા થવા દો.અને સર્વ કરો.

Butter Bhakharvadi

બટર  ભાખરવડી 

સામગ્રી: 

સ્ટફિંગ બનાવવા માટે :

  1. તેલ 1 ટીસ્પૂન 
  2. બટર  1 ટેબલસ્પૂન 
  3. હિંગ 1/2 ટીસ્પૂન  
  4. હલકા શેકીને અધકચરા વાટેલા ધાણા, વરીયાળી અને તલ 1 ટેબલસ્પૂન 
  5. ચણાનો લોટ 30 થી 40 ગ્રામ 
  6. મીઠું 
  7. લસણની પેસ્ટ 1 થી 1 1/2 ટીસ્પૂન 
  8. આદુની પેસ્ટ 1 ટીસ્પૂન 
  9. લાલ મેચું 1 થી 1 1/2 ટીસ્પૂન 
  10. આમચૂર પાવડર 1 થી 1 1/2 ટીસ્પૂન 
  11. દળેલી ખાંડ 2 ટેબલસ્પૂન 
  12. તજ લવિંગનો પાવડર 1/2 ટીસ્પૂન 
અન્ય સામગ્રી :

  1. મેંદામાં બટર નું મોણ નાંખી બાંધેલી કણક 
  2. દૂધ અને પાણી બ્રશિંગ માટે 

રીત:

  1. એક કઢાઈમાં 1 ટીસ્પૂન તેલ અને 1 ટેબલસ્પૂન બટર લઇ થોડું મેલ્ટ થાય એટલે તેમાં થોડી હિંગ, (ધાણા, વરીયાળી અને તલ  હલકા શેકી, વાટીને) બનાવેલો પાવડર 1 ટેબલસ્પૂન, ચણાનો લોટ લઇ હલકું શેકી લો. 
  2. ત્યારબાદ તેમાં મીઠું, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, લાલ મરચું પાવડર, આમ્ચુર પાવડર અને દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી શેકી લો. 
  3. આ રીતે સ્ટફિંગ તૈયાર કરીને બાઉલમાં કાઢી લો. 
  4. હવે તેમાં તજ લવિંગનો પાવડર ઉમેરી મિક્સ કરીલો.
  5. મેંદાની બાંધેલી કણકમાંથી લુઆ કરી મોટો પાતળો રોટલો બનાવી તેની ઉપર પાણી લગાવી અડધા ભાગમાં સ્ટફિંગ પાથરી દો.
  6. બાકીનો અડધો ભાગ સ્ટફિંગ પર વાળીને બંધ કરો. 
  7. ઉપર વેલણ ફેરવી અને કાપી લો. 
  8. ભાખરવડીને  ગ્રીઝ કરેલી ઓવન ટ્રેમાં લઇ ઉપર દુધથી બ્રશિંગ કરી પ્રી હીટ કરેલા ઓવનમાં 5 મિનીટ માટે 180 ડીગ્રી પર અને ત્યારબાદ 150 ડીગ્રી પર 5 થી 7 મિનીટ માટે બેક કરવા મુકો.
  9. બેક થયા બાદ થોડી વાર ખુલ્લામાં રહેવા દઈ સર્વ કરો. 

Tuesday, 27 October 2015

Mix Dal Dhokla


મિક્સ દાળ  ઢોકળાં 


સામગ્રી:

  1. ચોખા 1/2 કપ 
  2. ચણાની દાળ  2 ટેબલસ્પૂન 
  3. અડદની દાળ  2 ટેબલસ્પૂન 
  4. મોગરની દાળ  2 ટેબલસ્પૂન 
  5. તુવરની દાળ  2 ટેબલસ્પૂન 
  6. મસૂરની દાળ  1 ટેબલસ્પૂન 
  7. દહીં 1 ટીસ્પૂન 
  8. મીઠું 
  9. આદુંમરચાં ની પેસ્ટ 1 ટેબલસ્પૂન 
  10. બાફેલી મકાઇ 2 ટેબલસ્પૂન 
  11. ઝીણા સમારેલાં  કેપ્સીકમ 1 ટેબલસ્પૂન 
  12. ઝીણા સમારેલાં  ગાજર 2 ટેબલસ્પૂન 
  13. કોથમીર 1 ટેબલસ્પૂન 
  14. છીણેલી દુધી 1/3 કપ 
  15. તેલ 2 ટીસ્પૂન 
  16. ખાંડ  1/2 ટીસ્પૂન 
  17. હળદર 1/4 ટીસ્પૂન 
  18. ફ્રુટસોલ્ટ ચપટી 
  19. ઉપર લગાવવા માટે તેલ જરૂર મુજબ 
  20. ચીલી ફ્લેક્સ ચપટી 
સર્વિંગ માટે 

  1. કેચપ અને લીલી ચટણી  
રીત: 

  1. બધી દાળ ને મિક્સ કરીને સાથે જ પાણીમાં પલાળી દેવી. ચોખાને અલગથી પલાળવા.
  2. બન્નેને 7 થી 8 કલાક માટે પલળવા દઈને અલગ જ વાટી લઈને મિક્સ કરીને 1 ચમચી જેટલું દહીં ઉમેરી આથો લાવવા માટે રાખી મુકવું. 
  3. આ રીતે આથો આવી જાય પછી તેમાં મીઠું, આદુંમરચાં ની પેસ્ટ, બાફેલી મકાઇના દાણા, ઝીણા સમારેલાં કેપ્સીકમ, ઝીણા સમારેલાં ગાજર, કોથમીર, છીણેલી દુધી, તેલ 2 ટીસ્પૂન, ખાંડ, હળદર  ઉમેરી બધું મિક્સ કરો.  
  4. છેલ્લે તેમાં 1/2 ટીસ્પૂન ફ્રુટ સોલ્ટ ઉમેરી ઝડપથી હલાવીને ગ્રીઝ કરેલી થાળીમાં લઈને ઉપરથી ચીલી ફ્લેક્સ ભભરાવી અગાઉથી ગરમ થવા મુકેલા ઢોકળાના કુકરમાં 8 થી 10 મિનીટ માટે બફાવા મુકો. (ફ્રુટ સોલ્ટ ઉમેરવો હોય ત્યારે દરેક થાળી મુકતી વખતે દર વખતે થાળીના ભાગનું ખીરું બીજા બાઉલમાં લઈને તેમાં ખીરા જેટલો ફ્રુટ સોલ્ટ ઉમેરવો તો રીઝલ્ટ સારું આવશે.)
  5. થઇ ગયા બાદ ઉપરથી તેલ રેડી ફેલાવી કાપીને કેચપ અને લીલી ચટણી સાથે સર્વ કરો. 

Ghaari


     ઘારી


 







  









સામગ્રી: 

  1. શેકેલો મોળો માવો 250 ગ્રામ 
  2. ઘીમાં શેકેલો ચણાનો લોટ 2 ટેબલસ્પૂન 
  3. કેસર અને બુરું ખાંડ નું મિશ્રણ 1 ટીસ્પૂન (કેસર અને બુરું ખાંડને સાથે જ મિક્સરમાં વાટી  લેવાં)
  4. ઈલાયચી પાવડર 1/2 ટીસ્પૂન 
  5. બુરું ખાંડ 100 ગ્રામ 
  6. બદામનો ભૂકો 50 ગ્રામ 
  7. પિસ્તાની કતરણ 2 ટેબલસ્પૂન 
અન્ય સામગ્રી: 

  1. ઘી અને દુધથી બાંધેલી મેંદાની કણક 1 કપ 
  2. ઘી તળવા માટે અને કોટિંગ માટે 
ગાર્નીશિંગ માટે :

  1. બદામ અને પિસ્તાની કતરણ 

સર્વિંગ માટે : 

  1. ચવાણું 

રીત:

  1. એક બાઉલમાં શેકેલો મોળો માવો(હુંફાળો લેવો), શેકેલો ચણાનો લોટ, કેસર+બુરુંખાંડનું મિશ્રણ, અને ઈલાયચી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરીલો,
  2. ઠંડુ થઇ જાય પછી તમા બુરું ખાંડ, બદામનો ભૂકો લઇ હાથેથી બરાબર મસળી લો. (ખુબ મસળવું જેથી બોલ બનાવ્યા પછી તોડતાં ભૂકો ના થઇ જાય)
  3. હવે તેમા પિસ્તાની કતરણ ઉમેરી ગોળા વાળી લો. 
  4. હવે મેંદાની બાંધેલી કણકને કેળવી લઇ લુઆ કરી અટામણ લઇ નાની પાતળી પૂરી વણો.
  5. હવે પુરીમાં બનાવેલો એક ગોળો મૂકી નીચેની બાજુએથી કવર કરી વધારા નો ભાગ દુર કરી વચ્ચે ખાડો કરીને ઘારી તૈયાર કરો.
  6. ઘારીને ગરમ ઘીમાં તળી લો. (તળવા માટે ઘારીને સીધી જ ઘીમાં ન નાંખવી. પરંતુ ઝારામાં ઘારી મૂકી તેલની કઢાઈ  પર રાખી ઉપર ગરમ ઘી બીજા ચમચા વડે રેડીને રેડીને માત્ર હલકી જ તળવી.) 
  7. આ રીતે તળાઈ ગયા બાદ એક બાઉલમાં જામ ખંભાળિયાનું થીજી જાય એવું ઘી લઇ  હાથ વડે ફીણી હલકું કરીને તેમાં ઘારી ડીપ કરીને ઉપરથી બદામ પિસ્તાની કતરણ ચોટાડી ફ્રીજમાં થોડી વાર ઠંડી કરી સર્વ કરવી.


Saturday, 24 October 2015

Stuff Moglai Paratha


સ્ટફ મોગલાઈ પરાઠા 


સામગ્રી ;

કણક બનાવવા માટે :

  1. ઘઉંનો લોટ 1/2 કપ 
  2. મેંદો 1/2  કપ 
  3. રવો 2 ટીસ્પૂન 
  4. દળેલી ખાંડ 1 ટીસ્પૂન 
  5. મીઠું 
  6. બેકિંગ પાવડર 1/4 ટીસ્પૂન 
  7. તેલ 2 ટીસ્પૂન 
  8. હુંફાળું પાણી લોટ બાંધવા માટે 
સ્ટફિંગ બનાવવા માટે :

  1. બાફીને છીણેલા બટાટા 2 નંગ 
  2. ઝીણી સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન 
  3. બારીક સમારેલા ટામેટા 1/2 નંગ 
  4. ક્રશ કરેલું આદું મરચાં અને લસણ 1 ટીસ્પૂન 
  5. બાફીને કચરેલા વટાણા 1/4 કપ 
  6. મીઠું 
  7. ગરમ મસાલો 1/4 ટીસ્પૂન 
  8. ઈલાયચી પાવડર ચપટી 
અન્ય સામગ્રી: 

  1. તેલ શેકવા માટે 
  2. સર્વ કરવા માટે રાયતું 
રીત :

  1. એક બાઉલમાં ઘઉંનો લોટ, મેંદો,રવો, દળેલી ખાંડ, મીઠું, બેકિંગ પાવડર, તેલ અને હુંફાળું પાણી ઉમેરી કણક  તૈયાર કરો. 
  2. કણકને  10 મિનીટ માટે રેસ્ટ આપો 
સ્ટફિંગ બનાવવા માટે :

  1. એક બાઉલમાં બાફીને છીણેલા બટાટા, ડુંગળી, ટામેટા, આદું મરચાં લસણની પેસ્ટ, કચરેલા વટાણા, મીઠું, ગરમ મસાલો અને ઈલાયચી પાવડર ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો,
  2. હવે કણકને કેળવી લઇ લુઆ કરી અટામણ લઇ રોટલી વણી લો. 
  3. રોટલીને વચ્ચેથી કાપી સ્ટફિંગ મૂકીને બંધ કરી અટામણ લઇ વણી લો. 
  4. પરાઠાને તવીમાં લઇ બંને બાજુ આછા શેકીને પછી તેલ વડે શેકીને ગુલાબી રંગના થાય એવા શેકી લો. 
  5. રાયતા સાથે સર્વ કરો. 

Sitafal Rabdi


સીતાફળ રબડી 

સામગ્રી :

  1. સીતાફળની પેશીઓ 1 કપ 
  2.  દૂધ 500 મિલી 
  3. કન્ડેન્સ્ડ મિલ્ક 1/2 કપ 
  4. ખાંડ  1 1/2 ટીસ્પૂન 
  5. મોળો માવો 50 ગ્રામ 
  6. ઈલાયચી 1/4 ટીસ્પૂન 
  7. કેસર ચપટી 
ગાર્નીશિંગ માટે :

બદામ, પીસ્તા, કેસર 

રીત :

  1. એક પેનમાં દૂધ અને કન્ડેન્સ્ડ મિલ્ક લઇ ઉકળવા મુકો.
  2. ઉકળવા લાગે ત્યારે તેમાં ખાંડ અને મોળો માવો ઉમેરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.(વચ્ચે વચ્ચે સતત હલાવતા રહેવું).
  3. હવે તેમાં ઈલાયચી, કેસર અને  સીતાફળની પેશીઓ ઉમેરી મિક્સ કરી લો. 
  4. રબડીને સર્વિંગ બાઉલમાં લઇ બદામ,પીસ્તા અને કેસરથી ગાર્નીશ કરી સર્વ કરો. 

= window.adsbygoogle || []).push({});