It's providing "Rasoi" recipes in Gujarati language. Cooking food recipes to get in Gujarati. Cooking Ingredients measurements in Gujarati, Rajsthani, South Indian,Punjabi, Chinese, Sizzlers, and Traditional types of vegetarian foods and Breakfasts.
ખીરું બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, તલ, રવો, હિંગ, લીલાં મરચાં, મીઠું, ખાંડ, આદુ લસણની પેસ્ટ, કોથમીર, પાલક, લીલી ડુંગળી, મેથીની ભાજી અને દહીં લઇ મિક્સ કરી લો.જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરી 10 મિનીટ રેસ્ટ આપો.
હવે તેમાં ખાવાનો સોડા (સાજીનાં ફૂલ) અને ગરમ તેલ ઉમેરી હલાવીને બરાબર મિકસ કરીને ગરમ તેલમાં નાના નાના ગોટા ઉતારો. (પહેલાં કાચા હોય ત્યારે જ ઉતારીને 2 મિનીટ પછી ફરીથી ગરમ જ તેલમાં તળવાથી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થશે.) (2 મિનીટ પછી જયારે તળો ત્યારે તેલ એકદમ ગરમ જ હોવું જોઈએ, તેલ જો ઠંડુ હશે તો ગોટામાં તેલ ભરાઈ જશે ) અને તળેલા મરચાં તેમજ બેસન ચટણી સાથે સર્વ કરો
ઘી 250 ગ્રામ (લોટ શેકવા માટે ) અને ગોળનો પાયો કરવા માટે બીજું 200 ગ્રામ જેટલું ઘી
ગંઠોડા પાવડર 1/2 કપ અથવા 50 ગ્રામ
સુંઠ પાવડર 1/2 કપ અથવા 50 ગ્રામ
કાજુનો ભૂકો 1 બાઉલ અથવા 50 ગ્રામ
બદામની કતરણ 1 બાઉલ અથવા 50 ગ્રામ
પીસ્તાનો ભૂકો 1 બાઉલ અથવા 50 ગ્રામ
કોપરાની છીણ 1/2 બાઉલ
ઈલાયચી 1 ચમચી
રીત
એક કઢાઈમાં ઘી 250 ગ્રામ જેટલું લઈને તેમાં ઘઉંનો લોટ લઇ તેને બરાબર શેકી લો.
લોટનો કલર સહેજ બદામી થાય એટલે તેમાં મેથીનો લોટ (વાટેલી મેથી) ઉમેરી તેને શેકી લો. બધું જ બરાબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરીને થોડી વાર હલાવીને રહેવા દો.
બીજી કઢાઈમાં 200 ગ્રામ જેટલું ઘી લઇ તેમાં સમારેલો ગોળ 200 ગ્રામ જેટલો લઇ તેને શેકીને ગોળ ઘીનો પાયો થવા દો. (ઘીમાં ગોળ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી દઈ થોડી વાર સતત હલાવ્યા કરવું આને પાયો થઇ ગયો કહેવાય)
હવે સ્ટફિંગ માટે એક બાઉલમાં બાફીને મેશ કરેલાં બટાકા લઇ તેમાં મીઠું, મરચું પાવડર, ચાટ મસાલો, ધાણા પાવડર, હિંગ, વરીયાળીનો ભૂકો, ઝીણાં સમારેલાં મરચાં ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. આ રીતે સ્ટફિંગ તૈયાર થયું.
વચ્ચેથી ઉભા કાપેલા મરચાંમાં આ સ્ટફિંગ સારી રીતે ભરી લો.
ખીરું બનાવવા માટે એક મોટા બાઉલમાં 1 કપ ચણાનો લોટ લઇ તેમાં મીઠું અને ચપટી સાજીના ફૂલ ઉમેરી પાણી વડે ખીરું (બટાટાવડાં જેવું) બનાવો.
હવે ભરેલાં મરચાંને ખીરામાં બોળીને ગરમ તેલમાં મધ્યમ આંચ પર અંદરથી કાચાં ન રહે એ રીતે તળીલો. અને કેચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.
તૈયાર નાની ઈડલી અથવા રેગ્યુલર ઈડલીના મોટા ટુકડા ૧ કપ(ઈડલીનું ખીરું રેગ્યુલર ખીર કરતા થોડું વધારે ઘટ્ટ રાખવું અને ઈડલી મુકતી વખતે તેમાં સાજીના ફૂલ કે ઈનો કઈ પણ નાખ્યા વગર જ ઈડલી બનાવવી )
ટામેટુ 1 નંગ સમારીને
બાફેલા મકાઈના દાણા ૩ ટેબલસ્પૂન
ચીલી સોસ 2 ટેબલસ્પૂન
ટમેટો સોસ 4 ટેબલસ્પૂન
દાડમના દાણા 2 ટેબલસ્પૂન
ચણાની મસાલાવાળી દાળ 1 ટેબલસ્પૂન (ફરસાણ વાળી )
સમારેલી કોથમીર 2 ટેબલસ્પૂન
તીખી અને મોળી સેવ 2 થી ૩ ટેબલસ્પૂન
ગાર્નીશિંગ માટે :
દાડમના દાણા
કોથમીર
રીત
એક કઢાઈમાં તેલ મૂકી તેમાં અડદની દાળ, ઝીણાં સમારેલાં લીલાં મરચાં, મીઠો લીમડો, સમારેલી ડુંગળી, અને સહેજ જ મીઠું ઉમેરી હલાવી થોડું જ સાંતળો.
હવે તેમાં સમારેલાં કેપ્સીકમ ઉમેરી સંતળાઈ જાય પછી તેમાં ખારી શીંગ, સમારેલું આદુ ઉમેરી મિક્સ કરો. ગેસ બંધ કરી દો.
તેમાં તૈયાર ઈડલી અથવા ઈડલીના કટકા ઉમેરી સમારેલું ટમેટું, બાફેલા મકાઈના દાણા અને બાકીનું મીઠું ઉમેરી હલાવી દો.
તેમાં ચીલી સોસ અને ટમેટો સોસ ઉમેરી મીકીસ કરો.
એક પ્લેટમાં કાઢી ઠંડુ થાય પછી તેમાં દાડમના દાણા, ચણાની મસાલાવાળી દાળ અને કોથમીર ઉમેરીને મિક્સ કરો.
સર્વિંગ ડીશમાં લઇ ઉપરથી તીખી તથા મોળી સેવ ભભરાવો.તેના પર ફરીથી ચણાની મસાલાવાળી દાળ ભભરાવી દાડમના દાણા તથા કોથમીર ભભરાવી સર્વ કરો.