It's providing "Rasoi" recipes in Gujarati language. Cooking food recipes to get in Gujarati. Cooking Ingredients measurements in Gujarati, Rajsthani, South Indian,Punjabi, Chinese, Sizzlers, and Traditional types of vegetarian foods and Breakfasts.
Search This Blog
Tuesday, 7 March 2017
Tuesday, 21 February 2017
ઉપમા
ઉપમા
સામગ્રી
- 2 ટેબલસ્પૂન તેલ
- 1/2 ટીસ્પૂન રાઈ
- હિંગ
- ચપટી અડદની દાળ
- મીઠા લીમડાના પાન 4 થી 5
- ઝીણી સમારેલી ડુંગળી 1 નાની
- હળદર (ચપટી થી પણ ઓછી)
- રવો 1/2 કપ
- મોળી છાશ 1 કપ (છાશને બદલે પાણી પણ લેવાય. પાણી લીધું હોય તો 4 દાણા લીંબુના ફૂલ લેવાં )
- મીઠું
- ચપટી ખાંડ
- ઝીણાં સમારેલાં લીલાં મરચાં 2 નંગ
- 1 નાનું ટામેટું ઝીણું સમારેલું
- ચપટી ખાંડ
- કોથમીર
રીત :
- એક કઢાઈમાં તેલ લઇ તેમાં રાઈ અને અડદની દાળ, હિંગ, મીઠા લીમડાનો વઘાર કરો. અને સમારેલી ડુંગળી ઉમેરીને સાંતળો
- સંતળાઈ જાય પછી તેમાં હળદર તથા રવો ઉમેરી હલાવતા રહી બરાબર શેકો.
- રવો બરાબર શેકાઈ જાય પછી તેમાં છાશ, મીઠું, ઝીણાં સમારેલાં મરચાં, ચપટી ખાંડ અને ટામેટાં ઉમેરી હલાવી દો (ગઠ્ઠા ન રહે એ રીતે સતત હલાવતા રહી શેકવું.)
- બધું બરાબર મિક્સ કરી થોડી વાર કૂક થવા દો
- કુક થઇ જાય પછી કોથમીર ભભરાવી સર્વ કરો.
Wednesday, 24 August 2016
ગ્રીન ગોટા
ગ્રીન ગોટા
સામગ્રી
- ચણાનો લોટ 150 ગ્રામ
- રવો 2 ટેબલસ્પૂન
- ચોખાનો લોટ 1 ટેબલસ્પૂન
- તલ 1 ટેબલસ્પૂન
- હિંગ 1/2 ટીસ્પૂન
- લીલાં મરચાં 3 થી 4 નંગ
- મીઠું
- ખાંડ 1 ટીસ્પૂન
- આદુલસણની પેસ્ટ 1 1/2 ટીસ્પૂન
- બારીક સમારેલી કોથમીર 5O ગ્રામ
- બારીક સમારેલી પાલક 50 ગ્રામ
- બારીક સમારેલી લીલી ડુંગળી 50 ગ્રામ
- બારીક સમારેલી મેથીની ભાજી 50 ગ્રામ
- દહીં 50 ગ્રામ
- સાજીનાં ફૂલ 1/4 ટીસ્પૂન
- ગરમ તેલ 1 ટીસ્પૂન
અન્ય સામગ્રી : તેલ તળવા માટે
રીત
- ખીરું બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, તલ, રવો, હિંગ, લીલાં મરચાં, મીઠું, ખાંડ, આદુ લસણની પેસ્ટ, કોથમીર, પાલક, લીલી ડુંગળી, મેથીની ભાજી અને દહીં લઇ મિક્સ કરી લો.જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરી 10 મિનીટ રેસ્ટ આપો.
- હવે તેમાં ખાવાનો સોડા (સાજીનાં ફૂલ) અને ગરમ તેલ ઉમેરી હલાવીને બરાબર મિકસ કરીને ગરમ તેલમાં નાના નાના ગોટા ઉતારો. (પહેલાં કાચા હોય ત્યારે જ ઉતારીને 2 મિનીટ પછી ફરીથી ગરમ જ તેલમાં તળવાથી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થશે.) (2 મિનીટ પછી જયારે તળો ત્યારે તેલ એકદમ ગરમ જ હોવું જોઈએ, તેલ જો ઠંડુ હશે તો ગોટામાં તેલ ભરાઈ જશે ) અને તળેલા મરચાં તેમજ બેસન ચટણી સાથે સર્વ કરો
- ખીરું બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, તલ, રવો, હિંગ, લીલાં મરચાં, મીઠું, ખાંડ, આદુ લસણની પેસ્ટ, કોથમીર, પાલક, લીલી ડુંગળી, મેથીની ભાજી અને દહીં લઇ મિક્સ કરી લો.જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરી 10 મિનીટ રેસ્ટ આપો.
- હવે તેમાં ખાવાનો સોડા (સાજીનાં ફૂલ) અને ગરમ તેલ ઉમેરી હલાવીને બરાબર મિકસ કરીને ગરમ તેલમાં નાના નાના ગોટા ઉતારો. (પહેલાં કાચા હોય ત્યારે જ ઉતારીને 2 મિનીટ પછી ફરીથી ગરમ જ તેલમાં તળવાથી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થશે.) (2 મિનીટ પછી જયારે તળો ત્યારે તેલ એકદમ ગરમ જ હોવું જોઈએ, તેલ જો ઠંડુ હશે તો ગોટામાં તેલ ભરાઈ જશે ) અને તળેલા મરચાં તેમજ બેસન ચટણી સાથે સર્વ કરો
Friday, 29 July 2016
આલું ટીક્કી ચાટ
આલું ટીક્કી ચાટ
સામગ્રી
- બાફેલા બટાટા ૩ નંગ
- બ્રેડક્રમ્સ ૩ ટેબલસ્પૂન
- આદુ-મરચાની પેસ્ટ ૩ ટેબલસ્પૂન
- જીરું 1 ટીસ્પૂન
- મીઠું
- કોર્નફલોર જરૂર મુજબ (ટિક્કીને રગદોળવા માટે )
- ચાટ મસાલો 1 ટીસ્પૂન
રગડો બનાવવા માટે
- તેલ 2 ટેબલસ્પૂન
- જીરું ચપટી
- ઝીણી સમારેલી ડુંગળી 1 ટેબલસ્પૂન
- મીઠા લીમડાના પાન 4 થી 5
- ચણાનો લોટ 1 ટેબલસ્પૂન
- બાફેલા સફેદ છોલે ચણા 1 બાઉલ
- મીઠું
- હળદર ચપટી
- લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન
- ગરમ મસાલો 1 ટીસ્પૂન
- પાણી જરૂર મુજબ
- આમલી-ગોળની ચટણી
- ગ્રીન ચટણી (કોથમીર,મરચાં,ફુદીનો,લસણ )
- લસણની ચટણી
- ઝીણાં સમારેલાં ટામેટા 2 ટેબલસ્પૂન
- ઝીણી સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન
- ઝીણી મોળી સેવ 2 ટેબલસ્પૂન
- કોથમીર સમારેલી 2 ટેબલસ્પૂન
- દાડમના દાણા 2 ટેબલસ્પૂન
રીત
ટીક્કી બનાવવા માટે
- બાઉલમાં બાફેલા બટાટાને મેશ કરી લો.
- તેમાં બ્રેડક્રમ્સ, આદુ-મરચાંની પેસ્ટ, જીરું, ચાટ મસાલો અને મીઠું નાખી મિક્સ કરી લો.
- તેમાંથી નાના ટીક્કી વાળી શકાય એવડા લુઆ લઈને ટીક્કી વાળી લો.
- ટિક્કીને કોર્ન્ફ્લોરમાં રગદોળી ને તેલમાં ડીપ ફ્રાય કરી લો. (થોડું તેલ લઈને શેલો ફ્રાય પણ કરી શકાય.) આ રીતે ટીક્કી તૈયાર થશે
રગડો બનાવવા માટે
- એક કઢાઈમાં તેલ લઇ તેમાં જીરું,લીમડાના પાન ઉમેરી, જીરું તતડે એટલે ઝીણી સમારેલી ડુંગળીઉમેરી સાંતળો.
- હવે એમાં ચણાનો લોટ ઉમેરી તરત જ હલાવો. અને બાફેલા ચણા ઉમેરી હલાવીને પાણી ઉમેરો.
- ઉકળે એટલે તેમાં મીઠું, હળદર,મરચું પાવડર, ગરમ મસાલો નાખી કુક કરો. (1 ટીસ્પૂન ખાંડ નાખવી હોય તો નાખી શકાય)
- આ રીતે રગડો તૈયાર થયો.
- સર્વિંગ પ્લેટમાં ટીક્કી લઇ તેની ઉપર રગડો રેડીને ઉપરથી આમલીની ગળી ચટણી, લીલી ચટણી, લાલ લસણની ચટણી રેડો.
- તેની ઉપર જ ઝીણી સમારેલી ડુંગળી, ઝીણાં સમારેલાં ટામેટા, દાડમના દાણા, ઝીણી મોળી સેવ, કોથમીર ભભરાવીને સર્વ કરો.
Thursday, 28 July 2016
Methina ladu
મેથીના લાડુ
સામગ્રી
- ઘઉંનો લીટ 200 ગ્રામ
- સમારેલો ગોળ 1 બાઉલ
- ઘી 250 ગ્રામ (લોટ શેકવા માટે ) અને ગોળનો પાયો કરવા માટે બીજું 200 ગ્રામ જેટલું ઘી
- ગંઠોડા પાવડર 1/2 કપ અથવા 50 ગ્રામ
- સુંઠ પાવડર 1/2 કપ અથવા 50 ગ્રામ
- કાજુનો ભૂકો 1 બાઉલ અથવા 50 ગ્રામ
- બદામની કતરણ 1 બાઉલ અથવા 50 ગ્રામ
- પીસ્તાનો ભૂકો 1 બાઉલ અથવા 50 ગ્રામ
- કોપરાની છીણ 1/2 બાઉલ
- ઈલાયચી 1 ચમચી
રીત
- એક કઢાઈમાં ઘી 250 ગ્રામ જેટલું લઈને તેમાં ઘઉંનો લોટ લઇ તેને બરાબર શેકી લો.
- લોટનો કલર સહેજ બદામી થાય એટલે તેમાં મેથીનો લોટ (વાટેલી મેથી) ઉમેરી તેને શેકી લો. બધું જ બરાબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરીને થોડી વાર હલાવીને રહેવા દો.
- બીજી કઢાઈમાં 200 ગ્રામ જેટલું ઘી લઇ તેમાં સમારેલો ગોળ 200 ગ્રામ જેટલો લઇ તેને શેકીને ગોળ ઘીનો પાયો થવા દો. (ઘીમાં ગોળ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી દઈ થોડી વાર સતત હલાવ્યા કરવું આને પાયો થઇ ગયો કહેવાય)
- તૈયાર થયેલા ગોળ ઘીના પાયાને શેકેલા લોટની કઢાઈમાં નાખી દઈ મિક્સ કરી, તેમાં બદામ- પીસ્તાની કતરણ, કાજુનો ભૂકો, કોપરાની છીણ, ઈલાયચી પાવડર, સુંઠ પાવડર, ગંઠોડા પાવડર ઉમેરી બરાબર મિક્સ કરીને એકદમ ઠંડુ થવા દો.
- ઠંડુ થયા પછી તેના લાડુ વળી લો. (જો તેના લાડુ ન વાળવા હોય તો ગરમ હોય ત્યારે જ એક થાળીમાં પાથરી દઈ તેના કાપા કરી દેવા.)અને સર્વ કરો.
Thursday, 21 July 2016
Rajasthani mirchi vada
રાજસ્થાની મિરચી વડાં
સામગ્રી
સ્ટફિંગ માટે
- 250 ગ્રામ બાફેલાં બટાટા મેશ કરીને
- મીઠું
- 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર
- 2 ટીસ્પૂન આમચૂર પાવડર /ચાટ મસાલો
- 2 ટીસ્પૂન ધાણા પાવડર
- ચપટી હિંગ
- 2 ટીસ્પૂન વરીયાળીનો ભૂકો (સહેજ શેકી લેવી)
- 4 લીલાં મરચા ઝીણાં સમારીને
- 10 થી 12 નંગ મોટા લાંબા રાજસ્થાની લીલાં મરચાં
ખીરું બનાવવા માટે
- 2 કપ ચણાનો લોટ
- મીઠું
- પાણી
- ચપટી સાજીનાં ફૂલ
- તળવા માટે તેલ
રીત :
- રાજસ્થાની લીલાં મરચાંને વચ્ચેથી ઉભી ચીરીઓ કરીને તેમાંથી બી કાઢી નાંખો
- હવે સ્ટફિંગ માટે એક બાઉલમાં બાફીને મેશ કરેલાં બટાકા લઇ તેમાં મીઠું, મરચું પાવડર, ચાટ મસાલો, ધાણા પાવડર, હિંગ, વરીયાળીનો ભૂકો, ઝીણાં સમારેલાં મરચાં ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. આ રીતે સ્ટફિંગ તૈયાર થયું.
- વચ્ચેથી ઉભા કાપેલા મરચાંમાં આ સ્ટફિંગ સારી રીતે ભરી લો.
- ખીરું બનાવવા માટે એક મોટા બાઉલમાં 1 કપ ચણાનો લોટ લઇ તેમાં મીઠું અને ચપટી સાજીના ફૂલ ઉમેરી પાણી વડે ખીરું (બટાટાવડાં જેવું) બનાવો.
- હવે ભરેલાં મરચાંને ખીરામાં બોળીને ગરમ તેલમાં મધ્યમ આંચ પર અંદરથી કાચાં ન રહે એ રીતે તળીલો. અને કેચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.
Wednesday, 20 July 2016
ઈડલી ચાટ
ઈડલી ચાટ
સામગ્રી :
વઘાર માટે
- તેલ 4 ટેબલસ્પૂન
- અડદની દાળ 1 ટેબલસ્પૂન
- ઝીણાં સમારેલા લીલાં મરચાં 2 ટીસ્પૂન
- મીઠા લીમડાના પણ 8 થી 10 નંગ
- સમારેલી ડુંગળી 1 નંગ
- મીઠું
- કેપ્સીકમ સમારેલું 1 નંગ
- ખારી સીંગ ટુકડા કરીને ૩ ટેબલસ્પૂન
- આદુની ચીરીઓ નાની ૧ ટીસ્પૂન
અન્ય સામગ્રી
- તૈયાર નાની ઈડલી અથવા રેગ્યુલર ઈડલીના મોટા ટુકડા ૧ કપ(ઈડલીનું ખીરું રેગ્યુલર ખીર કરતા થોડું વધારે ઘટ્ટ રાખવું અને ઈડલી મુકતી વખતે તેમાં સાજીના ફૂલ કે ઈનો કઈ પણ નાખ્યા વગર જ ઈડલી બનાવવી )
- ટામેટુ 1 નંગ સમારીને
- બાફેલા મકાઈના દાણા ૩ ટેબલસ્પૂન
- ચીલી સોસ 2 ટેબલસ્પૂન
- ટમેટો સોસ 4 ટેબલસ્પૂન
- દાડમના દાણા 2 ટેબલસ્પૂન
- ચણાની મસાલાવાળી દાળ 1 ટેબલસ્પૂન (ફરસાણ વાળી )
- સમારેલી કોથમીર 2 ટેબલસ્પૂન
- તીખી અને મોળી સેવ 2 થી ૩ ટેબલસ્પૂન
ગાર્નીશિંગ માટે :
- દાડમના દાણા
- કોથમીર
રીત
- એક કઢાઈમાં તેલ મૂકી તેમાં અડદની દાળ, ઝીણાં સમારેલાં લીલાં મરચાં, મીઠો લીમડો, સમારેલી ડુંગળી, અને સહેજ જ મીઠું ઉમેરી હલાવી થોડું જ સાંતળો.
- હવે તેમાં સમારેલાં કેપ્સીકમ ઉમેરી સંતળાઈ જાય પછી તેમાં ખારી શીંગ, સમારેલું આદુ ઉમેરી મિક્સ કરો. ગેસ બંધ કરી દો.
- તેમાં તૈયાર ઈડલી અથવા ઈડલીના કટકા ઉમેરી સમારેલું ટમેટું, બાફેલા મકાઈના દાણા અને બાકીનું મીઠું ઉમેરી હલાવી દો.
- તેમાં ચીલી સોસ અને ટમેટો સોસ ઉમેરી મીકીસ કરો.
- એક પ્લેટમાં કાઢી ઠંડુ થાય પછી તેમાં દાડમના દાણા, ચણાની મસાલાવાળી દાળ અને કોથમીર ઉમેરીને મિક્સ કરો.
- સર્વિંગ ડીશમાં લઇ ઉપરથી તીખી તથા મોળી સેવ ભભરાવો.તેના પર ફરીથી ચણાની મસાલાવાળી દાળ ભભરાવી દાડમના દાણા તથા કોથમીર ભભરાવી સર્વ કરો.
Subscribe to:
Posts (Atom)




