Share
કડાઈ પનીર
સામગ્રી
પેસ્ટ બનાવવા માટે
સુકાં લાલ મરચાં 3 થી 4 નંગ
તમાલપત્ર 2 નંગ
ઈલાયચી 1 નંગ
સુકા ધાણા 1 ટેબલસ્પૂન
લવિંગ 3 થી 4 નંગ
બાદીયા 1 નંગ
તજ 1 ટુકડો
જાવંત્રી 1 નંગ
શાહજીરું 1 ટીસ્પૂન
કાજુ 2 ટેબલસ્પૂન
મગજતરીનાં બી 2 ટેબલસ્પૂન
લીલાં મરચાં 2 નંગ
લસણ 10 કળી
આદુ 1 ટુકડો
પાણી
ગ્રેવી બનાવવા માટે
ઘી 2 ટેબલસ્પૂન
તેલ 2 ટેબલસ્પૂન
કસૂરીમેથી 1 ટેબલસ્પૂન
લાલ મરચું પાવડર 1 ટેબલસ્પૂન
શેકેલા ધાણા નો પાવડર 1 ટેબલસ્પૂન
શેકેલા જીરૂનો પાવડર 1 ટેબલસ્પૂન
પાણી
બારીક સમારેલી ડુંગળી 1 કપ
મીઠું
પંજાબી ગરમ મસાલો 1 ટેબલસ્પૂન
હળદર 1/2 ટીસ્પૂન
બાફેલા ટામેટાની પ્યુરી 2 કપ
છીણેલું ચીઝ 2 ટેબલસ્પૂન
મલાઈ 2 ટેબલસ્પૂન
અન્ય સામગ્રી
બટર 1 ટેબલસ્પૂન
ઉભી સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન
ઉભા સમારેલા બેલ પેપર્સ (લાલ, લીલા, પીળા સીમલા મરચાં ) 2 ટેબલસ્પૂન
પનીર 70 થી 80 ગ્રામ ટુકડામાં સમારીને
તેલ
મીઠું
કોથમીર 3 ટેબલસ્પૂન
રીત :
કડાઈ પેસ્ટ બનાવવા માટે :
મિક્સર જારમાં બધા જ ખડા મસાલા ( તેલમાં હલકું શેકીને), કાજુ, મગજતરીના બી (તેલમાં હલકું શેકીને), લસણ અને આદુ લઇ ક્રશ કરી લો.
તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવો.
ગ્રેવી બનાવવા માટે :
એક કઢાઈ અથવા પેનમાં ઘી અને તેલ લઇ તેમાં કસૂરીમેથી, લાલ મરચું પાવડર, શેકેલા ધાણાનો પાવડર, શેકેલા જીરાનો પાવડર, થોડું જ પાણી (2 ટેબલસ્પૂન), બનાવેલી પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી થોડી વાર કુક થવા દો.
ત્યારબાદ તેમાં મીઠું, પંજાબી ગરમમસાલો, હળદર, ટામેટાની પ્યુરી ઉમેરી 2 થી 3 મિનીટ કુક થવા દો. આ રીતે ગ્રેવી બનશે.
બીજા એક પેનમાં બટર લઇ તેમાં ઉભી સમારેલી ડુંગળી, બેલ પેપર્સ, પનીરના ટુકડા અને તેલ લઇ સાંતળી લો.
ત્યારબાદ તે સબ્જીને કડાઈમાં જ એક બાજુ કરીને 2 ચમચા ગ્રેવી લઇ તેમાં મલાઈ અને ચીઝની છીણ અને મીઠું ઉમેરી મિક્સ કરીને કુક થવા દો
હવે ગ્રેવી સાથે સબ્જીને પણ મિક્સ કરીને તેમાં કોથમીર ઉમેરી સર્વ કરો.
ક્રીસ્પી ચીઝ પોટેટો ટીક્કી
સામગ્રી
બાફેલા બટાટા છીણીને 1/2 કપ
છીણેલું પનીર 1/2 કપ
ફ્રેશ બ્રેડક્રમ્સ 1 કપ
બારીક સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન
વાટેલું લસણ 1 ટીસ્પૂન
મીઠું
ઓરેગાનો 1 ટીસ્પૂન
ચીલી ફ્લેક્સ 1 ટીસ્પૂન
તળવા માટે તેલ
કોટિંગ માટે કોર્નફલોરની સ્લરી
સર્વ કરવા માટે કેચપ
રીત
એક બાઉલમાં બાફેલા બટાટાનો છીણેલો માવો, પનીરનું છીણ, ફ્રેશ બ્રેડક્રમ્સ, ઝીણી સમારેલી ડુંગળી, લસણ, મીઠું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ મિક્સ કરો.
મિશ્રણમાંથી ટીક્કી જેવો શેપ આપી (બને ત્યાં સુધી બહુ જાડી ટીક્કી ન બનાવવી) કોર્નફલોરની સ્લરીમાં ડીપ કરી ગરમ તેલમાં પ્રથમ ફાસ્ટ ગેસ પર અને પછી ધીમા તાપે તળી લો.
તળતી વખતે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી.
કેચપ સાથે સર્વ કરો.
ટીંડોળા ફ્રાય
સામગ્રી
ટીંડોળા 200 ગ્રામ
તેલ તળવા માટે
મસાલો બનાવવા માટે
મીઠું
જીરું પાવડર 1/4 ટીસ્પૂન
ધાણા પાવડર 1 ટેબલસ્પૂન
ગરમ મસાલો 1/2 ટીસ્પૂન
હળદર 1/2 ટીસ્પૂન
લાલ મરચું પાવડર 3/4 ટીસ્પૂન
દળેલી ખાંડ 1 ટેબલસ્પૂન
વઘાર માટે
તેલ 1 ટીસ્પૂન
રાઈ 1/4 ટીસ્પૂન
હિંગ 1/4 ટીસ્પૂન
રીત
ટીંડોળા ને ગરમ તેલમાં તળી લો.
એક બાઉલમાં મીઠું, જીરુંપાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો, હળદર, લાલ મરચું પાવડર અને દળેલી ખાંડ લઇ મિક્સ કરી લો.
તળેલા ટીંડોળા ઉપર બનાવેલો મસાલો 1 ટેબલ સ્પૂન ઉમેરી મિક્સ કરી લો.
વઘારીયા માં તેલ મૂકી રાઈ, અને હિંગ ઉમેરી રાઈ તતડી જાય એટલે ટીંડોળા ઉપર રેડી હલાવીને સર્વ કરો.
મેંગો ડિલાઈટ
સામગ્રી
કેસર કેરીનો રસ 800 મિલી
ક્રીમ 200 મીલી
કન્ડેન્સ્ડ મિલ્ક 200 ગ્રામ
સફરજન 1 નંગ
સ્ટ્રોબેરી 3 નંગ
જેલી ચોકલેટ 2 ટેબલસ્પૂન
ચેરીના ટુકડા 1 ટેબલસ્પૂન
મેંગો ઈમલ્જ્ન અથવા એસેન્સ 1/4 ટીસ્પૂન
ગાર્નીશિંગ માટે
એક મિક્સર જારમાં કેસર કેરીનો રસ, ક્રીમ અને કન્ડેન્સ્ડ મિલ્ક લઇ ચર્ન કરીલો.
બાઉલમાં લઇ તેમાં સફરજનના અને સ્ટ્રોબેરીના ઝીણા સમારેલા ટુકડા, જેલી ચોકલેટ, ચેરીના ટુકડા અને મેંગો ઈમ્લ્જ્ન અથવા એસેન્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
ફ્રીજમાં 1 થી 2 કલાક સુધી ઠંડુ કરી ચેરીથી ગાર્નીશ કરી સર્વ કરો,
મેથી પૂરી
સામગ્રી
ઘઉંનો લોટ 1 કપ
મેથીની ભાજીના માત્ર પાન 50 ગ્રામ
મીઠું
તેલ 1 ટેબલસ્પૂન મોણ માટે
પાણી
તેલ તળવા માટે
રીત
એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું, ઝીણી સમારેલી મેથીની ભાજી અને તેલ ઉમેરી મિક્સ કરીને પછી પાણી વડે કણક તૈયાર કરો.
તેલ વડે કેળવી લઇ તેના લુઆ કરી તેની નાની પૂરી વણી લો.
ગરમ તેલમાં મધ્યમ આંચ પર આછી ગુલાબી તળી લો. અને સર્વ કરો.
= window.adsbygoogle || []).push({});