Search This Blog

Friday, 29 July 2016

આલું ટીક્કી ચાટ

આલું ટીક્કી ચાટ


સામગ્રી 

  1. બાફેલા બટાટા ૩ નંગ 
  2. બ્રેડક્રમ્સ ૩ ટેબલસ્પૂન 
  3. આદુ-મરચાની પેસ્ટ ૩ ટેબલસ્પૂન 
  4. જીરું 1 ટીસ્પૂન 
  5. મીઠું 
  6. કોર્નફલોર જરૂર મુજબ (ટિક્કીને રગદોળવા માટે )
  7. ચાટ મસાલો 1 ટીસ્પૂન 
રગડો બનાવવા માટે 

  1. તેલ 2 ટેબલસ્પૂન 
  2. જીરું ચપટી 
  3. ઝીણી સમારેલી ડુંગળી 1 ટેબલસ્પૂન 
  4. મીઠા લીમડાના પાન 4 થી 5 
  5. ચણાનો લોટ 1 ટેબલસ્પૂન 
  6. બાફેલા સફેદ છોલે ચણા 1 બાઉલ
  7. મીઠું 
  8. હળદર ચપટી 
  9. લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન 
  10. ગરમ મસાલો 1 ટીસ્પૂન 
  11. પાણી જરૂર મુજબ 
    1. આમલી-ગોળની ચટણી 
    2. ગ્રીન ચટણી (કોથમીર,મરચાં,ફુદીનો,લસણ )
    3. લસણની ચટણી 
    4. ઝીણાં સમારેલાં ટામેટા 2 ટેબલસ્પૂન 
    5. ઝીણી સમારેલી ડુંગળી 2 ટેબલસ્પૂન 
    6. ઝીણી મોળી સેવ 2 ટેબલસ્પૂન 
    7. કોથમીર સમારેલી 2 ટેબલસ્પૂન 
    8. દાડમના દાણા 2 ટેબલસ્પૂન 
    રીત

    ટીક્કી બનાવવા માટે 

    1. બાઉલમાં બાફેલા બટાટાને મેશ કરી લો. 
    2. તેમાં બ્રેડક્રમ્સ, આદુ-મરચાંની પેસ્ટ, જીરું, ચાટ મસાલો અને મીઠું નાખી મિક્સ કરી લો. 
    3. તેમાંથી નાના ટીક્કી વાળી શકાય એવડા લુઆ લઈને ટીક્કી વાળી લો. 
    4. ટિક્કીને કોર્ન્ફ્લોરમાં રગદોળી ને તેલમાં ડીપ ફ્રાય કરી લો. (થોડું તેલ લઈને શેલો ફ્રાય પણ કરી શકાય.) આ રીતે ટીક્કી તૈયાર થશે 
    રગડો બનાવવા માટે 

    1. એક કઢાઈમાં તેલ લઇ તેમાં જીરું,લીમડાના પાન ઉમેરી, જીરું તતડે એટલે ઝીણી સમારેલી ડુંગળીઉમેરી સાંતળો.
    2. હવે એમાં ચણાનો લોટ ઉમેરી તરત જ હલાવો. અને  બાફેલા ચણા ઉમેરી હલાવીને પાણી ઉમેરો. 
    3. ઉકળે એટલે તેમાં મીઠું, હળદર,મરચું પાવડર, ગરમ મસાલો નાખી કુક કરો.           (1 ટીસ્પૂન  ખાંડ નાખવી હોય તો નાખી શકાય)
    4. આ રીતે રગડો તૈયાર થયો. 
    5. સર્વિંગ પ્લેટમાં ટીક્કી લઇ તેની ઉપર રગડો રેડીને ઉપરથી આમલીની ગળી ચટણી, લીલી ચટણી, લાલ લસણની ચટણી રેડો.
    6. તેની ઉપર જ ઝીણી સમારેલી ડુંગળી, ઝીણાં સમારેલાં ટામેટા, દાડમના દાણા, ઝીણી મોળી સેવ, કોથમીર ભભરાવીને સર્વ કરો. 

    Thursday, 28 July 2016

    Methina ladu

    મેથીના લાડુ 

    સામગ્રી 

    1. ઘઉંનો લીટ 200  ગ્રામ 
    2. સમારેલો ગોળ 1 બાઉલ 
    3. ઘી 250 ગ્રામ (લોટ શેકવા માટે ) અને ગોળનો પાયો કરવા માટે બીજું 200 ગ્રામ જેટલું ઘી 
    4. ગંઠોડા પાવડર 1/2 કપ અથવા 50 ગ્રામ 
    5. સુંઠ પાવડર 1/2 કપ અથવા 50 ગ્રામ 
    6. કાજુનો ભૂકો 1 બાઉલ અથવા 50 ગ્રામ 
    7. બદામની કતરણ  1 બાઉલ અથવા 50 ગ્રામ 
    8. પીસ્તાનો ભૂકો 1 બાઉલ  અથવા 50 ગ્રામ
    9. કોપરાની છીણ 1/2  બાઉલ 
    10. ઈલાયચી 1 ચમચી 

    રીત 

    1. એક કઢાઈમાં ઘી 250 ગ્રામ જેટલું લઈને તેમાં ઘઉંનો લોટ લઇ તેને બરાબર શેકી લો. 
    2. લોટનો કલર સહેજ બદામી થાય એટલે તેમાં મેથીનો લોટ (વાટેલી મેથી) ઉમેરી તેને શેકી લો. બધું જ બરાબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરીને થોડી વાર હલાવીને રહેવા દો.
    3. બીજી કઢાઈમાં 200 ગ્રામ જેટલું ઘી લઇ તેમાં સમારેલો ગોળ 200 ગ્રામ જેટલો લઇ તેને શેકીને ગોળ ઘીનો પાયો થવા દો. (ઘીમાં ગોળ ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી દઈ થોડી વાર સતત હલાવ્યા કરવું આને પાયો થઇ ગયો કહેવાય) 
    4. તૈયાર થયેલા ગોળ ઘીના પાયાને શેકેલા લોટની કઢાઈમાં નાખી દઈ મિક્સ કરી, તેમાં બદામ- પીસ્તાની કતરણ, કાજુનો ભૂકો, કોપરાની છીણ, ઈલાયચી પાવડર, સુંઠ પાવડર, ગંઠોડા પાવડર  ઉમેરી બરાબર મિક્સ કરીને એકદમ ઠંડુ થવા દો.
    5. ઠંડુ થયા પછી તેના લાડુ વળી લો. (જો તેના લાડુ ન વાળવા હોય તો ગરમ હોય ત્યારે જ એક થાળીમાં પાથરી દઈ તેના કાપા કરી દેવા.)અને સર્વ કરો. 

    Thursday, 21 July 2016

    Rajasthani mirchi vada

    રાજસ્થાની  મિરચી વડાં


    સામગ્રી 

    સ્ટફિંગ માટે 

    1. 250 ગ્રામ બાફેલાં બટાટા મેશ કરીને 
    2. મીઠું
    3. 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર
    4. 2 ટીસ્પૂન આમચૂર પાવડર /ચાટ મસાલો 
    5. 2 ટીસ્પૂન ધાણા પાવડર
    6. ચપટી હિંગ
    7. 2 ટીસ્પૂન વરીયાળીનો ભૂકો (સહેજ શેકી લેવી)
    8. 4 લીલાં મરચા ઝીણાં સમારીને 
    9. 10 થી 12 નંગ મોટા લાંબા રાજસ્થાની લીલાં મરચાં 
    ખીરું બનાવવા માટે 

    1. 2 કપ ચણાનો લોટ 
    2. મીઠું
    3. પાણી 
    4. ચપટી સાજીનાં ફૂલ 
    5. તળવા માટે તેલ 
    રીત :

    1.  રાજસ્થાની લીલાં મરચાંને વચ્ચેથી ઉભી ચીરીઓ કરીને તેમાંથી બી કાઢી નાંખો 
    2. હવે સ્ટફિંગ માટે એક બાઉલમાં બાફીને મેશ કરેલાં બટાકા લઇ તેમાં મીઠું, મરચું પાવડર, ચાટ મસાલો, ધાણા પાવડર, હિંગ, વરીયાળીનો ભૂકો, ઝીણાં સમારેલાં મરચાં ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.  આ રીતે સ્ટફિંગ તૈયાર થયું. 
    3. વચ્ચેથી ઉભા કાપેલા મરચાંમાં આ સ્ટફિંગ સારી રીતે ભરી લો. 
    4. ખીરું બનાવવા માટે એક મોટા બાઉલમાં 1 કપ ચણાનો લોટ લઇ તેમાં મીઠું અને ચપટી સાજીના ફૂલ ઉમેરી પાણી વડે ખીરું (બટાટાવડાં જેવું) બનાવો. 
    5. હવે ભરેલાં મરચાંને ખીરામાં બોળીને ગરમ તેલમાં મધ્યમ આંચ પર અંદરથી કાચાં ન રહે એ રીતે તળીલો. અને કેચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો. 

    Wednesday, 20 July 2016

    ઈડલી ચાટ

    ઈડલી ચાટ 

    સામગ્રી :

    વઘાર માટે 

    1. તેલ 4 ટેબલસ્પૂન 
    2. અડદની દાળ 1 ટેબલસ્પૂન 
    3. ઝીણાં સમારેલા લીલાં મરચાં 2 ટીસ્પૂન 
    4. મીઠા લીમડાના પણ 8 થી 10 નંગ 
    5. સમારેલી ડુંગળી 1 નંગ 
    6. મીઠું 
    7. કેપ્સીકમ સમારેલું 1 નંગ 
    8. ખારી સીંગ ટુકડા કરીને ૩ ટેબલસ્પૂન  
    9. આદુની ચીરીઓ નાની ૧ ટીસ્પૂન 
    અન્ય સામગ્રી
    1. તૈયાર નાની ઈડલી અથવા રેગ્યુલર ઈડલીના મોટા ટુકડા ૧ કપ(ઈડલીનું ખીરું રેગ્યુલર ખીર કરતા થોડું વધારે ઘટ્ટ રાખવું અને ઈડલી મુકતી વખતે તેમાં સાજીના ફૂલ કે ઈનો કઈ પણ નાખ્યા વગર જ ઈડલી બનાવવી )
    2. ટામેટુ 1 નંગ સમારીને 
    3. બાફેલા મકાઈના દાણા ૩ ટેબલસ્પૂન 
    4. ચીલી સોસ 2 ટેબલસ્પૂન 
    5. ટમેટો સોસ 4 ટેબલસ્પૂન 
    6. દાડમના દાણા 2 ટેબલસ્પૂન 
    7. ચણાની મસાલાવાળી દાળ 1 ટેબલસ્પૂન (ફરસાણ વાળી )
    8. સમારેલી કોથમીર 2 ટેબલસ્પૂન 
    9. તીખી અને મોળી સેવ 2 થી ૩ ટેબલસ્પૂન 
    ગાર્નીશિંગ માટે :

    1. દાડમના દાણા 
    2. કોથમીર 

    રીત 

    1. એક કઢાઈમાં તેલ મૂકી તેમાં અડદની દાળ, ઝીણાં સમારેલાં લીલાં મરચાં, મીઠો લીમડો, સમારેલી ડુંગળી, અને સહેજ જ મીઠું ઉમેરી હલાવી થોડું જ સાંતળો. 
    2. હવે તેમાં સમારેલાં કેપ્સીકમ ઉમેરી સંતળાઈ જાય પછી તેમાં ખારી શીંગ, સમારેલું આદુ ઉમેરી મિક્સ કરો. ગેસ બંધ કરી દો. 
    3. તેમાં તૈયાર ઈડલી અથવા ઈડલીના કટકા ઉમેરી સમારેલું ટમેટું, બાફેલા મકાઈના દાણા અને બાકીનું મીઠું ઉમેરી હલાવી દો. 
    4. તેમાં ચીલી સોસ અને ટમેટો સોસ ઉમેરી મીકીસ કરો. 
    5. એક પ્લેટમાં કાઢી ઠંડુ થાય પછી તેમાં દાડમના દાણા, ચણાની મસાલાવાળી દાળ અને કોથમીર ઉમેરીને મિક્સ કરો. 
    6. સર્વિંગ ડીશમાં લઇ ઉપરથી તીખી તથા મોળી સેવ ભભરાવો.તેના પર ફરીથી ચણાની મસાલાવાળી દાળ ભભરાવી દાડમના દાણા તથા કોથમીર ભભરાવી સર્વ કરો. 

    Thursday, 14 July 2016

    હરાભરા કબાબ

    હરાભરા કબાબ 


    સામગ્રી :

    1. બટર ૧ ટેબલસ્પૂન 
    2. તેલ ૩ થી ૪ ટેબલસ્પૂન 
    3. બારીક સમારેલું લસણ ૧ ટેબલસ્પૂન 
    4. બારીક સમારેલાં લીલાં  મરચાં ૧ ટેબલસ્પૂન 
    5. કાચા કેળાં છીણીને  ૩ ટેબલસ્પૂન 
    6. બાફેલા બટાટા છીણીને ૩ ટેબલસ્પૂન 
    7. બાફેલાં ફણસી અને ગાજર બારીક સમારીને ૩ ટેબલસ્પૂન 
    8. ક્રશ કરેલા વટાણા  ૩ ટેબલ સ્પૂન 
    9. પાલક બ્લાંચ કરીને 2 ટેબલસ્પૂન 
    10. મીઠું
    11. ચાટ મસાલો ૧/૨  ટેબલસ્પૂન 
    12. કિચનકિંગ મસાલો ૧/૨ ટેબલસ્પૂન 
    13. કસૂરી મેથી ૧ ટેબલસ્પૂન 
    14. લાલ મરચું પાવડર ૧/૨ ટેબલસ્પૂન 
    15. પાલકની પ્યુરી 2 ટેબલસ્પૂન 
    16. બ્રેડ ક્રમ્સ 2 ટેબલસ્પૂન 
    17. તેલ તળવા માટે 
    18. લીંબુનો રસ ૧ ટીસ્પૂન 
    19. છીણેલું પનીર ૧ ટીસ્પૂન 
    20. કાજુનો ભૂકો ૧ ટીસ્પૂન   
    21. કોર્નફલોર ૧ ટીસ્પૂન 

    રીત:

    1. એક કઢાઈ કે પેનમાં બટર અને તેલ લઇ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ,  ઝીણાં સમારેલાં લીલાં મરચાં ઉમેરી થોડાં સાંતળો. 
    2. હવે તેમાં છીણેલા કાચા કેળાં, બાફીને છીણેલા બટાટા, ચોપ કરેલા ગાજર અને ફણસી, ક્રશ કરેલાં વટાણા, બ્લાંચ કરેલી પલક ઉમેરી મિક્સ કરો. 
    3. હવે તેમાં મીઠું, ચાટ મસાલો, કિચનકિંગ મસાલો, ક્સુરીમેથી, લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરો, 
    4. હવે તેમાં પાલકની પેસ્ટ ઉમેરી સારી રીતે ભેળવી દો. 
    5. બ્રેડક્રમ્સ ઉમેરી હલાવી દો. 
    6. મિશ્રણ ને એક પ્લેટમાં કાઢી ઠંડુ થવા દો. 
    7. હવે તેમાં લીંબુનો રસ, છીણેલું પનીર, કાજુનો ભૂકો, કોર્નફલોર, અને થોડાં બ્રેડક્રમ્સ ઉમેરી મીક્સ કરો.
    8. હવે તેમાંથી નાની સાઈઝના ગોળા બનાવી ટીકીનો શેપ આપો.  
    9. ઉપર કાજુ મૂકી હળવા હાથે પ્રેસ કરી બ્રેડક્રમ્સમાં રગદોળીને બધી ટીકીઓ બનાવી લો. 
    10. એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં આ ટીકીઓ ગોલ્ડન બ્રાઉન રંગની તળીલો. 
    11. સલાડ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો. 

    Wednesday, 13 July 2016

    લીલી હળદરનું શાક

    લીલી હળદરનું શાક 

    સામગ્રી :

    1. 250 ગ્રામ ઘી 
    2. 250 ગ્રામ લીલી હળદર છીણીને 
    3. 250 ગ્રામ લીલું લસણ ઝીણું સમારીને 
    4. 250 ગ્રામ ડુંગળીની પેસ્ટ
    5. 250 ગ્રામ ટામેટાની પેસ્ટ 
    6. 250 ગ્રામ લીલા મરચાની પેસ્ટ  
    7. 50 ગ્રામ આદુનો પેસ્ટ 
    8. 2૦૦ ગ્રામ ગોળ છીણીને 
    9. 200 ગ્રામ કોથમીર  સમારીને 
    10. મીઠું 
    11. 1 ટેબલસ્પૂન મરચું પાવડર 
    12. 1/2 ટીસ્પૂન  ગરમ મસાલો 
    13. 2૦૦ ગ્રામ મોળું દહીં 
    14. બાજરીના રોટલા (સર્વ કરવા માટે )
    રીત:  

    1. એક  પેન કે કઢાઈ માં ઘી લઇ થોડું જ ગરમ થવા દો.
    2. તેમાં છીણેલી લીલી હળદર ઉમેરી હલાવો. અને સાંતળવા દો. 
    3. હળદર સંતળાઈ જાય પછી તેમાં 250 ગ્રામ લીલું લસણ ઉમેરી સાંતળો. 
    4. લસણ સંતળાઈ જાય ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરી પછી ટામેટાની પેસ્ટ અને  લીલા મરચાની પેસ્ટ ઉમેરી તેને બરાબર શેકાવા દો. 
    5. શેકાઈ જાય પછી તેમા 50 ગ્રામ આદુની પેસ્ટ, ઝીણો સમારેલો ગોળ, 200 ગ્રામ કોથમીર ઉમેરી થોડી વાર માટે થવા દો 
    6. જરૂર પ્રમાણે મીઠું ઉમેરો.
    7. મરચું પાવડર, ગરમ મસાલો અને મોળું દહીં ઉમેરી હલાવીને થોડી વાર માટે ચઢવા દો.
    8. છેલ્લે તેલ છૂટવા લાગશે પછી ગરમ રોટલા સાથે સર્વ કરો. 

    = window.adsbygoogle || []).push({});