Share
સાઉથ ઇન્ડીયન સમોસા
સામગ્રી:
તેલ 1 ટેબલસ્પૂન
અડદની દાળ 1 ટીસ્પૂન
જીરું 1/2 ટીસ્પૂન
રાઈ 1/2 ટીસ્પૂન
હિંગ ચપટી
મીઠો લીમડો 8 થી 10 પાન
સૂકાં લાલ આખાં મરચાં 2 નંગ
સમારેલા લીલા મરચાં 1 ટીસ્પૂન
બારીક સમારેલી ડુંગળી 1 નંગ
મીઠું
લાલુ બારીક સમારેલું નાળીયેર 2 ટેબલસ્પૂન
ખાંડ 1 ટીસ્પૂન
કોથમીર 2 ટેબલસ્પૂન
વટાણા 2 ટેબલસ્પૂન
લીંબુનો રસ 1/2 ટીસ્પૂન
બાફેલા બટાટા છીણીને 200 ગ્રામ
અન્ય સામગ્રી:
સમોસા પટ્ટી 3 થી 4 નંગ (સમોસાના નંગ અને સાઈઝ પર આધાર રાખે છે.) ,(સમોસા પટ્ટી બનાવવા માટે : મેંદામાં મીઠું નાંખી પાણીથી લોટ બાંધીને તેલ વડે કેળવી લેવો.)
તેલ તળવા માટે
મેંદાની સ્લરી
સર્વ કરવા માટે
નાળીયેર અને કોથમીરની ચટણી
કેચપ
રીત:
સૌ પ્રથમ એક પેન કે કઢાઈમાં તેલ લઇ તેમાં સૂકાં લાલ આખાં મરચાં, અડદની દાળ, જીરું, રાઈ, હિંગ, મીઠો લીમડો તોડીને, ઝીણાં સમારેલાં લીલાં મરચાં, ડુંગળી, મીઠું, અને લીલું નાળીયેર ઉમેરી મિક્સ કરી લો.
હવે આ મિશ્રણને બાઉલમાં કાઢી તેમાં ખાંડ, મીઠું, કોથમીર, વટાણા, લીંબુનો રસ અને બાફેલા બટાટા ઉમેરી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો.
સ્ટફિંગને ઠંડુ થવા દો.
હવે સમોસા પટ્ટીને ફોલ્ડ કરી તેમાં સ્ટફિંગ ભરી કિનારી પર મેંદાની સ્લરી લગાવી સમોસા તૈયાર કરો.
તેલ ગરમ થવા મૂકી તેમાં ધીમા તાપે આછા ગુલાબી રંગના તળી લો.
કોથમીર નાળીયેરની ચટણી અને કેચપ સાથે સર્વ કરો.
આમળાપોળી
સામગ્રી
વરાળે બાફેલાં આમળાં 100 ગ્રામ,
ઘી 1 ટીસ્પૂન,
તુવરની દાળ 50 ગ્રામ,
ખાંડ 100 ગ્રામ,
ગોળ 100 ગ્રામ,
ઈલાયચી પાવડર 1 ટીસ્પૂન,
ચારોળી, બદામ,અને પિસ્તાં 3 ટેબલસ્પૂન
ખસખસ 1 ટીસ્પૂન
મોળો માવો 1 1/2 ટેબલસ્પૂન
ઘઉં અને મેંદો બંને સરખા ભાગે લઇ બાંધેલી કણક 1 કપ,
ઘી શેકવા માટે
રીત :
મેંદો અને ઘઉંનો લોટ મિક્સ કરી ચપટી જ મીઠું અને ઘીનું મોણ ઉમેરી લોટ બાંધો
100 ગ્રામ આમળાને વરાળથી બાફીને ચારણીથી ચાળી લેવાં જેથી રેસા નીકળી જાય. આ રીતે આમળાનો પલ્પ બનશે.
50 ગ્રામ તુવરનીદાળ પાણી ના રહે એ રીતે બાફી લેવી.
એક કઢાઈમાં ઘી 1 ટીસ્પૂન મૂકી તેમાં આમળાનો બનાવેલો પલ્પ ઉમેરી 1 થી 2 મિનીટ સુધી સાંતળો.
એમાં બાફેલી તુવરનીદાળ ઉમેરી ધીમા તાપે શેકો. (પાણીનો ભાગ ન રહે એવું શેકવું)
હવે એમાં ખાંડ અને ગોળ ઉમેરી હલાવતા રહી ઘટ્ટ થાય એટલું શેકવું.
ઘટ્ટ થઇ જાય પછી એમાં મિક્સ ડ્રાયફ્રુટ્સનો ભૂકો (ચારોળી, બદામ, પીસ્તા, કાજુ), ઈલાયચી પાવડર, ખસખસ ઉમેરી ગેસ બંધ કરીને બધું મિક્સ કરી મોળો માવો ઉમેરી મિક્સ કરો.
હવે એને સાવ ઠંડુ થવા દો. સહેજ પણ હુંફાળું હશે તો પણ નહિ ચાલે.
બનાવેલી કણક માંથી નાની નાની પૂરી વણી તેમાં 1 થી 1 1/2 ટેબલસ્પૂન સ્ટફિંગ મૂકી બંધ કરી વણી લો,
તવીમાં બંને બાજુ હલકું શેકીને પછી ઘી મૂકી શેકી લો.
ખાટી કઢી અને ઘી સાથે સર્વ કરો.
= window.adsbygoogle || []).push({});