Search This Blog

Wednesday, 16 March 2016

LADI PAV IN COOKER

લાદીપાવ કુકરમાં 

સામગ્રી 

  1. મેંદો 200 ગ્રામ 
  2. મિલ્ક પાવડર 2 ટેબસ્પૂન 
  3. મીઠું ચપટી 
  4. બટર 2 ટેબલસ્પૂન 
  5. દૂધ 150 મિલી.(હુંફાળું)
  6. ખાંડ 2 ટીસ્પૂન 
  7. ડ્રાય યીસ્ટ 1 ટીસ્પૂન 
  8. મીઠું (કુકરમાં નીચે પાથરવા માટે લગભગ 1/2 ઇંચ જેટલું પથરાય એટલુ લેવું )
  9. બીજુ થોડું દૂધ બ્રશિંગ માટે 
  10. બટર બ્રશિંગ માટે 
રીત 

  1. એક બાઉલમાં હુંફાળું દૂધ લઇ તેમાં ખાંડ અને ડ્રાય યીસ્ટ લઇ ચમચી વડે હલાવી ઢાંકણ ઢાંકી 10 થી 12 મિનીટ મૂકી રાખો.
  2. હવે બીજા બાઉલમાં મેંદો લો. 
  3. તેમાં મિલ્ક પાવડર, મીઠું અને 10 થી 12 મિનીટ માટે મૂકી રાખેલું દૂધ લઇ ચમચી વડે મિક્સ કરીને  મિશ્રણને સીલીકોન મેટ પર લઇ હાથ વડે સપાટી પર દબાવતા જઈ અને સાથે સાથે ખેચતા જઈ થોડીવાર માટે આ રીતે કરો.
  4. હવે થોડું 2 ટીસ્પૂન બટર લઇ ફરીથી કણક ને કેળવો. અને હાથમાં લઇ રફ બાજુ નીચે આવે એ રીતે બધી બાજુથી ખેંચીને નીચે ઉતરતા જઈ ગ્રીસ કરેલા એક બાઉલમાં મુકી ઉપર થોડો પાણી વાળો હાથ ફેરવી ઢાંકણ ઢાંકીને કોઈ હુંફાળી જગ્યાએ 1 થી 2 કલાક માટે આથો આવવા માટે મુકો. 
  5. હવે એક પહોળા કુકુરમાં નીચે કોરું મીઠું પાથરી ઢાંકણ ઢાંકી કુકરને પ્રીહિટ કરવા માટે મુકો.(કુકરનું ઢાંકણ ઢાંકતા પહેલા કુકરની વ્હીસલ અને રીંગ કાઢી લેવી.)
  6. મેટ પર કોરો મેંદો ભભરાવી તેની પર આથો આવી ગયેલા મેંદાને લઈને મેંદાને બરાબર કેળવો.  
  7. હવે તેમાંથી એકસરખા ગોળા વાળી હથેળીમાં પોલા હાથે ગોળ ગોળ ફેરવતા જઈ ગોળ જ લુઆ બનાવો.(ગોળાને દબાવવ નહિ ગોળ જ રહેવા દેવા)
  8. હવે ગ્રીઝ કરેલી ટ્રેમાં મૂકી ઢાંકીને ફરીથી જ્યાં સુધી ફૂલી જાય ત્યાં સુધી આથો આવવા માટે મૂકી રાખો.
  9. આથો આવી ગયા બાદ તેની ઉપર દુધથી બ્રશિંગ કરીને પ્રીહીટ કરેલા કુકરમાં વાયર રેક મૂકી તેની ઉપર લુંઆવાળી ટ્રે મૂકી કુકરનું ઢાંકણ બંધ કરીને 15 થી 20 મિનીટ માટે  મીડીયમ હિટ પર થવા દો.
  10. બેક થયા બાદ તેના ઉપર બટર વડે બ્રશિંગ કરી સાઈડમાંથી ચપ્પુ વડે અલગ કરીને અને ટ્રેને ઉંધી પાડીને અન્મોલ્ડ કરીલો.
  11. અન્મોલ્ડ કર્યા પછી તેને બંધ ડબ્બામાં રાખવી જેથી સુકાઈ ન જાય 

Thursday, 3 March 2016

American chopsuey

અમેરિકન ચોપ્સી 

સામગ્રી 

  1. તેલ 1 ટેબલસ્પૂન 
  2. ચોપ કરેલા આદું, મરચાં અને લસણ 2 ટેબલસ્પૂન (નાનો ટુકડો આદું, 4 થી 5 કળી  લસણ, 2 લીલાં મરચાં)  (વાટવું નહિ )
  3. ઉભી ચીરીમાં સમારેલી ડુંગળી 1 નંગ 
  4. ઉભી ચીરીમાં સમારેલું કેપ્સીકમ 1 નંગ 
  5. પાણી (2 કપ જેટલું આશરે)
  6. કોર્નફલોર 1 ટેબલ્સ્પૂન 
  7. રેડ ચીલી સોસ 1 ટેબલસ્પૂન 
  8. મીઠું 
  9. વિનેગર 1/4 ટીસ્પૂન 
  10. સોયાસોસ 2 થી 3 ટીંપા 
  11. કેચપ 1/4 કપ 
  12. ઉભી ચીરીમાં સમારેલા ટામેટા 1 કપ 
  13. ઉભી સમારેલી કોબીજ 1/2 કપ 
  14. લીલી ડુંગળી 1 ટેબલસ્પૂન 
  15. બાફેલા નુડલ્સ 1/2 કપ 

રીત 

  1. એક પેન કે કઢાઈમાં તેલ લઇ તેમાં આદું, મરચા અને લસણ લઇ સાંતળી લો. 
  2. ત્યારબાદ તેમાં ડુંગળી અને કેપ્સીકમ ઉમેરી થોડું સાંતળી લઇ તેમાં પાણી ઉમેરી કોર્નફલોરની સ્લરી ઉમેરી હલાવી લો 
  3. તેમાં રેડ ચીલી સોસ, મીઠું, વિનેગર, સોયાસોસ અને બાફેલા નુડલ્સ ઉમેરી  બરાબર કુક થવા દો.
  4. હવે તેમાં કેચપ ઉમેરી ગેસ બંધ કરી બરાબર મિક્સ કરી લો. 
  5. છેલ્લે તેમાં ટામેટાં, કોબીજ અને લીલી ડુંગળી મિક્સ કરી બાઉલમાં સર્વ કરો 
  6. ઉપરથી તળેલા નુડલ્સ અને લીલી ડુંગળીથી ગાર્નીશ કરો.

Manchaw soup

મનચાઉ  સૂપ 

સામગ્રી 

  1. તેલ 2 ટેબલસ્પૂન 
  2. બારીક સમારેલું લસણ 1 ટેબલસ્પૂન  
  3. બારીક સમારેલું આદું  1/2 ટેબલસ્પૂન 
  4. બારીક સમારેલી ડુંગળી 1 નંગ 
  5. બારીક સમારેલું ગાજર 1/4 કપ 
  6. બારીક સમારેલા ફ્લાવર 1/4 કપ 
  7. આજીનો મોટો ચપટી 
  8. બારીક સમારેલું કેપ્સીકમ 1/2 નંગ 
  9. બારીક સમારેલા ટામેટા 2 ટેબલસ્પૂન 
  10. સમારેલી કોબીજ 1/4 કપ 
  11. સમારેલી કોથમીરની દાંડી 1 ટેબલસ્પૂન 
  12. વેજીટેબલ સ્ટોક 1 1/2 કપ 
  13. સમારેલ લીલાં મરચાં 1 ટીસ્પૂન 
  14. મરી પાવડર 1/4 ટીસ્પૂન 
  15. મીઠું 
  16. ચીલી સોસ 1 ટીસ્પૂન 
  17. સોયા સોસ 1 ટીસ્પૂન 
  18. કોર્નફલોરની  સ્લરી 
  19. વિનેગર 1 ટીસ્પૂન 
  20. લીલી ડુંગળીનો લીલો ભાગ 1 ટેબલસ્પૂન 
  21. તળેલા નુડલ્સ 1/2 કપ 

રીત

  1. એક પેનમાં તેલ લઇ તેમાં લસણ અને આદું લઇ સાંતળી લો. 
  2. ત્યારબાદ તેમાં ડુંગળી, ગાજર, ફ્લાવર,આજીનો મોટો, કેપ્સીકમ અને ટામેટાં ઉમેરી સાંતળી લો.  
  3. ત્યારબાદ તેમાં કોબીજ, કોથમીરની દાંડી, વેજી. સ્ટોક, લીલાં મરચાં, મરી પાવડર, મીઠું, ચીલી સોસ, સોયા સોસ,અને કોર્નફલોરની સ્લરી ઉમેરી બરાબર કુક કરી લો,  
  4. હવે તેમાં વિનેગર, લીલી ડુંગળી નો લીલો ભાગ અને તળેલા નુડલ્સ ઉમેરી મિક્સ કરી લો. 
  5. સૂપને સર્વિંગ કપમાં લઇ તેની ઉપર તળેલા નુડલ્સ અને લીલી ડુંગળીના લીલા ભાગથી ગાર્નીશ કરી સર્વ કરો. 


Wednesday, 2 March 2016

MUTTER PANEER

મટર પનીર 

સામગ્રી  :

  1. લીલાં વટાણા 1 કપ 
  2. ખાવાનો સોડા ચપટી 
  3. ખાંડ 1/4 ટીસ્પૂન 
  4. મીઠું 
  5. પાણી 
ગ્રેવી માટે :

  1. તેલ 1 ટેબલસ્પૂન 
  2. સમારેલી ડુંગળી 2 નંગ 
  3. આદુ 1 ટુકડો 
  4. લસણ 2 કળી 
  5. લાલ મરચું પાવડર 1 1/2 ટીસ્પૂન 
  6. કિચનકિંગ મસાલો 1/2 ટીસ્પૂન 
  7. ધાણા જીરું 1 ટીસ્પૂન 
  8. હળદર 1/4 ટીસ્પૂન 
  9. સમારેલાં ટામેટા 2 નંગ  
  10. મિલ્ક પાવડર 2 ટેબલસ્પૂન 
  11. મલાઈ 2 ટેબલસ્પૂન 
  12. પાણી 2 ટેબલસ્પૂન 
  13. મીઠું 
  14. જીરું 1/4 ટીસ્પૂન 
  15. ખાંડ 1/2 ટીસ્પૂન 
  16. કાજુના ટુકડા 2 ટેબલસ્પૂન 
અન્ય સામગ્રી  :

  1. તેલ 1 1/2 ટેબલસ્પૂન 
  2. ઘી 1 ટેબલસ્પૂન 
  3. તમાલપત્ર 1 પાન 
  4. તજ 1 ટુકડો 
  5. ઈલાયચી 1 નંગ 
  6. જીરું 1/2 ટીસ્પૂન 
  7. કેપ્સીકમ અને ડુંગળી 1 કપ (મીડીયમ સમારેલાં )
  8. કેચપ 1 ટેબલસ્પૂન 
  9. ક્સુરીમેથી 1/2 ટીસ્પૂન 
  10. પનીર 100 ગ્રામ 
  11. પનીર જે પાણીમાં પલાળી રાખ્યું હોય એ પાણી 2 થી 3 ટેબલસ્પૂન 
  12. બટર 1 ટેબલસ્પૂન 

રીત :

  1. ગરમ પાણીમાં ખાવાનો સોડા , મીઠું, ખાંડ અને વટાણા ઉમેરી 3 થી 4 મિનીટ માટે ઉકાળો (ઢાંકણ ઢાંક્યા વગર જ ઉકાળવું આ પ્રોસેસને બ્લાંચ કર્યું કહેવાય )
  2. બ્લાંચ થઇ ગયા બાદ વટાણા ને નીતારી લો. 
  3. એક માઇક્રોવેવ બાઉલમાં તેલ 1 ટેબલસ્પૂન લઇ તેમાં ડુંગળી, આદું,  લસણ, લાલ મરચું પાવડર, કિચનકિંગ મસાલો, ધાણાજીરું પાવડર, હળદર, ટામેટા, મિલ્ક પાવડર, મલાઈ, પાણી, મીઠું, કાજુના ટુકડા, જીરું અને ખાંડ મિક્સ કરી 3 1/2 મિનીટ માટે માઈક્રો કરી લો. 
  4. ઠંડુ થયા બાદ મિક્સર જારમાં લઇ ક્રશ કરી લો. 
  5. એક પેન કે કાઢાઈમાં તેલ અને ઘી લઇ તમાલપત્ર, તજ, ઈલાયચી ખોલીને, જીરું અને ક્રશ કરેલું મિશ્રણ ઉમેરી 2 થી 3 મિનીટ માટે કુક થવા દો.
  6. ત્યારબાદ તેમાં કેપ્સીકમ, ડુંગળી, કેચપ, કસૂરી મેથી, બ્લાંચ કરેલા વટાણા, પનીર અને પનીરનું પાણી ઉમેરી હલાવી ઢાંકી કુક કરી લો. 
  7. સર્વિંગ બાઉલમાં લઇ ઉપર બટર  મૂકી સર્વ કરો. 

Spinach Corn Pakoda

સ્પીનેચ કોર્ન પકોડા 

સામગ્રી 

  1. મકાઇ 1 નંગ 
  2. સમારેલી ડુંગળી 2 નંગ 
  3. ધોઈને સમારેલી પાલક 100 ગ્રામ 
  4. બારીક સમારેલાં લીલાં મરચાં  2 નંગ 
  5. બારીક સમારેલું આદુ 1 ટીસ્પૂન 
  6. કોર્નફ્લોર 2 ટેબલસ્પૂન 
  7. સોજી 2 ટેબલસ્પૂન 
  8. ચણાનો લોટ 1/2 કપ 
  9. સાજીનાં ફૂલ ચપટી 
  10. ચાટ મસાલો 1 ટીસ્પૂન 
  11. મીઠું 
  12. ગરમ તેલ 2 ટીસ્પૂન 
  13. તેલ તળવા માટે 

રીત 

  1. મકાઈને છીણી લો. 
  2. છીણેલી મકાઈને બાઉલમાં લઇ તેમાં સમારેલી ડુંગળી, પાલક, લીલાં મરચાં, આદુ, કોર્નફલોર, સોજી, ચણાનો લોટ, સાજીના ફૂલ, ચાટમસાલો, મીઠું અને ગરમ તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો. (પાણી ઉમેરવાની જરૂર નહિ પડે. પણ જો જરૂર લાગે તો બહુ જ સાચવીને ઉમેરવું, નહી તો મિશ્રણ ઢીલું થઇ જશે, ), (મિશ્રણને ભજીયાં જેવું ઢીલું રાખવાનું નથી )
  3. પાણી વાળો હાથ કરી બનાવેલા મિશ્રણને વડાં જેવા આકારમાં થેપી લઇ ગરમ તેલમાં તળી લો. 
  4. તળાઈ ગયા બાદ તેની ઉપર ચાટ મસાલો ભભરાવીને સર્વ કરો. 

= window.adsbygoogle || []).push({});