Search This Blog

Wednesday, 11 November 2015

Khasta Kachori

 ખસતા કચોરી 

સામગ્રી:

ખસતા કચોરીનો મસાલો બનાવવા માટે: 

  1. સુકાધાણા 2 ટેબલસ્પૂન 
  2. જીરું 1 ટીસ્પૂન 
  3. તજ 1 થી 2  નંગ 
  4. લવિંગ 3 થી 4 નંગ 
  5. કલોંજી 1 ટીસ્પૂન 
  6. વરીયાળી 1 ટેબલસ્પૂન 
  7. તલ 1 ટેબલસ્પૂન 
  8. મીઠોલીમડો 8 થી 10 નંગ 
મસાલો બનાવવા માટે : ઉપરની બધી સામગ્રી હલકી તેલમાં શેકીને વાટી  લેવી.  આ રીતે             ખસતા કચોરીનો મસાલો તૈયાર થશે.

સ્ટફિંગ બનાવવા માટે :

  1. પાપડી ગાંઠિયા અથવા સાદા ગાંઠિયાનો ભૂકો 3 ટેબલસ્પૂન 
  2. તળેલી મગની દાળનો ભૂકો 3 ટેબલસ્પૂન 
  3. આમચૂર પાવડર 1/2 ટેબલસ્પૂન 
  4. સંચળ પાવડર 1 ટીસ્પૂન 
  5. લાલ મરચું પાવડર ટીસ્પૂન 
  6. મીઠું 
  7. ખસતા કચોરીનો મસાલો 2 ટીસ્પૂન 
  8. તેલ 1 ટીસ્પૂન 
અન્ય સામગ્રી: 

  1. મેંદા અને રવાની બાંધેલી કણક 1 કપ 
  2. તેલ તળવા માટે 
એસેમ્બલ કરવા માટે:

    બટાટા નો માવો 

    લીલી ચટણી 

    ખજુર આમલીની ચટણી અને સેવ 

રીત; 

  1. એક બાઉલમાં ગાંઠિયાનો ભૂકો, તળેલી મગની દાળનો ભૂકો, આમચૂર પાવડર, સંચળ, લાલ મરચું પાવડર, મીઠું અને ખસતા કચોરીનો મસાલો લઈને બરાબર મિક્સ કરો. છેલ્લે તેમાં તેલ મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો.
  2. હવે મેંદો અને રવાની બાંધેલી કણકમાંથી નાની પૂરી વણી લો. 
  3. પુરીમાં સ્ટફિંગ ભરી કિનારી પર પાણી લગાવી બંધ કરી દબાવીને ગુલ્લા જેવું બનાવી વણી લો. 
  4. ક્ચોરીને ઓછા ગરમ તેલમાં તળીને ઠંડી થવા દઈ ફરીથી તળી લો જેથી કચોરી ક્રિસ્પી થશે. 
  5. ઠંડી થઇ ગયા બાદ વચ્ચે ખાડો કરીને તેમાં બટાટાનો માવો, લીલી ચટણી, આમલીની ચટણી અને સેવ મૂકી સર્વ કરો. 

Friday, 6 November 2015

Jafrani Khaja

જાફરની ખાજા


સામગ્રી :

  1. મેંદો 1 કપ 
  2. ઈલાયચી પાવડર 1 ટીસ્પૂન 
  3. કેસર પાવડર ચપટી 50 મિલી પાણીમાં ઓગળીને 
  4. મીઠું ચપટી જ 
  5. પાણી 
  6. તેલ 2 ટેબલસ્પૂન  
અન્ય સામગ્રી: 

  1. તેલ તળવા માટે 
  2. ચાસણી (200 ગ્રામ ખાંડ માં ખાંડ ડુબે એટલું જ પાણી લઇ જાડી ચાસણી તૈયાર કરવી)

રીત:

  1. એક બાઉલમાં મેંદો, ઈલાયચી પાવડર, મીઠું, તેલ  ઉમેરી મિક્સ કરી પાણીમાં ઓગળેલો કેસર પાવડર ઉમેરી મિક્સ કરી લો. 
  2. ત્યારબાદ તેમાં સાદું પાણી ઉમેરી કણક  તૈયાર કરો. અને 15 થી 20 મિનીટ માટે રેસ્ટ આપો. 
  3. રેસ્ટ આપ્યા બાદ તેના મોટા લુઆ કરી રોટલી વણી લો. ( મોણ સરખું લીધું હોવાથી અટામણ ની જરૂર નહી રહે.)
  4. તેની ઉપર મેંદો ભભરાવી બીજી રોટલી મુકો. આ રીતે બે થી ત્રણ લેયર કરી રોલ વાળીને કિનારી પર પાણી લગાવી સીલ કરીને પછી કાપી લો 
  5. કાપેલા પીસને વણી લઇ ખાજા તૈયાર કરો. 
  6. ખાજાને ગરમ તેલમાં તળી લો.   
  7. તળાઈ ગયા બાદ ઉપરથી જાડી ચાસણી પોર કરી ખાજાને  ઠંડા થવા દો.અને સર્વ કરો.

Butter Bhakharvadi

બટર  ભાખરવડી 

સામગ્રી: 

સ્ટફિંગ બનાવવા માટે :

  1. તેલ 1 ટીસ્પૂન 
  2. બટર  1 ટેબલસ્પૂન 
  3. હિંગ 1/2 ટીસ્પૂન  
  4. હલકા શેકીને અધકચરા વાટેલા ધાણા, વરીયાળી અને તલ 1 ટેબલસ્પૂન 
  5. ચણાનો લોટ 30 થી 40 ગ્રામ 
  6. મીઠું 
  7. લસણની પેસ્ટ 1 થી 1 1/2 ટીસ્પૂન 
  8. આદુની પેસ્ટ 1 ટીસ્પૂન 
  9. લાલ મેચું 1 થી 1 1/2 ટીસ્પૂન 
  10. આમચૂર પાવડર 1 થી 1 1/2 ટીસ્પૂન 
  11. દળેલી ખાંડ 2 ટેબલસ્પૂન 
  12. તજ લવિંગનો પાવડર 1/2 ટીસ્પૂન 
અન્ય સામગ્રી :

  1. મેંદામાં બટર નું મોણ નાંખી બાંધેલી કણક 
  2. દૂધ અને પાણી બ્રશિંગ માટે 

રીત:

  1. એક કઢાઈમાં 1 ટીસ્પૂન તેલ અને 1 ટેબલસ્પૂન બટર લઇ થોડું મેલ્ટ થાય એટલે તેમાં થોડી હિંગ, (ધાણા, વરીયાળી અને તલ  હલકા શેકી, વાટીને) બનાવેલો પાવડર 1 ટેબલસ્પૂન, ચણાનો લોટ લઇ હલકું શેકી લો. 
  2. ત્યારબાદ તેમાં મીઠું, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, લાલ મરચું પાવડર, આમ્ચુર પાવડર અને દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી શેકી લો. 
  3. આ રીતે સ્ટફિંગ તૈયાર કરીને બાઉલમાં કાઢી લો. 
  4. હવે તેમાં તજ લવિંગનો પાવડર ઉમેરી મિક્સ કરીલો.
  5. મેંદાની બાંધેલી કણકમાંથી લુઆ કરી મોટો પાતળો રોટલો બનાવી તેની ઉપર પાણી લગાવી અડધા ભાગમાં સ્ટફિંગ પાથરી દો.
  6. બાકીનો અડધો ભાગ સ્ટફિંગ પર વાળીને બંધ કરો. 
  7. ઉપર વેલણ ફેરવી અને કાપી લો. 
  8. ભાખરવડીને  ગ્રીઝ કરેલી ઓવન ટ્રેમાં લઇ ઉપર દુધથી બ્રશિંગ કરી પ્રી હીટ કરેલા ઓવનમાં 5 મિનીટ માટે 180 ડીગ્રી પર અને ત્યારબાદ 150 ડીગ્રી પર 5 થી 7 મિનીટ માટે બેક કરવા મુકો.
  9. બેક થયા બાદ થોડી વાર ખુલ્લામાં રહેવા દઈ સર્વ કરો. 

= window.adsbygoogle || []).push({});