Search This Blog

Tuesday, 12 April 2016

Rajkotni chutny

રાજકોટની ચટણી 


સામગ્રી 

  1. સીંગદાણા  1/2 કપ 
  2. તીખાં લીલા મરચાં 1/2 કપ 
  3. મીઠું  
  4. હળદર 1/4 ટીસ્પૂન 
  5. લીંબુના ફૂલ 1/2 ટીસ્પૂન (લીંબુનો રસ પણ લઇ શકાય પરંતુ સ્ટોર કરવું હોય તો લીંબુનાં ફૂલ વાપરવાં)  
  6. તીખાં ગાંઠિયા 4 ટેબલસ્પૂન 
  7. જરૂર લાગે તો જ પાણી (ચટણી સ્ટોર કરવી હોય તો પાણી ન ઉમેરવું)
ગાર્નીશિંગ માટે :

         દાડમ, ડુંગળી, કોથમીર 

રીત 

  1. એક મિક્સર જારમાં  સીંગદાણા, લીલાં મરચાં, મીઠું, લીંબુના ફૂલ, તીખાં ગાંઠિયા  અને હળદર  ઉમેરી મિક્સરમાં વાટી લો. 
  2. અત્યારે જાડી પેસ્ટ જેવું જ બનશે. જયારે સર્વ કરો ત્યારે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી હલાવીને વાપરવી 
  3. કઈ વાનગીમાં વાપરો છો એના આધારે ગાર્નીશીંગ ઉમેરવું.

= window.adsbygoogle || []).push({});