Search This Blog

Wednesday, 16 September 2015

Cheeze Chily Potli


ચીઝ ચીલી પોટલી 

સામગ્રી:

  1. હળદર અને મીઠું નાંખીને રાખેલું કોબીજનું છીણ  1 કપ, 
  2. તેલ 1 ટેબલસ્પૂન 
  3. લીલા મરચાં ની પેસ્ટ 1 યેબ્લ્સ્પૂન 
  4. ગરમ મસાલો ચપટી 
  5. ચીઝ 30 ગ્રામ 
અન્ય સામગ્રી: 

  1. બાંધેલી કણક 1 કપ   (રોટલીના લોટના લોટ કરતાં સહેજ કઠણ લોટ બાંધવો.)
  2. તેલ તળવા માટે 
સર્વ કરવા માટે :

  1. કેચપ 
રીત : 

  1. સૌ પ્રથમ હળદર, મીઠું નાંખેલા કોબીજના છીણને હાથેથી દબાવીને નીતારી લો.    
  2. એક પેન અથવા કઢાઈમાં 1 ટેબલસ્પૂન તેલ લઈ તેમાં લીલા મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળો      
  3. તેમાં નીતરેલી કોબીજનું છીણ લઇ તેમાં ગરમ મસાલો ઉમેરી સાંતળી લો.  
  4. હવે  મિશ્રણને એક બાઉલમાં કાઢી ઠંડુ થવા દો, 
  5. મિશ્રણ ઠંડુ થયા બાદ જ તેમાં ચીઝને છીણી મિક્સ કરી તેના નાના ગોળા વાળી લો. 
  6. બાંધેલી કણકમાંથી પૂરી વણી લો 
  7. પુરીની વચ્ચે બનાવેલા ગોળમાંથી દરેકમાં એક એક ગોળો મૂકી પોટલી જેવું બનાવીને દરેક પો લી તૈયાર  કરીલો.
  8. પોટલીને ગરમ તેલમાં બ્રાઉન રંગની થાય એવી તળી લો. 
  9. કેચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો. 

Friday, 11 September 2015

Chocolate Walnut Browny


ચોકલેટ વોલનટ બ્રાઉની


 

સામગ્રી :

મેંદા નું મિશ્રણ તૈયાર કરવા માટે  
  1. મેંદો 60 ગ્રામ 
  2. બેકિંગ સોડા  1/8 ટીસ્પૂન 
  3. બકિંગ પાવડર 1/4 ટીસ્પૂન 
  4. મીઠું ચપટી 
  5. કોકો પાવડર 1 1/2 ટેબલસ્પૂન 
ચોકલેટ નું મિશ્રણ તૈયાર કરવા માટે 

  1. કન્ડેન્સ્ડ મિલ્ક  70 ગ્રામ 
  2. બટર  65 ગ્રામ (રૂમ ટેમ્પરેચર પરનું હોવું જોઈએ)
  3. ડાર્ક ચીક્લેટ મેલ્ટ કરેલી 80 ગ્રામ 
  4. વેનીલા એસેન્સ 1 ટીસ્પૂન 
  5. 1/2 ટીસ્પૂન ચીક્લેટ એસેન્સ ઉમેરવું હોય તો ઉમેરી શકાય. તેનાથી  સારો ટેસ્ટ આવે
  6. હુંફાળું દૂધ 1/4 કપ 
  7. અખરોટ 1 ટેબલસ્પૂન   

રીત : 

  1. એક બાઉલ માં ચારણી મૂકી ચારણીમાં 60 ગ્રામ મેંદો, 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર, 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા, ચપટી જ મીઠું, 1 1/2 ટીસ્પૂન કોકો પાવડર લઇ ચાળી લો.(ડ્રાય ઇન્ગ્રીડેન્ટસ)
  2. આ મિશ્રણ ને 3 વાર ચાળી લો.
  3. ઓવનને પ્રીહીટ કરવા મૂકી દો.
  4. બીજા બાઉલમાં 70 ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક લો. તેમાં 65 ગ્રામ બટર (રૂમ ટેમ્પરેચર પરનું હોવું જોઈએ) લઇ તેને બીટર વડે બીટ કરી લો. (ઇલેક્ટ્રિક બીટર ના હોય તો સાદું પણ ચાલે. થોડી વાર વધારે લાગે. )
  5. તેમાં 80 ગ્રામ ડાર્ક ચીક્લેટ મેલ્ટ કરેલી ઉમેરો (ઓવનમાં અથવા ડબલ બોઈલરમાં કરવી)
  6. બિટર વડે મિક્સ કરો.
  7. હવે તેમાં 1 ટીસ્પૂન વેનીલા એસેન્સ ઉમેરો. (1/2 ટીસ્પૂન ચીક્લેટ એસેન્સ ઉમેરવું હોય તો ઉમેરી શકાય. તેનાથી સારો ટેસ્ટ આવે છે.)
  8. બિટર વડે ફેરવીને તેમાં અગાઉ બનાવેલું ડ્રાય ઇન્ગ્રીડેન્ટસ વાળું મિશ્રણ ઉમેરી મિક્સ કરી પછી બીટ કરો.
  9. ક્ન્સીસ્ટેન્સી સેટ કરવા માટે હુંફાળું દૂધ ઉમેરીને ડ્રોપીંગ ક્ન્સીસ્ટેન્સી લાવો (દૂધ વધારે ગરમ ના હોવું જોઈએ )
  10. હવે તેમાં અખરોટના ટુકડા (રોસ્ટ કરેલા હોય તો સારું) 1 ટેબલસ્પૂન ઉમેરો અને ચમચી વડે હલાવી લો.
  11. બ્રાઉની નું મિશ્રણ તૈયાર છે. 
  12. હવે એક એલ્યુમીનીયમ ના ડબામાં કે કેક માટેના ટીનમાં તેલ લગાવીને  બટર પેપર પાથરીને તેમાં મિશ્રણ રેડો (બ્રાઉની માં ડાર્ક ચોકલેટ ઉમેરેલી છે માટે મેંદાથી કે તેલથી ગ્રીઝ ન કરવું જોઈએ)
  13.  ડબ્બાને હાથેથી પ્લેટફોર્મ પર ટેપિંગ કરવું જરૂરી છે. તેનાથી મિશ્રણ ડબામાં એકસરખું ફેલાઈ જશે. (સરખું પાથરવા માટે ચમચીનો કે બીજા કશા નો ઉપયોગ ન કરવો)
  14. ઉપર થોડા બીજા અખરોટના ટુકડા ઉમેરી થોડા દબાવીને પ્રીહિટ  કરેલા ઓવનમાં 160 ડીગ્રી પર 30 મિનીટ માટે મુકો.
  15. 30 મિનીટ પછી બહાર  કાઢીને 1 મિનીટ માટે એમ જ રહેવા દઈ પછી અન્મોલ્ડ કરીને 1 કલાક સુધી ઠંડી થવા દઈ સર્વ કરો.
  16. બ્રાઉનીને સર્વ કરતી વખતે  માઈક્રો માં 30 સેકેંડ માટે વોર્મ કરીને આઈસ્ક્રીમ સાથે કે ચોક્લેટ સોસ સાથે સર્વ કરી શકાય છે.

= window.adsbygoogle || []).push({});